rajma khavana fayada
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલના વ્યસ્ત સમયમાં અને જીવનમાં બધા એટલા લીન થઇ ગયા છે કે તેઓ પોતાના શરીર માટે, જે શરીર પૈસાથી ખરીદી શકાતું નથી તેના માટે પણ સમય કાઢી શકતા નથી એવામાં અનિયમિન ખાનપાન ને લીધે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બીમારીઓમાં ધક્કેલાઈ જઈએ છીએ. જેનું મુખ્ય કારણ શરીર માં પૂરતા પ્રમાણ માં પોશાક તત્વો ન મળવા.

તો આજે એક કઠોળ વિશે વાત કરીશુ. વિટામીન બી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર જેવા તત્વોથી ભરપૂર આ કઠોળ બાળકો માટે, વૃદ્ધો મા,ટે સ્ત્રીઓ માટે અને યંગ લોકો માટે, જે પુરુષો છે, જે વધારે શારીરિક શ્રમ કરતા હોય તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે. બાળકોની યાદશક્તિ વધારતું વિટામિન બી આ કઠોરની અંદર રહેલું છે.

આ કઠોળ ની અંદર ઉપયોગી તત્વો , પ્રોટીન જે તમામ વૃદ્ધો માટે અને યંગ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે તે રહેલા છે. આ કઠોર ની અંદર પ્રોટીન તત્વ જે તમારા શારીરિક બાંધાને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે તે આ કઠોળ ની અંદર થી ભરપૂર માત્રામાં મળી આવે છે.

જે સ્ત્રીઓને આયર્નની ઉણપ હોય, જેના કારણે તેમને શરીરમાં ઘણી બધી તકલીફ થતી હોય, શરીર કમજોર પડતું હોય , આયર્નની ઉણપ દૂર કરવા માટે આ કઠોળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ કઠોળની અંદર રહેલું પોટેશિયમ અને ફાઈબર તત્વો તમારા પેટને લગતા કોઈ પણ પ્રકારના રોગ મટાડે છે.

ઉપરાંત જે લોકોને પેટમાં દુખાવો રહેતો હોય તેમના માટે પણ ઉપયોગી હોય છે.  ફાઇબરને કારણે તમારા પાચનશક્તિમાં સુધારો થાય જેનાથી તમને ગેસ થવાની સમસ્યા હોય તેનાથી પણ છુટકારો મળે છે પરંતુ આનું સેવન તમારે લિમિટેડ માત્રામાં એટલે કે ઓછી માત્રા મા કરવું.

વધારે પડતું સેવન કરવાથી તમારા શરીર માં ફાઇબર , પોટેશિયમ , આયર્ન જેવા તત્વો વધી જાય તો તેમાંથી ગેસ અને કબજિયાત થઈ શકે છે. તો અઠવાડિયામાં માત્ર એક વખત લિમિટેડ માત્રામાં આ કઠોળ નું સેવન કરવું. આ કઠોળ એટલે “રાજમાં”. રાજમાં નું નામ દરેક ગુજરાતીએ સાંભળ્યો હશે.

રાજમાંની અંદર મેગ્નેશિયમ નામનું તત્ત્વ રહેલું છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે ઉપરાંત તમારા માઈગ્રેનની સમસ્યા એટલે કે જે પુરુષો કે સ્ત્રીઓને માઈગ્રેનની સમસ્યા હોય, માથાનો કોઈ એક ભાગ દુઃખતો હોય તો રાજમાનું સેવન અઠવાડિયામાં બે વખત કોઈ પણ રીતે કરવું.

તમે સબ્જી બનાવીને અથવા તો રાજમાને બાફીને પણ તેનું સેવન કરી શકો છો. તો આ રીતે રાજમાનું અલગ અલગ રીતે સેવન કરવાથી બાળકોની શારીરિક કમજોરી દૂર થાય, બાળકો શારીરિક રીતે અને માનસિક રીતે મજબૂત બને ઉપરાંત વૃદ્ધોને, યુવાનોને જે લોકોને શરીર માં કમજોરી હોય તેમા પણ ફાયદાકારક છે.

જે લોકોને શરીરને એકદમ મજબૂત બનાવવું છે, જે લોકો શારીરિક શ્રમ વધારે કરે છે તેમણે અઠવાડિયામાં બે વખત 50-60ગ્રામ જેટલા રાજમાનું સેવન અવશ્ય કરવું જોઈએ. બાફી ને અથવા સબ્જી બનાવી ને દરેક ગુજરાતીએ રાજમાને ખાવા જોઈએ. રાજમાં ડાયાબીટિસની સમસ્યાથી પણ છુટકારો આપે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા