milk disadvantages in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દૂધ પીવાથી તાકાત આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભેળસેળવાળું દૂધ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે લગભગ બે વર્ષ સુધી સતત ભેળસેળવાળું દૂધ પીવામાં આવે તો લોકો આંતરડા, લીવર કે કિડનીને નુકસાન જેવી ખતરનાક બીમારીઓનો શિકાર બની શકે છે.

ભેળસેળયુક્ત દૂધ પીવાના ગેરફાયદા : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં વેચાતા દૂધમાંથી લગભગ 10 ટકા દૂધ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ 10 ટકામાંથી 40 ટકા પેકેજ્ડ દૂધ છે જેનો ઉપયોગ આપણા દરરોજના ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે.

આ 10% દૂષિત દૂધ એ જ છે કે જેની માત્રામાં વૃદ્ધિ દેખાવા માટે યુરિયા, વનસ્પતિ તેલ, ગ્લુકોઝ અથવા અમોનિયમ સલ્ફેટ ભેળવવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

ફૂડ પોઇઝનિંગનું જોખમ : ભેળસેળયુક્ત દૂધથી થતા નુકસાન દૂષિતતાના પ્રકાર પર આધાર રાખે છે. જો દૂધમાં બેક્ટેરિયલ કોનટૈમિનેશન હોય તો તમને ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો, ઝાડા, આંતરડામાં ચેપ, ટાઇફોઇડ, ઉલ્ટી, વગેરે ચેપ લાગવાનો ડર હોય છે.

કેટલીકવાર મિનરલ્સની ભેળસેળને કારણે હાથોમાં કળતર કે સાંધામાં દુખાવો પણ શરૂ થઇ જાય છે. જ્યારે દૂધમાં જંતુનાશકો કે કેમિકલની ભેળસેળ હોય અથવા તો પેકેજિંગ ખોટું હોય તો તે તમને લાંબા સમય સુધી તમારા આખા શરીરને ખરાબ અસર કરે છે.

જો તમે આ પ્રકારનું ભેળસેળવાળું દૂધ સતત લાંબા સમય સુધી એટલે કે લગભગ બે વર્ષ સુધી પીતા રહો તો તમે આંતરડા, લીવર કે કિડનીને નુકસાન જેવા ખતરનાક બીમારીઓનો શિકાર બની શકો છો.

કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ : આ પ્રકારના દૂષિત દૂધમાં કેટલાક રાસાયણિક ભેળસેળ પણ હોય છે જે કાર્સિનોજેનિક સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે લગભગ 10 વર્ષથી આ દૂધની પ્રોડક્ટ લેતા હોવ તો કેન્સર જેવી ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે.

જો કે સુપ્રીમ કોર્ટે દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવા માટે આજીવન કેદની સજા નક્કી કરી છે, તેમ છતાં આવા અભ્યાસના પરિણામો બધા માટે ચિંતાનો વિષય છે કે જેઓ તેમના દરરોજના જીવનમાં પેકેજ્ડ દૂધનો ઉપયોગ કરે છે. પેકેજ્ડ દૂધની ગુણવત્તા પર આપણું કોઈ નિયંત્રણ નથી હોતું પણ કેટલીક નાની બાબતો અપનાવીને આપણે તેની આડ અસરોને ઘટાડી શકીએ છીએ.

પાશ્ચરાઇઝ્ડ દૂધ હોય છે જ એટલા માટે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે. પરંતુ જો તે પણ દૂષિત હોય તો તમે કઈ કરી શકતા નથી. ટેટ્રા પેકને પ્રાધાન્ય આપીને અમુક અંશે તેનાથી બચી શકો છો. ટેટ્રા પેકની અંદર ઓછા પ્લાસ્ટિક એક્સપોઝર હોવાથી તે પ્લાસ્ટિક પેક કરતાં ઓછું દૂષિત છે.

દૂધને સારી રીતે ઉકાળીને તમે તેની અંદરના સામાન્ય ઇન્ફેક્શનવાળા બેક્ટેરિયાને દૂર કરી શકો છો. આ સિવાય તેને હંમેશા ફ્રિજમાં રાખો અને તેને ક્યારેય ખુલ્લું ના મુકો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા