બજારમાંથી કોળું ખરીદતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો કોળું સ્વાદિષ્ટ અને વધારે પલ્પવાળું નીકળશે

pumpkin benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુમાં તમે જયારે શાક માર્કેટમાં જાઓ છો તો તમને ઘણી બધી શાકભાજી જોવા મળી જાય છે મળશે, પરંતુ કેટલીક એવી પણ શાકભાજી એવી હોય છે જે તમને 12 મહિના મળી રહે છે. કોળુ પણ આમાંથી એક છે. તમને બજારમાં 2 પ્રકારના કોળા જોવા મળશે, ઝાંખા અને મીઠા.

તમે તમારી પસંદગી મુજબ કોળું ખરીદી કરી શકો છો, પરંતુ કોળું સારું નીકળે તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો કે મોટાભાગના લોકો કોળું ખરીદતી વખતે એક વાત પર ધ્યાન નથી કે તે કેવું દેખાય છે અથવા તેનું વજન કેટલું છે.

પણ તમારે આ બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. ખરાબ કોળું પાક્યા પછી પણ તેનો સ્વાદ ખરાબ જ લાગે છે. તો કોળું ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણી લો.

કોળાની છાલની રચના જોવો : જ્યારે પણ તમે કોળું ખરીદવા જાઓ ત્યારે સૌથી પહેલા તેની છાલ ચારે બાજુથી ધ્યાનથી જુઓ. કોળાની છાલ જેટલી કઠણ હશે તેટલું જ તે અંદરથી સારું હશે. કોળાની જાડી છાલ અંદરના પલ્પને સુરક્ષિત કરે છે.

કોળાની છાલનો રંગ તપાસો : કોળાની છાલની જાડાઈ અને કઠણ છે તે જ જરૂરી નથી. પરંતુ તમારે તમારે તેની છાલનો રંગ પણ જોવો જરૂરી જોઈએ. બજારમાં તમને પીળો અને લીલા કોળું જોવા મળશે. પીળા રંગના કોળાને પાકવામાં સમય લાગે છે જ્યારે લીલા રંગનું કોળું ઝડપથી પાકે છે અને તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે.

કોળાનું વજન જુઓ : આવા ઘણા શાકભાજી અને ફળો હોય છે જેનું વજન પર નક્કી થાય છે કે તે કેટલું સારું છે. ઘણા ફળો અને શાકભાજી વજનમાં ઓછા હોય છે તેટલા તે ખાવામાં સારા હોય છે. પરંતુ કોળાનું વજન જેટલું વધારે હશે તે સારી ગુણવત્તાનું હશે અને તેની અંદર વધારે પલ્પ હશે.

કોળાની દાંડી જુઓ : તમે ફળો અને શાકભાજીના દાંડીની ક્વોલિટી જોઈને તમે જાણી શકો છો કે તેઓ ખાવામાં કેવું હશે. આ વાત કોળાને પણ લાગુ પડે છે. કોળાની દાંડી જેટલી કઠણ અને સૂકી હશે કોળું તેટલું જ સ્વાદિષ્ટ નીકળશે. તો આ બાબત પર પણ જરૂર ધ્યાન આપો.

આવા કોળું ક્યારેય ખરીદશો નહીં : કોળું ખરીદતી વખતે તેને થપથપાવીને જુઓ. કોળાને થપથપાવાથી એવો અવાજ આવવો જોઈએ, જેમ કે ખોખલી વસ્તુની હોય છે. જો કોળાને મારવાથી ભારે અવાજ આવે છે તો સમજી લો કે તમારે એવું કોળું ના ખરીદવું જોઈએ.

જો કોળામાં કટ છે અથવા કાણું છે તો આવા કોળું ખરીદશો નહીં. આ પ્રકારના કોળાનો સ્વાદ પાક્યા પછી ખરાબ લાગે છે. ઉનાળાની ઋતુમાં શાકભાજી કે ફળોની કઠિનતા ઘટે છે, સાથે ફફુડી પણ લાગી જાય છે. જો તમને આવું કંઈ દેખાય છે તો તમારે તે ના ખરીદવું જોઈએ.

કોળુને સ્ટોર કરવાની રીત : તમે કોળાને લાંબા સમય સુધી ઘરે સ્ટોર કરી શકો છો. જો તમે બજારમાંથી કાચું કોળું લાવ્યા છો અને ખાવાલાયક થાય તેવું પાકવાની રાહ જોઈ રહ્યા છો તો તેને ઘાસ અથવા લાકડાના બોક્સમાં સ્ટોર કરી શકો છો. જો તમે કોળાને એક અઠવાડિયા માટે સ્ટોર કરવા માંગતા હોય તો કોળાના નાના ટુકડા કરીને ફ્રીઝરમાં મૂકો.

આ રીતે તમે ઇચ્છો ત્યારે કોળું ખાઈ શકો છો. તમે કોળાને બાફીને અને સૂકવ્યા પછી પણ સ્ટોર કરી શકો છો. આ રીતે તમે સૂકા કોળાને કાચની બરણીમાં ત્રણ મહિના સુધી ઠંડી જગ્યાએ સ્ટોર કરી શકો છો. તમે સૂકા કોળામાંથી શાક પણ બનાવી શકો છો.

કોળાના ફાયદા : ખાવામાં સ્વાદિષ્ટ કોળું ડાયાબિટીસ, કબજિયાત, આંખોની રોશની, હૃદયની તંદુરસ્તી વગેરે માટે ખૂબ જ ફાયદાકારક છે. કોળામાં ફાઈબરનું વધુ હોવાથી તેને વધુ કોળું ખાવાથી ઝાડા, પેટમાં દુખાવો, ખેંચાણ વગેરે થઈ શકે છે.

આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. આવા જ બીજા લેખ વાંચવા ને જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.