5 signs that body not getting nutrients from food
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકો છે જેઓ ખૂબ જ સારો આહાર લે છે, બહારનું જમતા નથી, શુદ્ધ સાત્વિક ભોજન લે છે અને તમામ આરોગ્યપ્રદ વસ્તુઓને આહારમાં સામેલ કરે છે, પરંતુ આ બધું કરવા છતાં તેઓ ફરિયાદ કરે છે કે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉદાહરણ તરીકે સમજવું હોય તો, કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા છે અને તે તેના આહારમાં મોટાભાગે પ્રવાહી વસ્તુઓનું સેવન કરે છે, તેમ છતાં કબજિયાત ઠીક થવાનું નામ નથી લઈ રહી. તેવી જ રીતે શરીરની આવી ઘણી સમસ્યાઓ હોય છે જેનું કારણ ક્યારેક સમજાતું નથી અને લાખો પ્રયત્નો કર્યા પછી પણ આ સમસ્યાઓ ઓછી થવાનું નામ થતી લેતી.

આવી સ્થિતિમાં તમારા મનમાં સવાલ ઉઠે છે કે શું માત્ર સારો ખોરાક ખાવાથી જ શરીરને સ્વસ્થ રાખી શકાય છે ખરા? તો કદાચ નહિ. કારણ કે આજે આ લેખમાં અમે તમને એવા 5 સંકેતો વિશે જણાવીશું, જે તમારું શરીર સારો ખોરાક ખાવા છતાં તેમાં રહેલા પોષક તત્વોને શોષી શકતું નથી. તો ચાલો જાણીયે તે સંકેતો અને લક્ષણો વિશે.

દરરોજ પેટની સફાઈ થવી : ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમનું પેટ દરરોજ સાફ નથી થતું. શું તમે જાણો છો કે જો દરરોજ પેટમાંથી મળ બહાર ના આવે તો તેના કારણે પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. જ્યારે તમે ફાઈબરયુક્ત ખોરાક ઓછો લો છો ત્યારે આવું ત્યારે થાય છે.

તો તમારે શું ખાવું જોઈએ તો, ફાઈબરવાળા શાકભાજી, ઓટમીલ, મકાઈ, કઠોળ, ફાઈબરથી ભરપૂર ફળો ખાવા જોઈએ, અને આ સાથે જ દિવસ દરમિયાન જરૂર મુજબ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

2. માથાનો દુખાવો, શરદી અથવા ખોરાક પચવામાં તકલીફ : જો તમને થોડા થોડા દિવસોમાં માથાનો દુખાવો, શરદી કે તાવ આવે છે તો સમજી લો કે તમે જે આહાર લઈ રહ્યા છો તેમાં થોડી ઉણપ છે. જો તમે વધારે ચા કે કોફી, ફ્રોઝન ફૂડ અને આથેલા ખોરાકનું વધારે સેવન કરો છો તો તમને માથાનો દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે.

બીજી તરફ જોઈએ તો વધારે ઠંડી વસ્તુઓ ખાવાથી શરદી અને તાવ આવી શકે છે. આ એટલા માટે પણ થાય છે કારણ કે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તો હવે શું ખાવું જોઈએ તો, તમારે તમારા આહારમાં ઝિંક અને વિટામિન-સીથી ભરપૂર ખાદ્યપદાર્થોનો જરૂર સમાવેશ કરો. તેનાથી તમને રાહત જરૂર મળશે.

ત્વચામાં ચમક ના હોવી : સુંદર દેખાવ દરેક વ્યક્તિ ઈચ્છે છે, પરંતુ જો ત્વચાની ચમક ફિક્કી પડી જાય તો સુંદર દેખાવાનું સપનું તૂટી જાય છે. તમે ખૂબ સારો આહાર લેતા હશો પરંતુ તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીર સુધી નથી પહોંચી રહ્યા તો તેની અસર તમારા ચહેરાની ચમક પણ પડશે. સામાન્ય રીતે જ્યારે શરીરમાં પોટેશિયમ, વિટામીન-કે અથવા ઈની ઉણપ હોય છે ત્યારે આવું ત્યારે થાય છે .

તો હવે શું ખાવું જોઈએ તો, તમારા આહારમાં નારિયેળ તેલ અને ટામેટાંનો સમાવેશ કરો. ટામેટાંમાં તમામ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે અને નાળિયેર તેલમાં પોટેશિયમ, વિટામિન-કે અને વિટામિન ઈ હોય છે.

વાળ ખરવા : આપણા વાળ પ્રોટીનથી બનેલા છે અને જો શરીરમાં પ્રોટીનની યોગ્ય માત્રા ન પહોંચે તો વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળ ખરવાના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે તમારે તમારા આહારમાં બીજા પોષક તત્વોની સાથે પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

તો શું ખાવું જોઈએ તો, કઠોળ, ડેરી પ્રોડક્ટ, કેપ્સિકમ, પાલક વગેરે પ્રોટીનથી ભરપૂર સ્ત્રોત છે. આ સિવાય જો તમે દરરોજ તમારા આહારમાં ઈંડાનો સફેદ ભાગનો સમાવેશ કરો છો તો તમને ઘણા ફાયદા થઇ શકે છે.

મગજની ધુમ્મસ અને થાક : મગજની ધુમ્મસ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. ઊંઘ ન આવવાને કારણે અથવા સારી ઊંઘ ન લેવાને કારણે વ્યક્તિએ મગજની ધુમ્મસની સમસ્યાનો સામનો કરવો પડે છે અને આ સમસ્યાને કારણે વ્યક્તિ યાદ રાખવા અથવા વિચારવામાં અસમર્થ બની જાય છે.

જ્યારે આવું થાય છે ત્યારે તમને ઘણા શારીરિક બીમારીઓનું જોખમ ખુબ વધી જાય છે. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે તો તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનું સેવન કર્યા પછી તમે રાત્રે સારી ઊંઘ લઈ શકો. તો શું ખાવું જોઈએ તો, રાત્રે ભોજનમાં દૂધ અને કેળાનું સેવન કરી શકો છો. આ બંનેમાં ટ્રાઈટોફન નામનું તત્વ હોય છે જે તમારી ઊંઘમાં સુધારો લાવે છે.

અમને આશા છે કે તમને અમારો આ જાણકારી જરૂર ગમી હશે. જો તમને જાણકરી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા