running time breathing increase solution
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને એક એવા દેશી ઉપચાર વિષે જણાવીશું કે જે લોકો રનીંગ કરે છે. જો તમે પહેલી વખત રનીંગ કરો છો તમને ઘણી બધી સમસ્યાઓ થાય છે જેવી કે શ્વાસ ફૂલી જવોએટલે કે શ્વાસ ચડી જવો, પગ દુઃખવા, પિંડીનો દુખાવો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે રનિંગ એક એવી વસ્તુ છે કે જે લોકોની વધારે પ્રેક્ટીસ હશે તે લોકો માટે એટલી સરળ રહે છે. તમને આયુર્વેદિક ઉપચાર વિષે જણાવીશું જેથી જો તમે રનીંગ કરો છો તો તમને શ્વાસ ચડવો, પિંડીનો દુખાવો, પગ દુખવા વગેરેથી છુટકારો મળી જશે.

સૌ પ્રથમ જાણીએ કે રનીંગ કરીએ છીએ અને જે શ્વાસ ચડે છે તેના માટે ઈલાજ વિષે: સૌ પ્રથમ જો તમે 400 થી 700 મીટર જેટલું દોડો છો અને શ્વાસ ચડે છે, શ્વાસની તકલીફ રહે છે તો તેના માટે આયુર્વેદમાં જણાવ્યું છે કે દેશી મધ અને તજનો પાવડર ખૂબ જ અસરકારક છે.

બે ચમચી દેશી મધ અને અડધી ચમચી તજના પાવડરને આંગળી મદદથી સારી રીતે મિક્સ કરી અને સવારે ઊઠીને તરત આંગળીની મદદથી ચાટી જવાનું છે. આ એક પ્રયોગ આયુર્વેદમાં ખુબજ ફાયદાકારક બતાવવામાં આવ્યો છે. આ ઉપાય શ્વાસ ચડે તેના માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

જો તમને દેશી મધ ન મળે તો દેશી ગોળને સમારીને તેમાં અડધી ચમચી તજ પાવડર ઉમેરી ને સવારે ચાટી શકો છો. બીજો ઉપચાર જે શ્વાસ ચડે તેના માટે ખૂબ જ અસરકારક છે તે બીટ.

બીટ નો જ્યુસ દરરોજ સવારે એક ગ્લાસ પીવાથી તમને થોડા દિવસમાં જ શ્વાસની સમસ્યા રહેતી હોય અથવા ઉતાવળ ચાલતી વખતે શ્વાસ ચડતો હોય તો બીટના જ્યુસ થી થોડાક જ દિવસમાં ખૂબ જ ફાયદો થાય છે. આ બંને ઉપચાર શ્વાસ ચડે એના માટે બતાવ્યા છે.

હવે જાણીએ કે રનિંગ કરતી વખતે પગમાં કે પિંડીમાં દુખાવો થાય તો શું કરવું: રનીંગ કરતી વખતે ગોઠણ માં દુખાવો થાય અથવા પગની એડીમાં દુખાવો થાય છે એની માટે સૌથી સારો ઉપાય માલિશ છે. પ્રાચીન સમયમાં લોકો આખા શરીરે તેલની માલિશ કરતા હતા જેથી તેઓ કોઈપણ પ્રકારના દુખાવાથી બચી શકતા હતા.

હવે રનિંગ કરતી વખતે દુખાવો થાય તો ૧૦૦ ગ્રામ જેટલું તલનું તેલ લેવાનું છે.. આ તલના તેલની અંદર એક ચમચી જેટલો સૂંઠનો પાવડર અને બે કળી લસણના નાના-નાના ટુકડા કરી તેની અંદર નાખી બરાબર તેલ ગરમ કરી લેવાનું છે. લસણની કળી થોડી બ્રાઉન રંગની થાય એટલે ગાળી અને એક ડબ્બીમાં ભરી દો..

હવે જાણીએ કે આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો: જયારે પણ તમે રનિંગ કરવા જાઓ તેના પાંચ મિનિટ સુધી જ્યાં તમને રનિંગ કરવાથી દુખાવો થાય છે ત્યાં માલીસ કરો અને પછી રનિંગ કરવા જાઓ. રનિંગ કરીને આવ્યા પછી પણ પાંચ મિનિટ માલીસ કરો.

આ ઉપચાર થોડા દિવસ કરવાથી તમને પાંચથી સાત દિવસમાં તમને એનું સારું પરિણામ જોવા મળશે. તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા