વધતી ઉંમરની સાથે શરીરમાં ઘણા ફેરફારો થતા રહે છે, પરંતુ ખાસ કરીને 50 પછી સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. તેમના વાળ અને ચહેરાની સુંદરતા ઘટવા લાગે છે અને ઉંમરની યાદશક્તિ પણ કમજોર થવા લાગે છે.
મેનોપોઝની સાથે સંધિવા, ઓસ્ટીયોપોરોસીસ, ક્રોનિક પીઠનો દુખાવો, હૃદયરોગ વગેરે જેવી સમસ્યાઓ પણ પરેશાન કરવાની શરૂ થાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એક એવા યોગ વિશે જણાવી રહ્યા છીએ જે તમારી સુંદરતા વધારવાની સાથે મગજને તેજ બનાવવામાં પણ મદદ કરે છે.
આ સિવાય તે મેનોપોઝ પછી થતી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. જો તમે પહેલાથી જ યોગ કરો છો તો આ યોગાસનને પણ તમારા ફિટનેસ રૂટિનમાં સમાવેશ કરો. આ યોગ વિશેની જાણકારી અને તેના ફાયદા વિષે માહિતી અમને ભાગ્યશ્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મળી હતી.
ભાગ્યશ્રી જેમને 1989 માં સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત રોમેન્ટિક બ્લોકબસ્ટર ‘મૈંને પ્યાર કિયા’ માં સલમાન ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રી હાલમાં તેના પતિ હિમાલય દસાની સાથે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળે છે.
સ્ટાર પ્લસ પર આવતા આ શોમાં વાસ્તવિક જીવનના 10 યુગલો રોમાંચક અને મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા જોવા મળે છે. આજે પણ ભાગ્યશ્રીને જોઈને કોઈ તેની વાસ્તવિક ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી અને તે આજે પણ 53 વર્ષની ઉંમરે ખૂબ જ સુંદર, ફિટ અને યુવાન દેખાય છે.
આ પાછળનું કારણ યોગ છે. તે પોતાની જાતને ફિટ રાખવા માટે દરરોજ યોગા અને કસરત કરે છે અને તેની ફિટનેસ ટિપ્સ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
ભાગ્યશ્રી કરે છે શીર્ષાસન : અભિનેત્રી તેની તાજેતરની પોસ્ટને કારણે ચર્ચામાં છે જેમાં તેની ‘Tuesday Tips’ ના ભાગ રૂપે એક શીર્ષાસન કરતી જોવા મળી છે. ભાગ્યશ્રીએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વિડિયોમાં શીર્ષાસન કરતી જોઈ શકાય છે અને એવું કહેતા પણ સાંભળવા મળે છે કે ક્યારેક દુનિયા ઊંઘી સારી લાગે છે, તો ચાલો જાણીયે યોગના કેટલાક ફાયદા વિશે.
શીર્ષાસનના ફાયદા : ભાગ્યશ્રી કહે છે કે ઊલ્ટી દુનિયાને ઉજ્જવળ દ્રષ્ટિકોણથી જોવાનો એક સહેલો રસ્તો છે. તે મગજ તરફ લોહીનો પ્રવાહ અને ઓક્સિજનનો પુરવઠો વધારે છે. તમારા મગજના કોષો, ચહેરાના કોશિકાઓ અને વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે.’
આ યોગ તમારી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરે છે. ખોપરી ઉપરની ચામડીમાં વધુ સારા રક્ત પરિભ્રમણ માટે વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે જેનાથી વાળનો વિકાસ સારો થાય છે અને વાળ ખરતા ઓછા થાય છે. ચહેરાની કોશિકાઓ પ્રોત્સાહન મળે છે અને તે તમારા ચહેરા પર કુદરતી અને જુવાન ગ્લો આપે છે.
સાવધાની : હાઇપરટેન્શન પીડાતા સ્ત્રીઓ કૃપા કરીને ટ્રેનર વગર અથવા તમારા ડૉક્ટરની સલાહ વગર આ યોગાસન ના કરો. તમારી ઉંમરથી કોઈ ફર્ક નથી પડતો, યોગ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. જો તમે વધુ લવચીકતા અથવા ક્રોનિક પીડા રાહત મેળવવા માંગો છો તો સૌથી અસરકારક હોઈ શકે છે.
જો તમે મેનોપોઝથી પીડાઈ રહયા છો તો યોગ તમને તે દર્દનાક દિવસો અને રાતની ખરાબ ઊંઘને ઠીક કરવામાં મદદ કરી શકે છે. એક મહિલા તરીકે તમે તમારી આખી જીંદગી બીજા લોકોની કાળજી લેવામાં જ પસાર થઇ જાય છે. તમારે યાદ રાખવું પડશે કે તમારી જાતની કાળજી લેવી એ ખરેખર બીજાએ મદદ કરવા માટેનું પહેલું પગલું છે.
તમ પણ યોગને દિનચર્યામાં સમાવેશ કરો, તમારું શરીર પણ તમારો આભાર માનશે. તમે પણ આ યોગ આસન કરીને આ બધા ફાયદા મેળવી શકો છો પરંતુ જો તમે પહેલાં ક્યારેય શીર્ષાસન યોગ કર્યો નથી તો નિષ્ણાતની દેખરેખ હેઠળ આ યોગ કરો. યોગ સંબંધિત આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.