face pack banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં સામાન્ય રીતે બધા લોકોને ડ્રાયસ્કિનની સમસ્યા રહે છે. ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે અને તમે આ માટે બજારોમાંથી મોંઘી વસ્તુઓ પર પૈસા ખર્ચ કરવા લાગી જાઓ છો. શું તમે ક્યારેય ઘરમાં જ ડ્રાયસ્કિનને કેવી રીતે દૂર કરી શક્ય તેનો ઉપાય શોધવાનું વિચાર્યું છે? શિયાળામાં પણ તમારા ચહેરાને ચમકદાર દેખાય તે માટે તમારે ફેસ પેક લગાવવું જોઈએ.

બીજી તરફ તમારા ચહેરાની ડ્રાયસ્કિન માટે મુલતાની માટીનો ફેસ પેક લગાવાથી તે તમારી સમસ્યાને થોડી હળવી કરી શકે છે. મુલતાની માટી એ કુદરતી સામગ્રી છે અને તે ડ્રાયસ્કિનને નરમ અને કોમળ બનાવવા માટે સારું હોઈ શકે છે. અત્યાર સુધી તમે ઓઈલી સ્કિન પર મુલતાની માટીના ઉપયોગ વિશે તો સાંભળ્યું જ હશે.

હવે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે મુલતાની માટી ડ્રાયસ્કિન પર કેવી રીતે કામ કરશે અને તેના ફેસ પેક તૈયાર કરવા માટે કઈ વસ્તુઓ સાથે મિક્સ કરવું પડશે તે પણ અમે તમને જણાવીશું. હવે તમને શિયાળો પરેશાન નહીં કરે કારણકે આ ફેસ પેક લગાવવાથી તમારી ત્વચા પણ એકદમ ફ્રેશ દેખાવા લાગશે.

1. મુલતાની માટી અને સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરીમાં ઘણા પોષક તત્વોનો ખજાનો છે. તેમાં હાજર વિટામિન-સી સારું એન્ટીઑકિસડન્ટ છે અને વિટામિન-ઇ ડ્રાયસ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ખાસ કરીને સંવેદનશીલ ત્વચા માટે સારું છે કારણ કે તે બળતરાને શાંત કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે.

જરૂરી સામગ્રી : સ્ટ્રોબેરી 2-3 મેશ કરેલી, મુલતાની માટી 1 ચમચી અને મધ 1 ચમચી વિધિ : એક બાઉલમાં આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એક જાડી પેસ્ટ બનાવો. હવે આ પેકને ચહેરો સાફ કરીને તેના પર લગાવો અને 15 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. 15 મિનિટ પુરી થઇ ગયા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

2. મુલતાની માટી અને દૂધનો ફેસ પેક માટે : આ ફેસ પેક તમારી ત્વચાને ઊંડેથી સાફ કરે છે અને પોષણ પણ આપે છે જેથી ત્વચામાં ચમક આવે. દૂધમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે શુષ્ક ત્વચા અને ખંજવાળવાળી ત્વચાથી છુટકારો અપાવે છે. દૂધમાં હાજર લેક્ટિક એસિડ ત્વચામાં રહેલા મૃત કોષોને દૂર કરે છે અને ત્વચામાં નમી જાળવી રાખવામાં મદદ કરે છે.

સામગ્રી : મુલતાની માટી 2-3 ચમચી, દૂધ 2-3 ચમચી, લીંબુનો રસ 2 ટીપાં

વિધિ : આ બધી સામગ્રીને એક બાઉલમાં લઈને સારી રીતે મિક્સ કરો પણ ધ્યાન રાખો કે તેમાં કોઈ ગઠ્ઠો ના રહે. હવે તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. ફક્ત તેને તમારી આંખોથી થોડું દૂર રાખો તેનું ધ્યાનમાં રાખો. આ ફેસપેકને ઓછામાં ઓછા 15 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવેલું રાખો. પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકને લગાવી શકાય છે.

3. મુલતાની માટી અને મધ ફેસ પેક : મધ એ કુદરતી સ્ત્રોત છે જે સરળતાથી તમારી ત્વચામાં પ્રવેશ કરી તેને સોફ્ટ બનાવે છે. શુષ્ક ત્વચામાં નમીનો ભાવ હોય છે અને તે માટે મધ એક ઉત્તમ વસ્તુ છે જે તમારી ત્વચામાં ભેજને સીલ કરીને કોમળ બનાવે છે. કાચું મધ એક કુદરતી એક્સ્ફોલિયેટર છે જે તમારા ચહેરા પરથી શુષ્ક, નિસ્તેજ ત્વચાના કોષોને દૂર કરે છે.

સામગ્રી : મુલતાની માટી 2 ચમચી, મધ 2 ચમચી, કાચી હળદર પાવડર 1 ચમચી

વિધિ : સૌથી પહેલા એક બાઉલમાં મુલતાની માટી અને હળદર મિક્સ કાર્ય પછી તેમાં મધ અને થોડું પાણી નાખીને મિક્સ કરો. હવે આ ફેસ માસ્કને તમારા ગાલ, કપાળ અને આખા ચહેરા પર હળવા હાથે લગાવો. તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ટુવાલને નવશેકા પાણીમાં બોળીને ચહેરો સાફ કરો. ડ્રાયસ્કિનને કોમળ ત્વચા બનાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત આ ફેસપેકને લગાવો.

4. મુલતાની માટી અને નારંગીની છાલ ફેસ પેક : રૂખી ત્વચાની સૌથી મોટી સમસ્યા એ છે કે મૃત કોષો તમારી ત્વચાને બેજાન બનાવી દે છે. એટલા માટે તમારે તમારી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને નિયમિતપણે એક્સ્ફોલિયેટ કરવાની જરૂર છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ એક્સફોલિએટિંગ ફેસ પેકનો ઉપયોગ જરૂર કરો.

સામગ્રી : મુલતાની માટી 2 ચમચી, નારંગીની છાલનો પાવડર 2 ચમચી, નારંગી એસેન્સિયલ ઓઇલ 3-4 ટીપાં

વિધિ : સૌથી પહેલા આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. જો પાણીની જરૂર હોય તો થોડું પાણી પણ લઇ શકાય છે. ફેસ પેક લગાવતા પહેલા તમારા ચહેરાને ક્લીંઝરથી સાફ કરો અને પછી ફેસ પેક લગાવો. લગાવ્યા પછી તેને ઓછામાં ઓછો અડધો કલાક સુધી રહેવા દો.

પછી હાથને હળવા ભીના કરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. માલિશ કરતી વખતે તમારી આંગળીઓને ગોળાકાર ગતિમાં ગુમાવો. હવે લગભગ 1 થી 2 મિનિટ સુધી આમ કર્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તો તમે પણ એક વાર ટ્રાય કરી જુઓ પછી જુઓ કે શુષ્ક ત્વચાની સમસ્યાને હેન્ડલ કરવી કેટલું સરળ છે. આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે પણ ચમકદાર, કોમળ અને મુલાયમ ત્વચા મેળવી શકો છો.

નોંધ: એવું પણ બની શકે છે કે આ ઉપાયો દરેક માટે કામ ના કરી શકે. જો તમને પણ કોઈપણ વસ્તુથી એલર્જી હોય અથવા ત્વચાની બીજી કોઈ સમસ્યા હોય તો આ ઉપાયો અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા