multani mitti face mask
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માટી ખૂબ જ ઉપયોગી છે અને જો આપણે બ્યુટી અને સ્કિન કેર વિશે વાત કરીએ તો સદીઓથી, માટીનો ઉપયોગ વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે. જો કે તમે પણ મુલતાની માટીના ફાયદાઓ વિશે જાણતા હશો, જેનો ઉપયોગ આપણે ઘરેલુ ફેસપેકમાં કરીએ છીએ.

માટી ઓઈલી ત્વચા માટે ખૂબ સારી માનવામાં આવે છે કારણ કે તે શોષી લે છે. ત્વચાની ચીકાશ માટીથી ઘટાડી શકાય છે અને પ્રાકૃતિકતાને કારણે ત્વચા ડિટોક્સિફાય થાય છે. માટીના પણ ઘણા પ્રકાર હોય છે અને કેટલાકમાં ત્વચાને ઠંડક આપે છે, કેટલીક ખનિજોથી ભરપૂર હોય છે, કેટલાક ત્વચાને શુદ્ધ કરે છે અને કેટલીક ત્વચાને ટાઈટ બનાવે છે.

તમારી ત્વચા પર કેવા પ્રકારની અસર કરશે તે વિવિધ પ્રકારની માટી અને માસ્ક પર આધાર રાખે છે. માટી ઘણા રંગોમાં અને ક્વોલિટીમાં આવે છે અને તેમાં હાજર મિનરલ્સને કારણે તેનો રંગ બદલાય છે. પરંતુ તમારી સ્કિન પ્રમાણે તમે માટીનો ત્વચા પર કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે. તો ચાલો આ લેખમાં વિવિધ પ્રકારની માટી વિશે જાણીયે.

મુલતાની મિટ્ટી માસ્ક : સૌથી પહેલા વાત કરીએ મુલતાની માટીના માસ્ક વિશે તો મુલતાની માટીનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને તે કુદરતી સામગ્રી હોવાને કારણે વધુ પ્રખ્યાત છે.

ઓઈલી સ્કિન માટે મુલતાની મિટ્ટી માસ્ક : જો તમારી ત્વચા ઓઈલી હોય તો આ માસ્ક ફાયદાકારક થઈ શકે છે. તેના માટે મુલતાની માટીને ગુલાબજળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને આંખો અને હોઠની આસપાસનો વિસ્તાર છોડીને ચહેરા પર લગાવો. જ્યારે સુકાઈ જાય એટલે ધોઈ લો.

ખીલ વાળી ત્વચા માટે ફેસ પેક : ખીલ વાળી ત્વચા માટે પણ મુલતાની માટીનો એક અલગ પ્રકારનો માસ્ક બનાવી શકાય છે તો, આ માટે ચંદનની પેસ્ટ, ગુલાબજળ, લીમડાનો પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. જયારે સુકાઈ જાય એટલે તેને ધોઈ લો.

ખીલના ડાઘ માટે ફેસ પેક : એક બાઉલ લો. તેમાં મુલતાની માટી નાખીને એક ચમચી લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવા દો. સુકાઈ ગયા પછી તેને ધોઈ લો.

કેઓલિન ક્લે માસ્ક : મુલતાની માટીની જેમ કેઓલિન માટી પણ સ્કિન કેર માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જાણો આનાથી કેવી રીતે માસ્ક બનાવી શકાય છે.

તમામ પ્રકારની ત્વચા માટે : થોડી એલોવેરા જેલ સાથે 1 ચમચી કેઓલિન માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. જો તમને ખીલ છે તો આ મિશ્રણમાં ટી ટ્રી ઓઈલના 2 ટીપાં જરૂર ઉમેરો.

ડ્રાઈ સ્કિન માટે માસ્ક : જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે 2 ચમચી કેઓલિન પાવડરને 1 ચમચી મધ અને દહીંમાં ભેળવીને પેસ્ટ બનાવીને તમારા ચહેરા પર લગાવો અને ત્યાર બાદ જ્યારે તે સુકાઈ જાય તો ચહેરાને ઠંડા પાણીથી ધોઈને સુકવી લો.

ખીલ વાળી ત્વચા માટે માસ્ક : જો તમારી ત્વચા પર ખીલ થવાની સંભાવના હોય તો 2 ચમચી કેઓલિન પાવડર, 2 ચમચી ગુલાબજળ, અડધી ચમચી શુદ્ધ ગ્લિસરીન અને એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. જયારે સુકાઈ જાય એટલે ધોઈ લો.

આ બધા પેક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો. કારણ કે આવા પેક ઘણા લોકોની ત્વચાને સૂટ થતા નથી. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા