shak no masalo banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા શાક બનાવવા માટે એક જ રેસીપીને ફોલો કરીએ છીએ. એટલા માટે આપણે યૂટ્યૂબ પર રસોઈને સ્વાદિષ્ટ બનાવવાની નવી નવી રીતો શોધીએ છીએ જેથી કરીને એક રોટલીને બદલે બે રોટલી ખાઈ શકીએ.

જો કે, શાકને સ્વાદિષ્ટ મસાલા બનાવે છે. શું તમે પણ આવી જ મસાલાની રેસિપી શોધી રહ્યા છો જે તમારા શાકનો સ્વાદ બમણો કરે? જો હા, તો ચાલો તમને જણાવી દઈએ કે તે મસાલો છે ‘ચણા મસાલા’.

આ મસાલો આપણા શાકના સ્વાદ અને ફ્લેવરને વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. સૌથી સારી વાત એ છે કે આ મસાલા ખરીદવા માટે તમારે બજારમાં જવાની કોઈ જરૂર નથી કારણ કે તમે આ મસાલાને થોડીવારમાં ઘરે જ તૈયાર કરી શકો છો.

માસ્ટર શેફ પંકજ ભદૌરિયા, જેઓ પોતાની સ્વાદિષ્ટ વાનગીઓને ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. આ વખતે તેમને તેના ચાહકો સાથે ચણા મસાલા બનાવવાની સરળ રેસીપી શેર કરી છે, જે અમે તમને સરળ શબ્દોમાં જણાવીશું.

ચણા મસાલા બનાવવા માટે સામગ્રી : ચણા મસાલા બનાવવા માટે તમારે 10 થી 14 મસાલાની જરૂર પડશે. 2 થી 3 લાલ સૂકા મરચાં, 1 ચમચી જીરું, 1 ચમચી શાહ જીરા, 1/4 ચમચી ધાણાજીરું, 1/4 ચમચી અજમો, 1 ચમચી કસૂરી મેથી, 2 તમાલપત્ર, 3 મોટી ઈલાયચી, 5 નાની ઇલાઇચી, 2 તજની લાકડી, 5 લવિંગ.

ચણા મસાલા બનાવવાની રીત : તેને બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તમાલપત્ર, નાની ઈલાયચી, મોટી ઈલાયચી, લાલ મરચું, લવિંગ, જીરું, ધાણાજીરું નાખો અને આ બધી સામગ્રીને એક નોન-સ્ટીક પેનમાં મધ્યમથી ધીમી આંચ પર સુગંધ આવે ત્યાં સુધી સારી રીતે શેકી લો.

જ્યારે મસાલામાંથી સારી ગંધ આવવા લાગે તો તમે ગેસ બંધ કરી દો અને ત્યાર બાદ તેમાં એક ચપટી અજમો નાખો. અજમાના દાણાની સાથે તેમાં એક ચમચી કસૂરી મેથી નાખીને બંધ ગેસ પર જ મેથીને પાકવા દો.

હવે તમે મસાલાને ઠંડુ થવા માટે છોડી દો અને જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને મિક્સર જારમાં નાખીને તેનો બારીક પાવડર બનાવી લો. તમારો ચણા મસાલો બનીને તૈયાર છે, જેનો ઉપયોગ તમે કોઈપણ શાક બનાવવા માટે કરી શકો છો.

આ મસાલો શાકને એક અલગ જ સ્વાદ આપે છે. જો કે, જ્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરો છો ત્યારે બીજો કોઈપણ મસાલો ઉમેરશો નહીં. હવે પ્રશ્ન થશે કે, ચણા મસાલાનો સંગ્રહ કેવી રીતે કરવો?

મસાલાને બનાવી લીધા પછી તેને તરત જ સ્ટોર ન કરો. પહેલા તેને ઓરડાના તાપમાને રાખો અને પછી કાચની બરણીમાં ભરીને સ્ટોર કરો. જો તમે વધારે મસાલો બનાવતા હોવ તો તેને ફ્રિજમાં સ્ટોર કરો. આમ કરવાથી તે લાંબા સમય સુધી તાજો રહેશે.

આ મસાલાને ગેસની નજીક ન રાખો કારણ કે ગરમીને કારણે તમારો મસાલો ઝડપથી બગડી જાય છે. હવે તમે પણ આ રીતે મસાલાને ઘરે બનાવી શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આવી જ અવનવી રેસિપી જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા