બધાને હસાવનાર રાજુ શ્રીવાસ્તવનું આજે સવારે 58 વર્ષની વયે નિધન, ૐ શાંતિ

સૌને દિલમાં રહેનારા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે સવારે દિલ્હીમાં નિધન થયું છે. તેઓ 10 ઓગસ્ટથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. રાજુ શ્રીવાસ્તવના ફેન્સ અને પરિવાર માટે આ એક દુઃખદ સમાચાર છે. તેમના પરિવારે જ આ સમાચારની પુષ્ટિ કરી છે.

જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ મૂળ કાનપુરના રહેવાસી હતા અને તેમનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું. ગજોધર ભૈયા નામથી સ્ક્રીન પર ધૂમ મચાવીને તેમને લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી હતી. આજે તેમનું 58 વર્ષની વયે અવસાન થયું છે.

રાજુ શ્રીવાસ્તવજી જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા , પરંતુ દરેક ચાહકો અને તેમના પરિવારને આશા હતી કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. પીટીઆઈ સાથે વાત કરતા તેમના ભાઈ દીપુએ કહ્યું હતું કે રાજુની રિકવરી ધીમી છે પરંતુ તે ઝડપથી સ્વસ્થ થઈ જશે.

એ વાત પર કોઈ શંકા નથી કે રાજુ શ્રીવાસ્તવજીને દેશના લોકોના હૃદયમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર તેમના ચાહકો લાંબા સમયથી તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેમના અવસાનથી ઘણા નેતાઓ પણ શોખ પ્રગટ કરે છે.

શ્રદ્ધાંજલિ આપતા, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે લખ્યું, “પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું ખૂબ જ દુઃખદ અવસાન. ભગવાન દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારના સભ્યો અને તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.”

મહાભારતમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે ટ્વિટર પર લખ્યું છે કે અમારા મિત્ર અને કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ, જેઓ એક મહિનાથી હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહ્યા હતા તેઓ આખરે જીવનની લડાઈમાં હારી ગયા છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ.

રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર સાંભળીને સૌ માટે ખૂબ જ દુઃખદ છે. તેમના ચાહકો તેમને હંમેશા યાદ રાખશે. ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ શાંતિ…