આજના ઘણા બધા યુવાનોમાં ચહેરાની સમસ્યાની જોવા મળતી હોય છે. આ સમસ્યામાં ખાસ કરીને ચહેરાના ડાર્ક સર્કલ, ખીલ અને ફોલ્લીઓની સમસ્યા વધુ જોવા મળે છે. અહીંયા આપણે વાત કરીશું બટાકાના રસનો ઉપયોગ કરીને તમે પણ તમારા ત્વચાના ડાઘ, ફોલ્લીઓ અને કરચલીઓને દૂર કરી શકો છો અને તે પણ માત્ર આ 3 સરળ રીતે.
બ્યુટી નિષ્ણાંતોનું એવું કહે છે કે બટાકાના ઉપયોગથી ચહેરાની ફોલ્લીઓ, ડાક સર્કલ અને ખીલ દૂર કરી શકાય છે. પરંતુ બટાકાના રસમાં દાડમનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને જો તેનો આઈસ ક્યુબ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી ડબલ ફાયદો મેળવી શકાય છે.
તો અહીંયા જોઈશું કે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે બટાકામાંથી બનતા આ આઈસ ક્યુબના કેટલાક ફાયદાઓ વિષે. સૌ પ્રથમ બટાકાના આઈસ ક્યુબ બનાવવાની પદ્ધતિ જોઈએ તો બટાકાના આઈસ ક્યુબ બનાવવા માટે તમારે બટાકા, દાડમનો રસ અને લીંબુ ની જરૂર પડે છે .
આઈસ ક્યુબ બનાવવા માટે કાચા બટાકાને ગ્રાઈન્ડરમાં પીસી અને તેનો રસ કાઢો લો.. ત્યાર પછી તેમાં લીંબુનો રસ અને થોડો દાડમનો રસ મિક્સ કરો. ત્યારબાદ તેને બરફની ટ્રે માં મૂકી અને બે દિવસ માટે ફ્રીઝરમાં રાખી લો..
આ બનાવેલા આઈસ ક્યુબને તમારા ચહેરા પર લગાવવાનો છે. જે લોકો આ ટિપ્સનો ઉપયોગ કરે છે તે લોકોનું કહેવું છે કે ક્યારેય પણ સીધા આઈસ ક્યુબને ચહેરા પર ન લગાવવા જોઈએ. તો આવી સ્થિતિમાં તમે આઈસ ક્યુબના ટુકડાને સુતરાઉ કાપડ અથવા તો રૂમાલમાં લપેટી અને પછી તેને ચહેરા પર લગાવી અથવા તો ઘસી શકો છો.
સાથે સાથે તમે આ આઈસ ક્યુબને તમારા ગળા પર પણ તેનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખવું કે તમે તેનો ઉપયોગ તમારા ચહેરા પર માત્ર દિવસમાં એક જ વખત કરી શકો છો. આંખોના નીચેના ડાર્ક સર્કલ હોય તો તે પણ આ આઈસ ક્યુબના ઉપયોગથી દૂર થઇ જાય છે.
ઘણા બ્યુટી નિષ્ણાતો એવું કહે છે કે આંખો પર કોલ્ડ બટાકાના ટુકડાઓ લગાવવાથી તમારી થાકેલી આંખો માં પણ રાહત મળે છે. આ સિવાય તમારી આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલ પણ હળવા કરી શકાય છે.
જો ત્વચા માટે બટાકા ના ફાયદા જોઈએ તો બ્લીચીંગ એજન્ટ બટાકા જોવા મળે છે. જેની મદદથી તમે તમારા ચહેરાના રંગને સાફ કરી શકો છો. નિયમિતપણે બટેકા લગાવવાથી ચહેરા પરના ટોનરની સાથે ત્વચાની કાળાશ ને પણ દૂર કરી શકાય છે અને ચહેરા પર ચમક લાવી શકાય છે.
જો તમે ઇચ્છો તો તમે બટાકાના રસમાં લીંબુ અથવા તો ટમેટાનો રસ પણ વાપરી શકો છો અને તેનો ઉપયોગ તમારા ચહેરા પર કરી શકો છો. ધૂળ, માટી કે તીવ્ર સૂર્ય પ્રકાશ, આ બધી વસ્તુઓ તમારા ત્વચાના રંગને અસર કરતી હોય છે જેના કારણે ચહેરા પરનો ગ્લો ઓછો થાય છે અને ચહેરા પરની ત્વચા પર તેની ઊંડી અસર થતી હોય છે.
જે લોકો આ ટિપ્સ નો ઉપયોગ કરે છે તે લોકોએવું પણ કહે છે કે બટાકાનો ઉપયોગ આવી ઘણી બધી સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને તમારી ખોવાયેલી ત્વચાને ફરીથી મેળવવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
આ માટે દરરોજ તમારા ચહેરા પર આઈસ ક્યુબનો ઉપયોગ કરવો જરૂરી છે. તો આ હતા બટાકાના રસનો ઉપયોગ કરીને ત્વચાના ડાઘ, ખીલ, ફોલ્લીઓ દૂર કરવાના સરળ ઉપાય.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.