sitafal benefits in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણે ઘણીવાર આપણા ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે સ્વસ્થ રહેવા દરેક સીઝનમાં આવતા શાકભાજી ફળો અવશ્ય ખાવા જોઈએ. સીઝન પ્રમાણે ખવાતા શાકભાજી અને ફળો આપણા શરીરમાં કેલ્શિયમ, વીટામીન્સ, મિનરલ્સ વગેરે જરૂરિયાતો પુરી પાડે છે. અત્યારે શિયાળાની સીઝન ચાલી રહી છે.

શિયાળામાં બજારમાં જતાજ લીલી શાકભાજી ખુબજ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે સાથે શિયાળામાં આવતા સીતાફળ પણ તમને સરળતાથી બજારમાં જોવા મળે છે. આ સીતાફળ શિયાળામાં ખાવાથી શરીરને ખુબજ ફાયદા થાય છે તો ચાલો જાણીએ સીતાફળ ખાવાથી થતા લાભો વિષે

1) આંખ અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું: શરીરમાં હિમોગ્લોબિન ના સ્તરને સુધારવામાં મદદ કરે છે. તે સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા ઘણા ક્રોનિક રોગો સામે લડવામાં મદદ કરે છે. સીતાફળમાં બાયોએક્ટિવ મોલેક્યુલ્સ હોય છે જેમાં “કેન્સર વિરોધી ગુણધર્મો” હોય છે.

2) હૃદય રોગમાં ફાયદાકારક: સીતાફળને ગુણોની ખાણ કહેવાય છે. તે વિટામિન સી જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ અને કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. ઉપરાંત, એન્ટીઑકિસડન્ટો આપણા શરીરને મુક્ત રેડિકલ અથવા મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદય રોગને રોકવામાં

3) ઊંઘ ન આવવી અથવા અસ્થમાની સમસ્યામાંથી રાહત: સીતાફળમા રહેલું વિટામિન બી 6 શ્વાસનળીની બળતરા ઘટાડી શકે છે. જે લોકોને પુરે પુરી ઊંઘ ન આવતી હોય અથવા અસ્થમાની સમસ્યા હોય ત્યારે સીતાફળ ઉપયોગી સાબિત થાય છે. વધુમાં મેગ્નેશિયમથી ભરપૂર આ ફળ હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે.

4) પાચન સુધારવામાં મદદરૂપ: સીતાફળમાં આયર્ન અને ફાઈબર વધારે હોય છે. ફાઈબરનું પ્રમાણ પાચનમાં સુધારો કરે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં રહેલું ડાયેટરી ફાઈબર ટાઈપ 2 ડાયાબિટીસને અટકાવે છે. નિઆસિન અને ડાયેટરી ફાઈબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

5) બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે: સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્ર વધુ રહેલી છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, સીતાફળમાં ઉચ્ચ આયર્ન સામગ્રી છે જે એનિમિયાને રોકવામાં મદદ કરે છે.

સીતાફળ આજના લોકોની બહુ સામાન્ય સમસ્યા જેવી કે અલ્સર અને એસિડિટીથી બચાવે છે. સીતાફળ ત્વચા માટે ખૂબ જ સારું છે, તેને ખાવાથી ત્વચામાં ચમક આવે છે.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા