માતાપિતા બન્યા પછી તમારે આ 4 પડકારોનો સામનો કરવાનો જ છે, તો અત્યારથી જ તૈયારી શરુ કરી દો

parenting tips after marriage in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક વ્યક્તિ માટે માતાપિતા બનવું એ કદાચ વિશ્વનો સૌથી મોટો આનંદ હોય છે. પરંતુ આ ખુશી તેની સાથે મોટી જવાબદારી પણ સાથે લઈને આવે છે. બાળકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ માતા-પિતાની ફરજ હોય છે.

આ સાથે તમારે બાળકના શ્રેષ્ઠ ઉછેર દ્વારા સારા ગુણો કેળવવાના પણ હોય છે. એટલું જ નહીં, તમારે પેરેન્ટિંગ દરમિયાન અનેક નાના-મોટા પડકારોનો સામનો કરવો જ પડે છે. કેટલીકવાર આ મુશ્કેલીઓ એટલી જટિલ હોય છે કે તમે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી અને કેટલીકવાર તમે ધીરજ ગુમાવી બેસો છો.

આવી સ્થિતિમાં તમારું વલણ બાળક પર પણ નકારાત્મક અસર છોડે છે. તો ચાલો જાણીએ પેરેન્ટિંગના આવા જ કેટલાક પડકારરૂપ મુદ્દાઓ વિશે, જેનો દરેક માતાપિતાએ સામનો કરવો પડે જ છે.

ચંચળ સ્વભાવ : નાના બાળકોની માતાએ જે બાબતનું સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય છે તે છે બાળકોની હરકતોનું. વાસ્તવમાં, નાના બાળકો ખૂબ જ રમતિયાળ અને માસુમ સ્વભાવના હોય છે અને તેથી તેમના પર નજર રાખવી પડે છે. ઘણી વખત આપણું સહેજ પણ ધ્યાન હટે છે તો તેઓ પોતાને પણ ઈજા પહોંચાડે છે.

ખાસ કરીને જો માતા-પિતા નોકરી કરતા હોય તો તે ખરેખર એક મોટો પડકાર બની જાય છે કારણ કે બાળકોને ઘરમાં એકલા છોડી શકાય નહીં અને કોઈ અજાણ્યા વ્યક્તિના ભરોસે બાળકને છોડવું એ પણ ખૂબ જોખમી હોય છે.

વાત ન માનવી : બાળક તમારી દરેક વાત માની લે, આવું ભાગ્યે જ જોવા મળે છે. ઘણીવાર બાળકો તેમના માતા-પિતાની વાતનું પાલન કરવાની ના પાડે છે. કેટલાક બાળકો સ્વભાવે ખૂબ જ જીદ્દી હોય છે અને એકવાર જીદ પકડી લે છે તો કોઈની વાત સાંભળતા પણ નથી.

આવી સ્થિતિમાં, માતા-પિતા બાળકની જીદ સ્વીકારે છે અથવા તેને જોરશોરથી ઠપકો આપે છે. પરંતુ તેના બદલે તમે બાળક પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરો કે તે તમારી વાત કેમ નથી સાંભળી રહ્યો. તમે તેમને જે પણ કરવા કહો છો તેના માટે તમારી પાસે મજબૂત કારણ હોવું જોઈએ, ત્યારે જ તમે બાળકને સાંભળવા માટે રાજી કરી શકો છો.

સંતુલન બનાવવું : માતા-પિતા બન્યા પછી દરેક મહિલાએ પોતાના જીવનમાં વધારે સંતુલન રાખવું પડે છે. પછી ભલે તે તેમની ઓફિસ અને અંગત જીવનની વાત હોય કે પછી માતા-પિતા અને બાળકો સાથેની મિત્રતાના સંબંધને સંતુલિત કરવાની વાત હોય.

ક્યારેક તમારે તમારા બાળકને મિત્ર તરીકે સાથ આપવો પડશે, તો ક્યારેક માતા-પિતા બનીને, તમારે તેને દુનિયાની ખરાબીઓથી બચાવવા અને તેનામાં સારા ગુણો કેળવવા પડશે. આ કામ થોડું મુશ્કેલ છે, પરંતુ તમે તમારી સમજણ સાથે તમારા જીવનને સંતુલિત કરવાનું શીખી જાઓ છો.

ફાઈનાન્સિયલ પ્લાનિંગ : આ પડકાર ભલે બાળકના સ્વભાવ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ માતાપિતા તરીકે તે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હોય છે. કારણ કે બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેના ખર્ચા પણ આવે છે.

તમે જરા વિચારો કે કૉલેજ પછી, જો તમારું બાળક અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે, તો તે સમયે તમે તેના માટે આર્થિક રીતે તૈયાર ન પણ હોઈ શકો. એટલા માટે તમે શરૂઆતથી જ નાણાકીય આયોજન કરવાનું શરુ કરો તે ખૂબ જરૂરી છે.

તો તમે પણ તાજેતરમાં માતાપિતા બન્યા છો અથવા બનવાનું પ્લાનિંગ કરી રહયા છો તો આ ઉપર જણાવેલ પડકારો દરેકના જીવનમાં આવવાના છે, તો તેની તૈયારી આજથી શરુ કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.