જોતાજ ખાવાનુ માં થઈ જાય એવા પમ્પકીન ગુલાબ જાંબુ – Pumpkin Gulab Jamun

0
309
pumpkin gulab jamun banavani rit

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બજાર કરતા પણ સારા, જોતાજ ખાવાનુ માં થઈ જાય, નાના મોટા બધા નાં મનપસંદ, દરેક ગુજરાતી નાં મનપસંદ એવા પમ્પકીન ગુલાબ જાંબુ. આ ગુલાબ  જાંબુ બનાવવા એકદમ સરળ છે. તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો.તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.

 • સામગ્રી :
 • 30 ગ્રામ મિલ્ક પાવડર,
 • અડધી ચમચી સુજી
 • ૧ ચમચી કોર્ન ફ્લોર
 • ૧૫૦ ગ્રામ( પમ્પકીન ને મિક્ષિ મા પાણી નાખ્યા વગર સ્મૂથ પેસ્ટ બનાવવી)
 • ૧૫૦ ગ્રામ ખાંડ
 • ૪-૫ એલચી પાવડર
 • ખાવા નો સોડા
 • બેકિંગ પાવડર
 • ૫૦ ગ્રામ માવો
 • ઘી

પમ્પકીન ગુલાબ જાંબુ બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈ મા સુજી ને એકદમ ધીમા તાપે ૩-૪ મિનિટ સેકી લો. સુજી શેકાઈ ગયા પછી તેમાં દૂધ નાખી ૨-૩ મિનિટ ચડવા દો. સુજી ને એકદમ ગાઢી રાખવી. હવે તેને ઍક બાઉલમાં મા કાઢી બાજુમાં મૂકી દો. હવે બીજી કઢાઇ મા પમ્પકીન ની પેસ્ટ લઇ તેમાં જરા પણ પાણી ન રહે ત્યાં સુધી પકાવો. હવે તેને એક થાળી મા લઇ ૬-૭ મિનિટ માટે ઠંડુ કરો. હવે એકદમ ઠંડુ થઈ જાય પછી સુજી ના માવા ગઠા ના રહે તેનું ધ્યાન રાખવું.

હવે સુજી નાં માવા મા પંપકીન પેસ્ટ, કોર્ન ફ્લોર, માવો, મિલ્ક પાવડર ખાવાનો સોડા, બેકિંગ પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. મિક્સ કર્યાં પછી તેનો ગોળો વાળી લો. હવે આ ગોળા માંથી નાના નાના બોલ્સ બનાવી લો. બધા બોલ્સ બની જાય એટલે એક કઢાઇ લઈ તેમા ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે બધા બોલ્સ ધીમા તાપે તળી લો.

હવે બીજા વાસણ મા પાણી એડ કરી તેમાં ખાંડ નાખી ગેસ પર ચાસણી બનાવી લો. ચાસણી ને હાથ ઉપર લઇ ચેક કરી લો. સહેજ ચિકાસ આવે એટલે તળેલા બધા બોલ ચાસણી મા નાખી ૪-૫ મિનિટ ગેસ પર ધીમા તાપે ઉકળવા દો. હવે ગેસ ને બંધ કરી દો. અડધી કલાક સુધી ચાસણી માં રાખી સર્વ કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.