મમ્મીની હાથની ગરમ રોટલી ખાવાની એક અલગ જ મજા છે. તે કંઈ પણ નવું ઉમેરતી નથી, તો પણ રોટલીનો સ્વાદ સારો આવે છે અને રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. પરંતુ જ્યારે આપણે રોટલી બનાવીએ ત્યારે તે બળી જાય છે, ફુલતી પણ નથી અને કડક થઈ જાય છે.
રોટલી માટે સારી કણક બંધાવી ખુબ જ જરૂરી છે. આ એક એવી કળા છે જેને તમે એકવાર સમજી ગયા અને શીખી ગયા તો તમારી રોટલી પણ મમ્મીની જેવી જ સારી બનશે. જો તમે કણકને કઠણ બાંધી લીધી છે તો રોટલી એવી બનશે અને જો કણક થોડી ઢીલી બાંધી છે તો રોટલી તૂટતી રહેશે, પરંતુ તે સારી રીતે બનશે નહીં.
આવી સ્થિતિમાં તમે શું કરશો? ચાલો તો અમે તમને જણાવી દઈએ. આવી સ્થિતિમાં, કેટલીક સરળ ટિપ્સ અજમાવો અને ફક્ત 3 વસ્તુઓને ઉમેરીને તમારો લોટ બાંધો. તેનાથી તમારી કણક પણ સારી બનશે અને રોટલી પણ ફૂલેલી ગોળ દડા જેવી બનશે.
તમારે કણક કેવી રીતે બંધાવી અને સારી રોટલી કેવી રીતે બનાવવી આ કામ ખુબ જ સરળ છે. આવો અમે તમને આ લેખમાં જણાવીએ કે ફૂલેલી રોટલી બનાવવા માટે તમારે કઈ 3 સામગ્રીની જરૂર પડશે.
1. પહેલા ઘી ઉમેરો : લોટ બાંધતા હોવ ત્યારે તેને લોટને ચાળી લો અને પહેલા તેમાં 1 ચમચી ઘી ઉમેરો. તમે જોયું હશે કે જ્યારે પણ મમ્મી રોટલી કે પરાઠા પર ઘી લગાવે ત્યારે રોટલી સોફ્ટ બની જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે.
તેથી પહેલા તમારા લોટમાં ઘી ઉમેરો અને લોટને સારી રીતે મસળી લો અને પછી આગળની પ્રક્રિયા શરૂ કરો. આમ કરવાથી લોટમાં કણીઓ નહીં પડે અને રોટલી બનાવવમાં પણ સરળતા રહેશે.
2. દૂધ મિક્સ કરો : ગરમ દૂધ પણ રોટલીને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. જો તમારે રોટલીને નરમ બનાવવી હોય તો લોટ બંધાતી વખતે દૂધને થોડું ગરમ કરીને ધીમે ધીમે લોટમાં નાખીને, લોટને સારી રીતે મસળો. તમારી રોટલી, પરાઠા અને પૂરી પણ સોફ્ટ બનશે.
3. છેલ્લે મીઠું ઉમેરો અને કણક બાંધો : હવે છેલ્લે તમારે લોટમાં ચપટી મીઠું નાખીને પાણીથી લોટને બાંધી લેવાનો છે. મીઠું તમારી રોટલીમાં એક સ્વાદ ઉમેરે છે. તે પછી તમારો લોટ વધારે ચુસ્ત અને ઢીલો ન હોવો રહે તે રીતે સારી રીતે બાંધી લો.
કનક બંધાઈ ગયા પછી તેમાં તમારી આંગળીથી દબાવીને જુઓ અને જો તે ચુસ્ત લાગે તો થોડું પાણી ઉમેરીને તેને થોડી વાર ફરીથી ગૂંથી લો. આ પછી મહત્વનું છે કે તમે કણકને બાંધ્યા પછી ઓછામાં ઓછા 10 મિનિટ માટે ઢાંકીને રાખો .
તમે પણ આ ટિપ્સ અજમાવો અને રોટલી બનાવીને જુઓ, તમારી રોટલી પણ ચોક્કસપણે સોફ્ટ, ફૂલેલી અને સ્વાદિષ્ટ બનશે. અમે તમારા માટે ભવિષ્યમાં પણ આવી કેટ્લીકક સામગ્રી સાથે સારી ટિપ્સ અને રેસિપી લાવતા રહીશું. જો તમને પણ આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
1 thought on “તમારી રોટલી પણ સોફ્ટ અને ફૂલેલી ગોળ દડા જેવી બનશે, બસ લોટમાં આ 3 વસ્તુ ઉમેરીને બાંધી લો કણક”
Comments are closed.