આ લેખમાં એક એવા મુખવાસ વિશે વાત કરવાની છે કે જે તમારા સાંધાના દુખાવા, હાડકાંને લગતી કોઈપણ મોટી તકલીફથી તમને છુટકારો આપી શકે. આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે એટલે તમારે કેલ્શિયમની ગોળીઓ પણ ખાવાની જરૂર નહીં પડે.
જો આખું વર્ષ આ મુખવાસ રોજ રાત્રે જમ્યા બાદ એક ચમચી ખાઈ લેશો તો તમારા સાંધા અને હાડકાને લગતી કોઈપણ પ્રકારની બીમારી દૂર થઇ જશે. આ સાથે સાથે જમ્યા બાદ તમને ગેસ કે એસીડિટી જેવી નાની-મોટી સમસ્યા થતી હોય અને આ મુખવાસ ખાઈ લેશોતો તમને 95 ટકા સુધીનો ફાયદો મળી જશે.
ત્યાર બાદ જે લોકોની પાચનશક્તિ નબળી છે, જે ખોરાક આપણે ખાઈએ એ ખોરાક વ્યવસ્થિત પચતો નથી. વધારે પડતી કબજિયાત કે ઝાડા થઈ જતા હોય, આવી નાની-મોટી પેટને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો તમારા માટે આ મુખવાસ રામબાણ સાબિત થઈ શકે છે.
તો જાણીએ કે આ કયો મુખવાસ છે, આ મુખવાસન કેવી રીતે બનાવવો અને કઈ વસ્તુનો ઉપયોગ કરી બનાવવો તે જોઈએ. સૌ પ્રથમ સૌથી વધારે જે વસ્તુ નો ઉપયોગ કરવાનો છે કે જે તમારા હાડકા ને લગતી તકલીફને દુર કરે, જેની અંદર વધારે પડતું કેલ્શિયમ છે.
જે તમારા શરીરમાં પ્રોટીન જેવી નાની-મોટી સમસ્યાઓ છે જે તત્વોની ઉણપ છે તેને પૂર્ણ કરે તો વસ્તુ છે સફેદ અને કાળા તલ. આ બને તલ સફેદ અને કાળા આપણા શરીરને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડે છે.
હવે જાણીએ કે કેવી રીતે ઉપયોગ કરવો. સૌ પ્રથમ 25 ગ્રામ જેટલા કાળા તલ અને 20 થી 40 ગ્રામ જેટલા સફેદ તલ લેવાના છે. બંનેને તમારે વ્યવસ્થિત શેકવાના છે. તાલ દાજી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. થોડાક જ શેકવા.શેકાયેલા તાળાને એક વાસણમાં લઇ લેવા.
ત્ત્યાર બાદ બીજી વસ્તુ છે વરિયાળી. વરિયાળીને ૩૦ થી ૪૦ ગ્રામ જેટલી લેવાની અને તેને પણ શેકી લેવાની છે. શેકેલી વરિયાળીને શેકેલા તલ સાથે મિક્સ કરી દેવાની છે.
ત્રીજી વસ્તુ છે અજમો. 10 થી 20 ગ્રામ અજમો લેવાનો છે. અજમાને તમારે ફરજીયાત લેવાનો છે. ઘણા લોકોને અજમો ભાવતો નથી પરંતુ અહીંયા મુખવાસમાં તમારે અજમો ફરજીયાત લેવાનો છે. અજમાને પણ શેકી દેવાનો છે. અજમો શેકાઈ જાય એટલે તેને પણ મિક્સ કરેલા વરિયાળી અને તલના મિશ્રણમાં મિક્સ કરી દો.
આ મિક્સ કરેલી વસ્તુને તમારે એક ડબ્બામાં કે બરણીમાં પેક કરી લેવાની છે અને જયારે પણ તમે રાતે જમીને ઉભા થાઓ છો ત્યારે આ મુખવાસ તમારે ખાવાનો છે. આ મુખવાસ ખાવાથી તમારા હાડકા ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય છે, સાંધાના દુખાવા, પાચનશક્તી નબળી હોય તો એનાથી પણ તમને છુટકારો મળી જાય છે.
તમારા શરીરના બંધારણ માટે, બાળકો અને પુરૂષો માટે ખૂબ જ ઉપયોગી મુખવાસ છે. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.