દરરોજ એક જ પ્રકારનું શાક ઘરે બનાવવું થોડું કંટાળાજનક લાગે છે. દરરોજ એક જેવો શાકનો સ્વાદથી કંટાળીને તમે પણ ખાવાનો સ્વાદ વધારવા માટે ઘરે ઘણા પ્રયોગો કરવા માંગતા હશો, પરંતુ દરરોજ આટલી મહેનતથી શાક બનાવવું મુશ્કેલ કામ લાગે છે. પણ એવું તો શું કરવું જોઈએ કે શાકનો સ્વાદ પણ વધે અને કોઈ મહેનત પણ લાગે.
તો આ સ્થિતિમાં તમે શાકનો સ્વાદ વધારવા માટે કેટલીક વસ્તુઓ ઉમેરી શકો છો. આજે અમે તેના વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ, કે કઈ રસોડાંની સામગ્રી છે જે શાકમાં સ્વાદ વધારવા માટે કામ કરી શકે છે.
1. તલનું તેલ : આપણામાંના મોટાભાગના લોકો ઘરે શાકમાં સરસોનું તેલ અથવા રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે. કેટલીકવાર આપણે ઘીનો ઉપયોગ પણ કરી લઈએ છીએ અને કેટલાક લોકો ઓલિવ તેલનો ઉપયોગ પણ કરે છે, પરંતુ ક્યારેક તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તે નટી ફ્લેવર આપી શકે છે. દરેક શાકમાં તેનો ઉપયોગ કરવો જરૂરી નથી પરંતુ ક્યારેક તેનો ઉપયોગ કરી શકાય છે.
2. લીંબુ : લીંબુ મોટાભાગે દાળમાં નાખવામાં આવે છે, પરંતુ જો શાક રાંધ્યા પછી તરત જ તેમાં લીંબુના રસના થોડા ટીપા નાખવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. તમે એવા શાકમાં લીંબુનો રસ ઉમેરી શકો છો જેમાં ટામેટાંનો વધારે ઉપયોગ ના થયો હોય અથવા જે ગ્રેવીમાં દૂધ અને દૂધ પ્રોડક્ટનો ઉપયોગ ના થયો હોય. આ શાકની સુગંધ અને સ્વાદ બંને સારું આવશે.
3. હીંગ : હીંગને તડકો લગાવાથી શાકનો સ્વાદ હંમેશા વધશે. ઘણા લોકો તેનો ઉપયોગ દાળ બનાવવા માટે જ કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ શાકમાં પણ કરી શકો છો. હીંગનો ઉપયોગ બધા જ શાકમાં કરી શકાય છે અને તેનો ઉપયોગ શાક બનાવતી વખતે શરૂઆતમાં કરી શકાય છે અથવા શાકમાં ઉપરથી તડકો લગાવવા માટે પણ કરી શકાય છે.
4. જાયફળ : તમને લાગતું હશે કે જાયફળનો ઉપયોગ મોટાભાગે મીઠી વાનગીઓ બનાવવામાં થાય છે, પરંતુ જો તમે શાક બનાવતી વખતે થોડું જાયફળનો ઉપયોગ કરશો તો તે શાકની સુગંધ અને સ્વાદમાં ઘણો ફરક પાડે છે. જો કે તેનો દરરોજ ઉપયોગ નથી કરી શકતા, પરંતુ તે પ્રસંગોપાત માટે ઉત્તમ છે.
5. આદુ : જે લોકોને આદુ ગમે છે તેઓએ આદુ અને લસણની પેસ્ટની જગ્યાએ છીણેલા આદુનો ઉપયોગ શાક બનાવવામાં કરવો જોઈએ. તમે માનશો નહીં કે આ નાના ફેરફારના કારણે સ્વાદ પર કેટલી અસર પડે છે. હા પણ, ઘણા લોકોને આદુનો સ્વાદ પસંદ નથી તેમના માટે આ ટિપ બિલકુલ નથી.
6. ઈલાયચી : વિશ્વાસ કરો કે લવિંગ અને ઈલાયચી સામાન્ય શાકના સ્વાદમાં ઘણો ફેરફાર લાવી શકે છે અને સ્વાદમાં ઘણો વધારો કરી શકે છે. પરંતુ વધારે પડતી ઈલાયચી નાખવાથી ક્યારેક સ્વાદ બગડી પણ શકે છે. તો તેની છાલ કાઢીને બે થી ત્રણ દાણા નાખો, જેનાથી સ્વાદમાં વધારો થઇ શકે.
7. કાળા મરી : મોટાભાગે અપને લાલ મરચાં કે લીલાં મરચાંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે કાળા મરી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે કાળા મરીનો ઉપયોગ કરીને શાકનો સ્વાદ થોડો સારો લાવી શકો છો. જો કે લીલા મરચા કે લાલ મરચાની જેમ તેનો વધારે ઉપયોગ કરશો નહીં.
8. નારિયેળનું દૂધ : નારિયેળનું દૂધ ગ્રેવીવાળી તમામ પ્રકારના શાકમાં સ્વાદ ઉમેરશે. તે શાકને ઘટ્ટ બનાવવા માટે પણ મદદ કરી શકે છે. જો તમે મીઠા લીમડા સાથે શાક બનાવ્યું છે અને તેની સાથે નારિયેળના દૂધનો ઉપયોગ કરો છો તો તે વધારે ફાયદાકારક સાબિત થશે.
9. કોથમીર : ઘણા લોકો એવું માને છે કે શાકમાં કોથમીરનો સ્વાદ બિલકુલ નથી આવતો અને તેને શાકમાં ઉમેરવામાં ના પણ આવે તો બહુ ફરક પડતો નથી, પણ એવું નથી. થોડી ઝીણી સમારેલી તાજી કોથમીરને તમારા શાકના સ્વાદમાં ઘણો વધારો કરી શકે છે. પરંતુ આ કોથમીર તાજી હોવી જોઈએ.
જો તમને પણ આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી કિચન ટિપ્સ અને રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.