તમારા શરીરમાં પોટેશિયમની ઉણપ થઇ રહી છે અને વધતા વજનને કારણે તમને કેળા કે બટાકા ખાવાનું મન થતું નથી તો આ લેખમાં જણાવાવમાં આવેલા ખોરાકને તમારા આહારમાં સામેલ કરો. કારણ કે તેમાં કેળા અને બટાકા કરતાં પણ વધારે માત્રામાં પોટેશિયમ જોવા મળે છે.
જે રીતે વિટામિન સી, પ્રોટીન, વિટામિન બી 12 ની જરૂર હોય છે, એવી જ રીતે પોટેશિયમ એ આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ મિનરલ્સ છે. તે બીપીને કંટ્રોલ કરે છે અને કોષોમાં પોષક તત્વોનું પરિવહન કરે છે. આ સિવાય તે નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓના કામમાં મદદ કરે છે.
પરંતુ મોટાભાગની સ્ત્રીઓને તેમના આહારમાંથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળતું નથી. જો કે, કેટલીક સ્ત્રીઓ શરીરમાં પોટેશિયમની માત્રાને પહોંચી વળવા માટે મધ્યમ કદના કેળા અથવા બટાકા તેમના આહારમાં લે છે. પરંતુ ઘણી સ્ત્રીઓને કેળા અને બટેટા ખાવાનું બિલકુલ પસંદ નથી હોતું, કારણ કે તે વિચારે છે કે તે ખાવાથી વજન વધી જશે.
આવી સ્ત્રીઓ વિચારે છે કે અમારે શું કરવું જોઈએ તો, અમે તમને જણાવી દઈએ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને કેળા અને બટાકા ગમતા નથી તો તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને પોટેશિયમની ઉણપને પૂરી કરી શકો છો.
તો ચાલો જાણીએ ક્યા એવા ખોરાક છે જેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, પરંતુ તે જાણતા પહેલા, સૌથી પહેલા જાણીએ કે શરીરમાં પોટેશિયમની ઉણપને કારણે તમને કઈ સમસ્યાઓ થઈ શકે છે. લોહીમાં પોટેશિયમની માત્રા ઓછી થાવને કારણે સ્નાયુઓમાં ખેંચાણ પણ થઈ શકે છે.
પોટેશિયમ શરીરમાં એસિડને દૂર કરે છે, જેના કારણે કેલ્શિયમ હાડકામાં યોગ્ય રીતે બને છે અને શરીરમાં જળવાઈ રહે છે. કેલ્શિયમના યોગ્ય સ્તરને કારણે હાડકાં સ્વસ્થ રહે છે તેથી જ પોટેશિયમ શરીરના હાડકાં અને સ્નાયુઓ માટે સારું માનવામાં આવે છે.
પરંતુ શરીરમાં પોટેશિયમની ઉણપને કારણે મેટાબોલિજ્મ અને રોગપ્રતિકારક શક્તિ ધીમી પડી જાય છે જેના કારણે તમારું શરીર અનેક રોગો અને ઇન્ફેક્શન સામે રક્ષણ નથી કરી શકતું અને તમે તેના શિકાર બની જાઓ છો. શરીરમાં ચયાપચય જાળવવા માટે મિનરલ્સ અને વિટામિન્સ એકસાથે કામ કરે છે જેમાંથી પોટેશિયમ પણ એક મહત્વપૂર્ણ મિનરલ્સ છે.
એવોકાડો : એવોકાડો એક પ્રખ્યાત ફળ છે જેને આખા વિશ્વમાં ખાવામાં આવે છે, જે હેલ્ધી ફેટ માટે જાણીતું છે, પરંતુ શું તમે જાણો છો કે એવાકાડો હેલ્ધી ફેટ સિવાય તે વિટામિન K અને ફોલેટનો ઉત્તમ સ્ત્રોત છે. શું તમે જાણો છો કે 100 ગ્રામ એવોકાડોમાં લગભગ 487 મિલિગ્રામ પોટેશિયમ જોવા મળે છે.
દિવસમાં એક એવોકાડો ખાવાના ઘણા ફાયદા છે, જેમાં શરીરની દરરોજની જરૂરિયાતના 20 ટકા પોટેશિયમ મેળવી શકાય છે. આ સાથે જે લોકોને હાઈ બીપીની સમસ્યા છે તેમણે મીઠાનું સેવન ઓછું કરીને એવોકાડોનું સેવન કરવાનું વધારવું જોઈએ. આનાથી તેમનું હાઈ બીપી બેલેન્સ થઈ શકે છે અને ઘણા ફળોની જેમ એવોકાડોમાં પણ સોડિયમની માત્રા ઓછી હોય છે.
શક્કરિયા : શક્કરિયા પૌષ્ટિક ખોરાકનું સેવન વધારવા માટે ઉત્તમ વિકલ્પ છે. નાના કદના શક્કરિયા તમને દરરોજની પોટેશિયમની જરૂરિયાતના 12 ટકા ભાગની જરૂરિયાત પૂરા પાડી શકે છે. પોટેશિયમ સિવાય પણ શક્કરીયા એ પ્રોટીન, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને વિટામિન Aનો ઉત્તમ સ્ત્રોત છે. શક્કરિયામાં ફેટની માત્રા ઓછી હોય છે.
તરબૂચ : તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તરબૂચમાં કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી અને ફાઇબર પણ હોય છે. આ સિવાય, શું તમે જાણો છો કે તેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચના 572 ગ્રામ ટુકડામાં તમને દરરોજની જરૂરિયાતના 14 ટકા પોટેશિયમ મળે છે. લાલ તરબૂચ વિટામિન A, C અને મેગ્નેશિયમનો એક સારો સ્ત્રોત છે.
પાલક : દરેક જણ જાણે છે કે પાલક સૌથી પૌષ્ટિક ખોરાકમાંથી એક છે. એક કપ ફ્રોઝન પાલકમાં 540 મિલિગ્રામ પોટેશિયમ હોય છે જે તમારી દૈનિક જરૂરિયાતના લગભગ 12 ટકાને પુરી કરી શકે છે. આ સિવાય પાલકમાં બીજા ઘણા પૌષ્ટિક તત્વો હાજર હોય છે. આટલી જ માત્રામાં તમને જરૂરી પોષણમાં વિટામિન A, વિટામિન K, ફોલેટ અને મેગ્નેશિયમ સમાન પ્રમાણમાં હાજર છે.
નારિયેળ પાણી : નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ કરવા માટે શ્રેષ્ઠ પીણું છે. તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલ કુદરતી ખાંડ કસરત દરમિયાન એનર્જી પ્રદાન કરવામાં મદદ કરે છે. એક કપ 240 મિલી નાળિયેર પાણી તમને પોટેશિયમની દૈનિક જરૂરિયાતના 13 ટકા પૂરું પાડી શકે છે. આ સિવાય નારિયેળ પાણી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને મેંગેનીઝનો ઉત્તમ સ્ત્રોત છે.
તમે પણ તમારા શરીરમાં પોટેશિયમની ઉણપને પૂરી કરવા માટે આ વસ્તુનોને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો. આવી જ આહાર સંબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. આવી જ બીજી કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને રેસિપી માટે જોડાયેલા રહો.