pulao banavani rit gujarati ma
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઋતુ ગમે તે હોય પરંતુ ભાત એક એવી વસ્તુ છે જેને લોકો હંમેશા ખાતા હોય છે કારણ કે ભાત માત્ર એજ રીતે નથી ખવામાં આવતા, તેની પણ ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. જો કે, કેટલાક લોકો અમુક સિઝનમાં હળવો ખોરાક ખાવાનું પસંદ કરે છે અને ત્યારે તેઓ પુલાવ ચોક્કસ ખાય છે.

પરંતુ પુલાવ બનાવવા માટે મહિલાઓ એક જ રેસિપી ફોલો કરીને બનાવતા હોય છે જેના કારણે દર વખતે એ જ પ્રકારનો પુલાવ ખાઈને ઘરના લોકો પણ કંટાળી જતા હોય છે. તેથી જ આજે અમે તમારા માટે પુલાવ માં તડકો કરવાની કેટલીક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જે તમારા પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવવાની સાથે, તમને બનાવવામાં પણ મજા આવશે.

લાલ મરચું અને જીરાનો તડકો : આ માટે તમારે ચાર વસ્તુઓની જરૂર પડશે. 5-સુકા લાલ મરચા, અડધી ચમચી જીરું, 6 લસણની કળી, 1 ટામેટું, 1 ડુંગળી અને 1 કપ તેલ.

તડકો કેવી રીતે લગાવવો : પુલાવમાં તડકો લગાવવા માટે, સૌથી પહેલા લસણની પેસ્ટ બનાવી લો.
આ પછી ટામેટાં અને ડુંગળીને ધોઈને સારી રીતે લુંછીને જીણા સમારીને રાખો. હવે એક પેનમાં 1 કપ તેલ નાખીને ગરમ કરવા માટે રાખો.

પછી તેમાં જીરું, સૂકા લાલ મરચા નાખીને સુગંધ આવવા દો અને બ્રાઉન થવા દો. હવે પેનમાં સમારેલ ડુંગળી, ટામેટાં નાખી થોડીવાર સાંતળો. જ્યારે તે સંતળાઈ જાય ત્યારે તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને ભાત ઉમેરીને પકાવો.

ડુંગળીનો તડકો : સામગ્રી – 2 ડુંગળી, 10 મીઠા લીમડાના પાન, 1 નાની ચમચી રાઈના દાણા અને
1 કપ તેલ.

પુલાવમાં તડકો કરવા માટે, સૌ પ્રથમ ડુંગળીને બારીક સમારી લો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને જ્યારે તે ગરમ થાય ત્યારે તેમાં રાઈના દાણા અને લીથા લીમડાના પત્તા ઉમેરો અને થોડીવાર સાંતળવા દો અને પછી તેમાં ડુંગળી નાખીને લાઈટ બ્રાઉન થવા દો. હવે તેમાં ભાત ઉમેરીને બરાબર પકાવો.

હીંગ અને મગફળીનો તડકો : 1/2 કપ દેશી ઘી, 1 ચમચી જીરું, 1/2 કપ મગફળી અને ચપટી હિંગ.

તડકો લગાવવા માટે, સૌપ્રથમ તવાને ગરમ કરીને તેમાં ઘી ઉમેરીને ગરમ થવા દો. હવે તેમાં જીરું, હિંગ અને મગફળી દાણા નાખીને ધીમા તાપે ચડવા દો. જો તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી પણ ઉમેરી શકો છો. હવે ભાત ઉમેરીને મિક્સ કરી લો.

તો તૈયાર છે તમારો સાઉથ ઇન્ડિયન સ્ટાઈલનો તડકા પુલાવ. આ રીતે તમે તમારા કંટાળાજનક પુલાવને આ રીતે તડકો લગાવીને સ્વાદિષ્ટ બનાવી શકો છો. જો તમને કિચન ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા