samosa chatni banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ સમોસા અને ખમણ સાથે સર્વ થતી લાલ અને લીલી ચટણી ની રેસીપી. અહીંયા તમને કેટલીક ટિપ્સ બતાવીશું જે તમારી સમોસા સાથે સર્વ થતી લાલ અને ખમણ સાથે સર્વ થતી લીલી ચટણીનો સ્વાદ 100 ઘણો વધારી અને ફરસાણ વાળાની દુકાને મળે તેવી જ ચટણી ઘરે બનાવી શકાય તે જોઈશું

સમોસા ચટણી માટે સામગ્રી 

  • 1 લિટર પાણી (4 કપ)
  • 400 ગ્રામ ખાંડ
  • 2 ચમચી અથવા 25 ગ્રામ આંબલી
  • 1 ચમચીસંચળ
  • 2 ચમચી સૂકા લાલ મરચાંના ટુકડા
  • 2 ચમચી અધકચરા ધાણા
  • થોડો લાલ ખાદ્ય કલર
  • 2 ચમચી કોન ફ્લોર પાવડર

સમોસા ચટણી બનાવવાની રીત:  

એક કડાઈમાં પાણી ગરમ કરો, પાણી ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખો, અને જ્યા સુશી ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી રાંધો. 3-4 મિનિટ જેટલો સમય ખાંડ ઓગળતા લાગી શકે છે.

હવે તેમાં આમલી ઉમેરો અને મધ્યમ-ગેસ પર આમલી નરમ થાય ત્યાં સુધી પકાવો. લગભગ 10-15 મીટ જેટલો સમય લાગશે. આમલી નરમ થાય એટલે ગેસ બંધ કરીને ચારણીની મદદથી પાણી ગાળી લો.

ફરીથી કડાઈમાં આ પાણી ઉમેરો, તેમાં એકચમચી સંચળ પાઉડર , લાલ મરચાંના ટુકડા, બારીક પીસેલા ધાણાજીરું અને એક ચપટી લાલ ફૂડ કલર ઉમેરો. એક વાટકીમાં કોન ફ્લોર પાવડર લો, તેમાં પાણી ઉમેરો, અને ગઠ્ઠા મુક્ત મિશ્રણ બનાવો.  ધીમે ધીમે ચટણીમાં આ મિશ્રણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમારી ચટણી ઘટ્ટ થવા લાગશે.. ગેસ બંધ કરો અને ચટણીને સંપૂર્ણપણે ઠંડી કરો. સમોસા ચટણી સમોસા અને કચોરી સાથે સર્વ કરો.

ખમણ ચટણી માટે સામગ્રી

  • 100 ગ્રામ ખમણ ના ટુકડા
  • 4-5 લીલા મરચા
  • 1 આદુનો ટુકડો
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી કોથમીર ના પાન
  • અડધો કપ પાણી

ખમણ માટે લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં, ખમણ, લીલા મરચા, આદુ, મીઠું, ખાંડ, લીંબુનો રસ, ધાણાજીરું અને પાણી ઉમેરો. તેને ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લો. તો અહીંયા તમારી ખમણ સાથે સર્વ થતી લીલી ચટણી બનીને તૈયાર થઇ ગઈ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા