કોઈપણ શાકમાં માત્ર 1 ચમચી મસાલો નાખી દો, ખાવાવાળા એક રોટલી વધારે ખાવા લાગશે

દરરોજ એક જ પ્રકારનો મસાલો વાપરવાથી શાકનો સ્વાદ પણ એક જેવો જ લાગવા લાગે છે. રોજેરોજ ખાવામાં કંઈક નવું ઉમેરવાથી સ્વાદ પણ વધે છે અને ખાનારાઓ પણ વધારાની એક રોટલી ખાય છે. આપણે આપણી રસોઈમાં પદ્ધતિ અથવા સામગ્રી બદલતા રહેવું જોઈએ.

જો તમે કંઈક નવું અજમાવતા રહેતો તો ઘરના લોકોને ખાવાની પણ માજા આવે છે. આજે અમે શાકનો સ્વાદ વધારવા માટે તમને એક ખાસ મસાલા વિશે ણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે બનાવી શકો છો. ચાલો જાણીએ શાકનો મસાલો બનાવવાની રીત.

સામગ્રી

  • તમાલપત્ર 2
  • કાળી ઈલાયચી 3
  • લીલી ઈલાયચી 5
  • તજ 2 ટુકડા
  • લવિંગ 5
  • સૂકા લાલ મરચા – 2-3
  • જીરું 1 ચમચી
  • શાહ જીરું 1 ચમચી
  • ધાણા – 1/4 ચમચી
  • અજમો 1 ચપટી
  • કસૂરી મેથી 1 ચમચી

સૌપ્રથમ એક નોન સ્ટિક પેન લો અને તેમાં અજમો અને કસૂરી મેથી સિવાયના તમામ મસાલા નાખીને સારી રીતે શેકી લો. બધા મસાલા એકસાથે ન શેકો, પરંતુ એક પછી એક ઉમેરો અને તેને શેકો.

પછી ગેસ બંધ કરો અને મસાલામાં એક ચપટી અજમો અને કસૂરી મેથી ઉમેરો અને તેને પણ થોડીવાર ગરમ મસાલામાં રહેવા દો. જેવા મસાલા થોડા ઠંડા થાય એટલે બધા મસાલાને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.

તૈયાર છે સ્પેશિયલ શાકનો મસાલો. હવે જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે આ મસાલાની એક ચમચી ઉમેરો અને શાકના સ્વાદમાં અનેકગણો વધારો થશે. ઘરના દરેક જણને તે શાકનો સ્વાદ ગમશે.

ફાયદા : તમે આ મસાલાનો ઉપયોગ કોઈપણ શાકમાં કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તેને શાકમાં બીજા મસાલાઓ ઉમેરતી વખતે પણ નાખી શકો છો અથવા શાક બની ગયા પછી ઉપર નાખી શકો છો. ઘરે બનાવેલો મસાલો બજાર કરતા શુદ્ધ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ સારો હોય છે.

અમે તમારા માટે આવી જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી લાવતા રહીએ છીએ. જો તમને આવી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ વાંચવી ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.