pedha ma sojo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોં આપણા શરીરનો એવો એક ભાગ છે જેનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ પછી ભલે તે ખાવાનું હોય કે કોઈ વ્યક્તિ માટે શબ્દો વ્યક્ત કરવા હોય. વ્યક્તિનું મોં આખો દિવસ કામ કરતુ જ રહે છે. પરંતુ જ્યારે મોં ની સંભાળ લેવાની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર તેના સ્વાસ્થ્યની અવગણના કરીએ છીએ.

ઘણી વખત આપણી આ બેદરકારીને કારણે દાંતના દુ:ખાવા, મો માં ચાંદા પડવાં અને પેઢામાં સોજા આવવાની સમસ્યા ઉભી થાય છે. આ લેખમાં અમે તમને પેઢામાં થતા સોજાને લગતા કેટલાક ઘરેલુ ઉપાયો વિષે જણાવીશું, જે સરળ હોવાની સાથે અસરકારક પણ છે.

પેઢામાં થતા સોજાના લક્ષણો

પેઢામાં લાલાશ, જ્યારે પેઢામાં દબાવવામાં આવે ત્યારે લોહી નીકળવું, મો માંથી દુર્ગંધ આવવી, દાંત અચાનક હલવા લગતા હોય વગેરે. પેઢામાં થતા સોજાને અટકાવવાના ઘરેલુ ઉપચાર.

1. મીઠાના પાણીથી કોગળા કરો

આપણે દરરોજ મીઠાનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ અને મીઠું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. ખાસ કરીને જો તમને શરીરના કોઈપણ ભાગ પર સોજો આવે, તો તમારે મીઠાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ કારણ કે તેમાં હીલિંગન ગુણો હોય છે.

શરીર પરના ઘા અને સોજો ઘટાડવામાં પણ ફાયદાકારક છે. જો મો ની અંદર કોઈ ઈજા થઇ હોય અથવા પેઢામાં સોજો આવે તો મીઠાના પાણીના કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. ચાલો જોઈએ કે તમે મીઠાના પાણીથી આ રીતે કોગળા કરી શકો છો.

સૌથી પહેલા પાણીને હૂંફાળું એટલે થોડું ગરમ કરી લો પછી તેમાં 1 ચમચી મીઠું નાખો. હવે આ પાણીથી 5 મિનિટ સુધી કોગળા કરો. તમે સવારે અને સાંજે આ ક્રિયાને વારંવાર કરી શકો છો. કોગળા કરતી વખતે મીઠું પાણી ન પીવું જે તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે.

2. લવિંગ તેલ

લવિંગ તેલ એન્ટી બેક્ટેરિયલ હોય છે અને તેમાં એન્ટીઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે. તમે તેનો ઉપયોગ પેઢાના સોજા પર કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે લવિંગ તેલ ખૂબ જ તેજ હોય છે. ક્યારેય તેના 1 થી 2 ટીપાંથી વધુ ઉપયોગ કરશો નહીં. આ તેલ પેઢા પર લગાવવાની સાચી રીત જાણવી પણ ખૂબ જરૂરી છે, તો ચાલો જાણીયે.

લવિંગનું તેલ આંગળીની ટોચ પર લો અને પેઢા પર હળવા હાથે મસાજ કરો, પછી તેને લગાવેલું રાખીને છોડી દો. તમે ઈચ્છો તો, આ તેલમાં એક ચપટી હળદર અથવા કાળા મરી પાવડર પણ ઉમેરી શકો છો.

આ ઘરેલુ ઉપાય અપનાવીને, તમને થોડા સમયમાં પેઢાના દર્દમાંથી રાહત મળશે. જો તમારી પાસે લવિંગનું તેલ ના હોય, તો ફક્ત 1 લવિંગ મો માં નાખીને તેને ચૂસતા રહો. આમ કરવાથી તમને પણ ફાયદો થશે.

3. હળદર

હળદરમાં દાંતનો સડો અને પેઢામાં દુખાવો પેદા કરવાવાળા બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા પણ છે. તમે પેઢાનો સોજો દૂર કરવા માટે મધ સાથે હળદર મિક્સ કરીને લગાવી શકો છો. આ હળદરનો સ્વાદ મો કડવું કરી નાખે છે. પરંતુ તમારે તેને ફક્ત 10-15 મિનિટ માટે મોમાં રાખવાનું છે પછી તમે કોગળા કરી શકો છો. હળદરમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી પછી પેઢા પર લગાવવાથી જલ્દી રાહત મળે છે.

આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા પાણીમાં આ 1 ચપટી વસ્તુ નાખીને કોગળા કરો, મોઢામાં રહેલા બધા ખરાબ બેક્ટેરિયા મરી જશે

4. એલોવેરા જેલ

એલોવેરા જેલથી પણ તમારા પેઢાના દુખાવામાં રાહત મેળવી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે અને તેનો સ્વાદ થોડો કડવો હોય છે. આ માટે એલોવેરા જેલમાં થોડું મધ મિક્સ કરી પછી તેને દુખાવાના ભાગ પર લગાવો.

જો તમે તેને થોડા સમય માટે મો ની અંદર લગાવીને રાખો છો, તો આ જેલ તમને દુખાવાથી ઝડપી રાહત આપી શકે છે. દિવસમાં ઓછામાં ઓછી બે વાર આ રીતે કરો. તમે પેઢાના સોજામાંથી ઝડપથી રાહત મેળવવા માટે, એલોવેરા સાથે એક ચપટી હળદર મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.

5. ગ્રીન-ટી

ગ્રીન-ટી પણ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી. જો તમારા દાંત સેન્સેટિવ છે અથવા પોલાણવાળા છે, તો ગ્રીન ટી તમારા દાંત માટે એક સુરક્ષાકવચ છે. જો તમને તમારા પેઢામાં કોઈ સમસ્યા હોય તો પણ તમે ગ્રીન-ટીનું સેવન કરી શકો છો.

જો તમારા પેઢામાં સોજાને કારણે દુખાવો થાય છે, ખાસ કરીને દાઢ નીકળવાના કારણે, તો તમારે ચોક્કસ ગ્રીન ટી લેવી જોઈએ. આ સોજો અને દુખાવો બંને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ગ્રીન-ટીમાં આદુને ઉકાળીને તેનું સેવન કરો છો, તો તે વધુ ફાયદાકારક છે કારણ કે આદુમાં એન્ટીઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે.

નોંધ- જો તમને તમારા પેઢામાં વધુ પડતો સોજો છે અને ઘરેલુ ઉપચારથી દૂર નથી થતો, તો તમારે દાંતના ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. દાંતના ડોક્ટર તમને યોગ્ય દવા આપીને તમારી આ સમસ્યા હલ કરી શકે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા