આજે તમને બતાવીશું કે પાણીપુરી ની પુરીનો લોટ કેવી રીતે બાંધવો, તેને કેવી રીતે મશરવો, પુરીને કેવી રીતે વણવી અને કેવી રીતે તળવી આ બધી રીત તમને જણાવીશું. તો એકદમ બજાર કરતા પણ સારી ફૂલેલી પાણીપુરી બનાવતાં શીખી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.
- સામગ્રી:
- ૧૬૦ ગ્રામ દાનેદાર રવો
- ૨-૩ ચમચી મેંદો
- અડધી ચમચી બેકિંગ સોડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- એક ચમચી તેલ
- પાણી
પાણીપુરી ની પુરી બનાવવાની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં રવા સાથે મેંદો, બેકીંગ સોડા,મીઠું અને ચમચી તેલ એડ કરી બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લો. હવે લોટ બાંધવા માટે પાણી એડ કરી લોટ બાંધી લો. અહિયાં લોટ તમારે ઢીલો બાંધવાનો નથી. લોટ ઢીલો હસે તો પુરી ક્રિસ્પી નહિ બને.
હવે બરાબર પુરી નાં લોટ ને મસળી લો. અહિયાં લોટ બહુ ઢીલો કે કઠણ ન રહે તે રીતે તેને મસળી લો. લોટ બંધાઈ ગયા પછી તેને ૩૦ મીનીટ સુધી મુકી રાખો જેથી તે પુરી બનાવવા માટે તૈયાર થઈ જાય. ૩૦ મીનીટ પછી લોટ લઈ તેને ૨ મીનીટ માટે મસળી લો. હવે લોટ ને ચપ્પાથી કાપી ૩-૪ ટુકડાં કરી લો.
હવે કોઈ એક ટુકડો લઈ બાકીના લોટના ટુકડાઓને ઢાંકી લો જેથી તે સુકાઈ ના જાય. હવે લીધેલા ટુકડાને વેલણ ની મદદથી મોટાં ગોળ શેપ માં પાતળી વણી લો. અહિયાં તમારે બધી બધું બાજુથી સરખી રીતે પાતળી વણી લેવો. હવે વાટકી ની મદદ થી એક સાઇઝ ની પુરીને કટ કરી લો. હવે કટ કરેલી પુરીને તરત જ ઢાંકી દો જેથી તે સુકાઈ ના જાય.
હવે એક પેન મા તેલ લઈ તેલ ને ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે તેના પુરી ને એડ કરી ધીમા તાપે તળી લો. તો અહિયાં તમારી બજાર કરતા પણ સારી એકદમ ફુલેલી અને ક્રિસ્પી પુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ પુરીને ને ૩૦-૪૦ મીનીટ સુધી બહાર રાખી તેને એર કન્ટેનર માં ભરી ને મુકી દો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.