શું તમે પણ ઘરે સ્ટ્રી મોહનથાળ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને મોહનથાળ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
- ચણાનો લોટ – 2 વાટકી
- ઘી – 6 ચમચી
- દૂધ – 1/2 કપ
- ખાંડ – 2 કપ
- પાણી
- કેસરના દોરા
- ઈલાયચી પાવડર
મોહનથાળ બનાવવાની રીત બતાવો – Mohanthal Banavani Rit Gujarati
- બેસ્ટ મોહનથાળ બનાવવા માટે એક મોટો બાઉલ અથવા તાસ લો, તેમાં 2 કપ ચણાનો લોટ અને 3 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરો.
- હવે 1/2 કપ દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે ચણાના લોટને ચાળણીની મદદથી ગાળી લો.
- હવે ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં ચણાનો લોટ નાખીને ધીમી આંચ પર સારી રીતે સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
- ચણાનો લોટ સોનેરી થઈ જાય પછી, ગેસ બંધ કરો અને તેને બાઉલમાં કાઢી લો.
આ પણ વાંચો: કોપરા પાક બનાવવાની રીત
- હવે ગેસ પર એક પેન મૂકો, તેમાં 2 કપ ખાંડ અને 1 કપ પાણી ઉમેરો અને મધ્યમથી ઊંચી આંચ પર પકાવો.
- હવે તેમાં કેસરના દોરા, ઈલાયચી પાવડર અને 2 ચપટી ખાવાનો કેસરી રંગ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- જ્યારે ચાસણી ચીકણી થઈ જાય ત્યારે તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- થોડીવાર રાંધ્યા બાદ તેમાં 3 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- જ્યારે મોહનથાળનું મિશ્રણ પેન છોડવાનું શરૂ કરે, ત્યારે ગેસ બંધ કરી દો અને મોહનથાળ નું મિશ્રણ એક સ્મૂધ પ્લેટમાં કાઢી લો.
- હવે બરફીને સમતલ પાથળીને તેની ઝીણા સમારેલા પિસ્તા અને બદામથી ગાર્નિશ કરો.
- 15 મિનિટ પછી મોહનથાળને ચેક કરો અને તેના નાના ટુકડા કરી લો.
- હવે તમારો મોહનથાળ બનીને તૈયાર છે અને તમે દિવાળીના તહેવારોમાં તેનો આનંદ માણી શકો છો.
જો તમને અમારી મોહનથાળ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.
