નાશ લેતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, ગમે તેવા બંધ નાક તરત જ ખુલી જશે

nash levani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઠંડીની ઋતુમાં લોકોને વારંવાર ઉધરસ અને શરદી થઇ જાય છે. લોકો ઘણીવાર શરદી થાય ત્યારે તરત જ દવા લેતા હોય છે. પરંતુ તેની સાથે નાશ લેવાથી પણ ફાયદા થાય છે. આ તમારા નાકને ખોલે છે અને તમને સારી રીતે શ્વાસ લેવામાં મદદ કરે છે, જેનાથી તમે વધુ હળવાશ અનુભવો છો. જો કે ઠંડીથી રાહત મેળવવા માટે લોકો પાણીનો નાશ લેતા હોય છે.

તે સાચું છે કે પાણીની વરાળ રાહત આપે છે, પરંતુ જો તમે પાણીમાં અમુક વસ્તુઓ ઉમેરો છો તો વધુ અસરકારક સાબિત થાય છે. તેથી, આ લેખમાં, અમે તમને જણાવી રહ્યા છે કે શરદીથી રાહત મેળવવા માટે તમે નાશ લેતી વખતે પાણીમાં કઈ કઈ વસ્તુઓને ઉમેરી શકો છો.

અજમો : જો તમને વધારે શરદી થઇ ગઈ છે અને તમે સનાશ લેવાનું વિચારી રહયા છો તો પાણીમાં એકથી બે ચમચી અજમો નાખીને લેવાથી વધુ ફાયદો થાય છે. અજમો એન્ટી-ઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે અને તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો પણ છે. જેના કારણે જો અજમાની વરાળ લેવામાં આવે તો આવી સ્થિતિમાં છાતીનો કફ દૂર કરવાની સાથે શરદીથી પણ રાહત મળે છે.

આ માટે તમે સૌથી પહેલા એક વાસણમાં પાણી અને અજમો નાખીને ઉકળવા દો. જ્યારે વરાળ નીકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને ટુવાલથી તમારો મોં ઢાંકીને પછી તે પાણીની વરાળ લો. તમને તરત જ ફરક જોવા મળી શકે છે.

તુલસીને પાણીમાં નાખો : જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તમે શરદીથી રાહત મેળવવા માટે તુલસીના પાણીની વરાળ લઈ શકો છો. ખાંસી અને શરદીમાં લોકો તુલસી અને આદુની ચા પીવાનું પસંદ કરે છે. તેવી જ રીતે તુલસીની વરાળ પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે એક વાસણમાં પાણી અને તુલસીના પાનને ઉકાળીને પછી ગેસ બંધ કરીને તે પાણીથી વરાળ લો.

અજમો, હળદર અને તુલસી : જો તમે જલ્દી જ અસરકારક ઉપાય શોધી રહયા છો તો આ ઉપાય અપનાવવો જોઈએ. આ માટે એક વાસણમાં પાણી નાખો અને તેમાં એક ચમચી અજમો, અડધી ચમચી હળદર અને થોડા તુલસીના પાન નાખીને ઉકળવા દો. પછી ગેસ બંધ કરો અને તમારા ચહેરાને ટુવાલથી ઢાંકીને વરાળ લો. તમે પહેલી વારમાં જ ફરક જોવા મળશે.

અજમો અને આદુ : ઠંડીવાળા વાતાવરણમાં આદુનું સેવન કરવાથી તમને મોસમી રોગોથી બચાવવામાં મદદ મળે છે. પરંતુ જો તમને શરદી હોય તો તમે પાણીમાં અજમો અને આદુ ઉમેરી શકો છો. આ માટે પહેલા થોડું આદુ લો અને તેને છીણી લો. હવે આ છીણેલા આદુને પાણીમાં નાખો અને તેમાં એક ચમચી અજમો ઉમેરો.

આ પાણીની સ્મેલ ખૂબ જ તીવ્ર હોય છે અને તે શરદી તેમજ સાઇનસ અને હળવા માથાનો દુખાવોમાં તરત જ રાહત આપે છે. તો હવે જ્યારે પણ તમે નાશ લો ત્યારે તેમાં આ વસ્તુઓ ઉમેરવાનું ભૂલશો નહીં. જો તમને પણ આ ઉપાયો ઉપયોગી લાગ્યા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.