savare bahela uthine aa karo chho thai jao savdhan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે સવારે મોડા ઉઠો છો તો, તમે સાચી જગ્યા પર આવ્યા છો. આપણે બધાયે એક કહેવત સાંભળી હશે કે ” સવાર સારી જાય તો દિવસ સારો જાય “. આ વાત આપણી તબિયત પર પણ લાગુ પડે છે. જો તમે સવારની સારી આદતોને અપનાવી લીધી તો, તમે આખો દિવસ ફિટ અને એનર્જેટિક રહેશો.

નિષ્ણાતો અનુસાર, જો તમે સવારે મોડા બેડ છોડો છો અને ઉઠતાની સાથે મોબાઈલ જોવા લાગો છો, તો આદતોની અસર તમારી હેલ્થ પર પડે અને તમે બીમાર પણ પડી શકો છો.

નિષ્ણાતો અનુસાર, આ આદતોના કારણે તમે દિવસભર થાક મહેસુસ કરો છો અને ફ્રેશ ફીલ નથી કરતા. નિષ્ણાતો કહે છે, દિવસભર એનર્જી માટે સવારે અમુક આદતોમાં સુધાર લાવો પડશે અને સમયસર સવારનો નાસ્તો કરી લેવો, જેના લીધે બીમાર પડવાથી બચી શકો.

મોડા નાસ્તો કરવો

આપણે કોઈ દિવસ સવારના નાસ્તામાં મોડા ના કરવું જોઈએ. એક પૌષ્ટિક નાસ્તો તમને દિવસભર ઉર્જા આપે છે. જો તમે નાસ્તો નથી કરતા તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે અને બીમાર પણ પડી શકો છો. તમે નાસ્તામાં ફળ અને સ્પ્રાઉટ લઇ શકો છો, આના સિવાય ડ્રાયફ્રુટ, ફ્રૂટ્સ, ફળોનો રસ, રોટલી, વગેરે.

ઉઠ્યા પછી કલાકો સુધી બેડ પર પડ્યા રહેવું

સવારે ઉઠતાની સાથે, જેટલું ઝડપી બને તેમ, બેડ છોડી દેવો જોઈએ, પણ ઘણા લોકો છે જે આંખો બંદ કરીને પડ્યા રહેતા હોય છે. જો તમે પણ કરો છો તો, તમે દિવસ દરમ્યાન થાક મહેસુસ કરશો. પણ તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને 1 કલાક યોગ અથવા વ્યાયામ કરવો જોઈએ જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

ચા અને કોફી નું સેવન

ઘણા લોકો સવારે ઉઠતાની સાથે ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે, જે શરીર માટે નુક્સાનકર છે. આયુર્વેદ અને મેડિકલ સાયન્સ પણ આ આદતને માનતા નથી, આમ કરવાથી પેટમાં ગેસ અને બીજી સમસ્યાઓ થઇ શકે છે. એટલા માટે ચા અને કોફીની જગ્યાએ તમે ફળોનો જ્યુસ અથવા દૂધ પી શકો છો.

વ્યાયામ ના કરવો

સવારે ઉઠીને કસરત કરવી જરૂરી છે. કસરત કરવાથી ના તમે દિવસભર એક્ટિવ રહો છો પણ મસલ્સ, હાડકા અને શરીર ના ઘણા અંગો પણ મજબૂત બને છે. ઘણી ગંભીર બીમારીઓ પણ દૂર રહે છે. આ તમારી માનસિક હાલત ને પણ ઠીક કરે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા