મોટાભાગના લોકોના ઘરોમાં પ્લાસ્ટિકની ખુરશીઓ હશે જ, જેનો અપને દરરોજ ઉપયોગ પણ કરીએ છીએછે. આપણે આ ખુરશીઓનો ઉપયોગ ઓફિસના કામ માટે અથવા કોઈ મહેમાન આવે ત્યારે કરીએ છીએ.
આવી સ્થિતિમાં જે રીતે ઘરની બીજી વસ્તુઓને સાફ કરવામાં આવે છે તે રીતે પ્લાસ્ટિકની ખુરશીઓને પણ સાફ કરવી ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં ઘણી વખત તે ગંદી પડી રહે છે અને જ્યારે ઘરે મહેમાનો આવે છે ત્યારે તેમને ગંદી ખુરશીઓ પર બેસવાનું કહીએ છીએ.
તેનાથી તમારી ઈમેજ તો ખરાબ થાય જ છે, પરંતુ ઘરમાં ગંદી ખુરશીઓ રાખવાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. કોરોનાના સમયગાળામાં સ્વચ્છતાનું મહરત્વ શું છે તે સમજી ગયા છો તો પોતાની સાથે વસ્તુઓને પણ સ્વચ્છ રાખવી જરૂરી છે. તો આજે અમે કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે મિનિટોમાં પ્લાસ્ટિકની ખુરશીઓ નવા ની જેમ ચમકાવી શકો છો.
1. બેકિંગ સોડા અને વિનેગરથી સાફ કરો : જો પ્લાસ્ટિકની ખુરશી ગંદકીને કારણે કાળી થઈ ગઈ હોય તો તમે તેને વિનેગર અને બેકિંગ સોડાથી સાફ કરી શકો છો. આ માટે તમારે પહેલા ગરમ પાણી કરો. ધ્યાન રાખો કે પાણી ઉકળે નહીં. હવે આ પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી વિનેગર મિક્સ કરો.
આ સાથે તેમાં ડિશ વૉશ લિક્વિડ પણ મિક્સ કરો. હવે આ મિશ્રણને સ્ક્રબરની મદદથી ઘસીને ખુરશીઓને સાફ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે એકવાર સાફ થઈ ગયા પછી ખુરશીઓ નવીની જેમ ચમકવા લાગશે.
2. નેઇલ પેઇન્ટ રીમુવરથી ખુરશી પરના ડાઘ દૂર કરો : પ્લાસ્ટિકની ખુરશીઓ પર સતત ઉપયોગ કરવાથી ઘણી વખત કાળા ડાઘા જામી જાય છે જે ડિટર્જન્ટથી સાફ કર્યા પછી પણ દૂર થતા નથી. આ માટે તમે નેલ પેઈન્ટ રીમુવરને કોટનમાં બોળીને ડાઘવાળી જગ્યા પર ઘસો અને તેનાથી છુટકારો મેળવો.
ખુરશીઓ પરના ડાઘા મિનિટોમાં જ દૂર થઇ જશે. જો કે દરેક જગ્યાએ નેઇલ પેઇન્ટ રીમુવરનો ઉપયોગ કરશો નહીં , ફક્ત તે જ જગ્યાઓ પર જ કરો જ્યાં હઠીલા ડાઘ જામી ગયા છે.
3. ટૂથપેસ્ટથી નિશાન દૂર કરો : ઘણી વાર બાળકો રમતી વખતે માર્કરથી ખુરશીઓ પર લખવાનું શરૂ કરે છે, જેના કારણે તેના પર નિશાનો બની જાય છે. તમે ટૂથપેસ્ટનો ઉપયોગ ખુરશીઓ પરના માર્કરના નિશાનને દૂર કરી શકો છો.
ટૂથપેસ્ટને બ્રશમાં લગાવીને થોડી મિનિટ ઘસો, પછી તેને કપડાથી લૂછી લો. આ પછી પણ જો નિશાન દેખાય તો તેને ફરીથી ટૂથપેસ્ટ લગાવીને સાફ કરી લો. એક કે બે વાર ટૂથપેસ્ટથી સાફ કરવાથી નિશાન દૂર થઈ જશે અને ખુરશી એકદમ પહેલાના જેવી નવી દેખાશે.
જો તમારા ઘરની ખુરશીઓ ગંદી હોય તો તમે અહીં જણાવેલી ટિપ્સની મદદથી તેને સાફ કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.