parenting tips for child development
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કઈ વસ્તુથી તમારા બાળક પર સૌથી વધુ ખરાબ અસર પડે છે? ભલે આપણે ગમે તેટલી મહેનત કરીએ, પરંતુ કેટલીકવાર એક ભૂલ બાળકોના મન પર એવી અસર કરે છે કે તેઓ તેને જીવનભર તેને યાદ રાખે છે.

બાળકોના વર્તન અને તેમના વ્યક્તિત્વ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે ઘણા બાળકો પોતાના મનની વાત તેમના માતા-પિતાની સામે કહેતા પણ ડરે છે. વાલીઓની કેટલીક ભૂલો છે જે બાળકને જીવનભર તણાવ આપી શકે છે.

સંશોધન તેના વિશે શું કહે છે? વાલીઓની ભૂલો વિશે એક અભ્યાસ જણાવે છે કે 34% માતા-પિતાને બાળપણમાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તેથી તેઓ શારીરિક સજાનો ઉપયોગ કરવો યોગ્ય માને છે.

બાળકોને થપ્પડ મારવી એ એક માતાપિતા તરીકે સૌથી ખરાબ વર્તન છે. આવો બીજો અભ્યાસ સૂચવે છે કે જો બાળક ખૂબ જ જીદ્દી હોય તો તમારું શારીરિક શોષણ તમારા બાળકને વધુ હઠીલા બનાવી શકે છે. ચાલો જાણીએ માતાપિતાના કયા શબ્દો બાળકો પર સૌથી વધુ ઊંડી અસર કરે છે?

1. બાળકને બીજા સામે આમ તેમ કહેવું : જો કોઈ બીજાની સામે તમને કંઈક કહેવામાં આવે તો તમને સારું લાગશે? બાળક સાથે પણ આવું જ થાય છે અને તે ખૂબ જ શરમ અનુભવે છે જેના કારણે બાળક વધુ જીદ્દી અને બગડેલું અથવા દબાયેલ વ્યક્તિત્વ ધરાવતું બની શકે છે.

2. બાળકો પર હાથ ઉપાડવો: બાળ દુર્વ્યવહારની અસર ખૂબ જ ઊંડી હોય છે અને તમે કલ્પના કરી શકતા નથી કે તમારું બાળક તેને કેવી રીતે લેશે. શક્ય છે કે તમારા બાળકને આના કારણે જીવનભર સહન કરવું પડે અને તેના મગજમાં હંમેશા તે વાતનો ડર બેસી જાય.

થપ્પડ એ બાળકની દરેક સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે. આ સિવાય બાળકોની સામે એકબીજા સાથે લડવું, દારૂ પીવો વગેરે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ બાળકના મન પર ઊંડી અસર છોડી શકે છે.

3. બીજા બાળકો સાથે સતત સરખામણી: તમારા બાળકમાં કંઈક વિશેષ હોઈ શકે છે, પરંતુ જો તમે હંમેશા તેની સરખામણી બીજા બાળક સાથે કરતા રહેશો તો સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં બાળકની અંદર બીજા કરતા નીચું સમજવા લાગે છે.

4. પૈસા ઝાડ પર ઉગતા નથી: બાળકો નાના છે અને તેઓ જીદ તો કરશે જ. તેમને કાળજીપૂર્વક સમજાવવું જરૂરી છે. ‘પૈસા ઝાડ પર નથી ઉગતા’ એમ કહીને તેમને સીધું ધમકાવો નહીં, બાળકોને સીધી ઠપકો આપવાને બદલે તમારી પરિસ્થિતિ વિશે જણાવો.

5. હંમેશા બાળકો પર ઉપકાર બતાવવો : બાળકો પર તમે હંમેશા એવું અહેસાન ના બતાવી શકો કે તમે તેમનો સારો ઉછેર કરી રહયા છો અથવા તેમને આ દુનિયામાં લાવ્યા છો. તે તમારી પસંદગી હતી કે તમે બાળકને જન્મ આપ્યો. તેને હંમેશા એવું અહેસાસ કરાવવો યોગ્ય નથી કે તમે તેના પર ઉપકાર કરી રહ્યા છો.

6. હંમેશા તમારી જાતને સાચી માનવી : બાળકોનો ઉછેર ગમે તેટલો સારી રીતે થયો હોય પરંતુ એક ભૂલ જે મોટાભાગના માતા-પિતા કરે છે તે એ છે કે તેઓ હંમેશા તેમના બાળકના શબ્દોને ખોટા અને પોતાને સાચા માને છે. આ યોગ્ય નથી અને તેના કારણે પણ બાળકની સમસ્યા વધુ વધી શકે છે.

7. બાળકોને અહેસાસ કરાવવો કે તેઓ પોતાની જાતે કંઈ કરી શકતા નથી: તમે હંમેશા બાળકોને અહેસાસ ન કરાવી શકો કે બાળકો પોતાની મેળે કંઈ કરી શકતા નથી. મોટા ભાગના વાલીઓ બાળકોને એ વાત કહેવાનો પ્રયત્ન કરે છે કે તેઓ બાળકો માટે કેટલું બધું કરી રહ્યા છે અને તેમના બાળકો તેમના કામનું આ પરિણામ આપી રહ્યા છે અને બરાબર ભણતા નથી વગેરે વગેરે.

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારું બાળક ગમે તેટલી જીદ કરે, તેના વર્તનને નિયંત્રિત કરવા માટે બીજી પદ્ધતિઓ અપનાવો. ધ્યાનમાં રાખો કે બાળકને હંમેશા સ્નેહ અને થોડી કડકતાથી નિયંત્રિત કરી શકાય છે. જો તમને આ જાણકરી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા