milk face scrub homemade
Image Credit - Freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધું ભૂલી શકીએ છીએ પરંતુ આપણા ચહેરાની કાળજી લેવાનું ક્યારેય ભૂલી શકતા નથી. આપણે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ, જેની મદદથી ત્વચા સ્વચ્છ, ગ્લો અને મોઇશ્ચરાઇઝ્ડ રહે છે, પરંતુ બજારની આ પ્રોડક્ટ આપણી ત્વચાને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.

તેથી જ કેટલીક મહિલાઓ ઘરેલું ઉપચાર પસંદ કરે છે કારણ કે તે સંપૂર્ણપણે કુદરતી હોય છે અને તેનાથી નુકસાન થવાનો ડર નથી. ત્વચાને સાફ કરવા અને છિદ્રોને સાફ કરવા માટે આપણે સ્ક્રબનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમે ઘરે જ સ્ક્રબ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

કાચા દૂધ અને ચોખાનો સ્ક્રબ : કાચું દૂધ હોય કે ચોખા, બંને આપણી ત્વચા માટે ફાયદાકારક છે. કાચું દૂધ આપણી ત્વચા પર ક્લીંઝરનું કામ કરે છે અને આપણી ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે. તે કરચલીઓ ઘટાડે છે, ત્વચાને નિખારે છે અને ખીલ પણ દૂર કરે છે.

કાચા દૂધના ઘણા ફાયદા છે પરંતુ ચોખાના ફાયદા પણ ઓછા નથી. જ્યારે આપણે ચોખાને સ્ક્રબ તરીકે લગાવીએ છીએ, ત્યારે તે આપણી ત્વચામાંથી મૃત કોષોને દૂર કરે છે અને છિદ્રોમાં રહેલી ગંદકીને સાફ કરે છે. આજે અમે તમને જણાવીશું કે તમે આ બંનેમાંથી સ્ક્રબ કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી : કાચું દૂધ – 4 ચમચી અને ચોખા – 1/3 ચમચી (પીસેલા). સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં કાચું દૂધ અને ચોખા નાખીને મિક્સ કરો. હવે તેને ચહેરા પર હળવા હાથે ઘસો. થોડીવાર માલીશ કર્યા પછી ચહેરો ધોઈ લો. તમે આ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

કાચું દૂધ અને ઓટ્સ સ્ક્રબ : ઓટ્સ આપણી ત્વચાને એક્સ્ફોલિએટ કરવાનું કામ કરે છે તેમજ આપણી ત્વચાને સાફ કરે છે, જેની મદદથી આપણી ત્વચા ચમકદાર દેખાય છે. તમે આ બંનેને મિક્સ કરીને તમે એક સરસ સ્ક્રબ તૈયાર કરી શકો છો.

સામગ્રી : કાચું દૂધ – ચમચી અને ઓટ્સ – 1 ચમચી. એક બાઉલમાં દૂધ અને ઓટ્સ મિક્સ કરો. તેનાથી તમારા ચહેરાને સ્ક્રબ કરો અને મેળવો ગ્લોઇંગ ત્વચા. જો જરૂરી હોય તો તમે થોડું દૂધ અને દાળ પણ ઉમેરી શકો છો.

તમે આ બંનેમાંથી તમને પસંદ આવે તેનો ઉપયોગ કરી શકો છો. અમે તમારા માટે આવી જ અવનવી બ્યુટી ટિપ્સ લાવતા રહીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા