જો ઘરમાં નાના નાના બાળકો હોય તો ઘરને સંભાળવું ખુબ મુશ્કેલ બની જાય છે. મહિલાઓ તેમના દરરોજના જીવનનો મોટાભાગનો સમય વસ્તુઓને ગોઠવવામાં કાઢે છે, જેના કારણે તેમને મનમાં ઘણી વાર ચીડ પણ આવે છે. ઘણી વખત હતાશ થયેલી માતા બાળકો પર ગુસ્સે થઇ જાય છે.
એવામાં, બાળક માતા સાથે સમય પસાર કરવા માંગે છે અને જ્યારે માતા ઘરના કામમાં વ્યસ્ત હોવાથી બાળકને સમય આપી શકતી નથી. જો તમે આવી પરિસ્થિતિથી બચવા માંગતા હોય તો તમારા બાળકને વ્યવસ્થિત શીખવવા માંગતા હોય તો બાળકોને કેટલાક નાના કામો આપીને આ કામ સરળતાથી કરી શકાય છે.
આ રીતે બાળકોને કામ આપો : તમે બાળકોને પથારી કેવી રીતે વ્યવસ્થિત કરવી, કપડાં કેવી રીતે ઠીક કરવા, અલમારીમાં વસ્તુઓ યોગ્ય રીતે મૂકવી, તેના રમકડાં કેવી રીતે ગોઠવવા જેવા નાના-નાના કામો આપી શકો છો. જો બાળકો આ કામ કરતા થોડું ખોટું પણ કરે તો તેમને વધારે પડતું અટકાવશો નહીં.
જો બાળકને આ કામ કરવામાં કોઈ મુશ્કેલી હોય તો તેમને મદદ કરો. જ્યારે બાળકને આપવામાં આવેલું કામ પૂરું થઇ જાય તો તો તેના વખાણ જરૂર કરો, આનાથી તે ભવિષ્યમાં કોઈપણ કામ વધારે સારું કરવા માટે પ્રોત્સાહિત થશે.
શરૂઆતમાં બાળકો સારી રીતે કામ નથી કરી શકતા. જો તેઓ કામને સમજી શકતા નથી તો બાળકને મદદ કરો. બાળકને કપડાં કેવી રીતે ગોઠવવા, હેંગરમાં કેવી રીતે મૂકવા વગેરે વસ્તુઓ કેવી રીતે કરવી તે શીખવાડો.
જો તેઓ સ્કૂલમાંથી ઘરે આવ્યા હોય તો જોડીમાં મોજાં કેવી રીતે મૂકવું જેથી તે ખોવાઈ ન જાય, તે પણ શીખવાડો. પુસ્તકોને બુક શેલ્ફ પર મૂકતી વખતે તેમને બતાવો કે પુસ્તકોને યોગ્ય ક્રમમાં કેવી રીતે ગોઠવવા જોઈએ, પહેલા નાના, પછી મોટા અને પછી તેના કરતા મોટા.
મ્યુઝિક થી બાળકોનો મૂડ બનાવો : બાળકોને ઘરના કામ કરવામાં કંટાળો લાગી શકે છે. તેથી જ જ્યારે તમે તેમને કામ આપો ત્યારે કામની સાથે તેમનું મનપસંદ સંગીત વગાડો. તમે કામની વચ્ચે બાળક સાથે ડાન્સ પણ કરી શકો છો, તેનાથી બાળક કામ પણ શીખે છે અને કામ કરતી વખતે કંટાળો પણ નથી આવતો.
રમતા રમતા શીખી જશે બાળકો : બાળકોને તેમના કામ રમત જેવા બતાવો. જેમ કે તમે એક કામ આપો કે, કેવી રીતે બાળક બધા જૂતા ચંપલ બુટ વગેરેને તેની જગ્યાએ લાઈનમાં પાંચ મિનિટમાં મૂકે છે, પછી તમે તેને તેનું મનપસંદ ખોરાક બનાવીને ખવડાવશો.
કપડા સુકાવવાના હોય તો બાળક કેવી રીતે હેંગર અને સ્ટેન્ડ પર કપડા સુકાવે છે. જે રીતે જાદુગરો બાળકોનું મનોરંજન કરે છે તેવી જ રીતે તમે બાળકોને કામ કરાવો. જ્યારે બાળક કોઈ પણ કામ પૂરું કરે છે તો તેના વખાણ કરો અને ઇનામ પણ આપો, જેથી બાળક ભવિષ્યમાં ઘરના કામ ઉત્સાહથી ચાલુ રાખે.
કામ કામ શીખવાના ફાયદા : જ્યારે બાળકો ઘરકામ શીખે છે ત્યારે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. તેઓ પોતાની જાતમાં માને છે કે તેઓ પોતાની જાતે જ હેન્ડલ કરી શકે છે. આ કામોની અસર બાળકોની બોડી લેંગ્વેજમાં પણ જોવા મળે છે.
જ્યારે બાળકો કામ શીખે છે ત્યારે તેઓ જવાબદારી અનુભવે છે અને તે કામને સારી રીતે કરવા માટે પણ જાગૃત હોય છે. બાળકને કામ કરતી વખતે તેની શક્તિ અને નબળાઈઓનો અહેસાસ થાય છે અને તેના કારણે બાળકો પણ તેમના નબળા પાસાઓને સુધારવાનો પ્રયાસ કરે છે.
બાળકો કામ કરતી વખતે ઘણી નાની નાની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને જ્યારે તેઓ મુશ્કેલમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય શોધી કાઢે છે, ત્યારે તેઓ ભવિષ્યમાં આવનારી મોટી મુશ્કેલીઓનો સામનો કરવાથી ડરતા પણ નથી.
જો તમને પણ આ જાણકારી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી અને કિચન ટિપ્સ, રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.