methi-leaves-store-tips-in-gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળો શરુ થઇ ગયો છે અને બજારમાં ઘણા બધા પ્રકારના લીલા શાકભાજી મળતા થઇ ગયા છે. આમાંના ઘણા પાંદડાવાળા પણ છે જે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પરંતુ જો આ પાંદડાવાળા શાકભાજીને બજારમાંથી ઘરે લાવ્યા પછી લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે તો તે બગડવા લાગી જાય છે.

ખાસ કરીને મેથીના પાન પીળા પડવા લાગે છે અને પછી રાંધવામાં આવે તો તેનો સ્વાદમાં કડવો લાગે છે. આપણે ઘણી વખત એવું બને છે કે જ્યારે બજારમાંથી કોઈ પણ શાકભાજી આવીએ તો તેને આપણે તરત જ રાંધી શકતા નથી અને તેને થોડા દિવસો સુધી સ્ટોર કરવું પડે છે. મેથીના પાંદડાને પણ આ લાગુ પડે છે.

એવામાં જો મેથીનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો મેથીના પાંદડા 10 થી 12 દિવસથી લઈને એક વર્ષ સુધી તાજા રહે છે અને તેના સ્વાદ પણ તાજા પાંદડા જેવો જ રહે છે. ચાલો તો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે મેથીના પાનને ઘરમાં સ્ટોર કરીને લાંબા સમય સુધી લીલા રાખી શકો છો.

કાગળના ટુવાલમાં સ્ટોર કરો : જો તમારે મેથીના પાનને 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરવા હોય તો શ્રેષ્ઠ છે કે તમે તેને કાગળના ટુવાલમાં લપેટીને રાખો. આ માટે તમારે મેથીના પાનને દાંડીની સાથે તોડીને બાજુ પર રાખવાના છે. ધ્યાન રાખો કે તમારે આ પાંદડાઓને પાણીથી ધોવાની કોઈ જરૂર નથી.

જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે જ તમે તેમને ધોવો. આ પછી મેથીના પાંદડાને પેપર ટોવેલમાં (કાગળના ટુવાલમાં) સારી રીતે પેક કરો. હવે આ કાગળના ટુવાલને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને થેલીમાંથ રહેલી બધી હવાને બહાર કાઢી લો. પછી આ બેગને લોક કરીને તેને એર ટાઈટ ડબ્બાની અંદર મૂકી દો.

હવે તમે આ બોક્સને ફ્રીજની અંદર રાખી શકો છો. જ્યારે પણ તમારે મેથીના પાન ઉપયોગ કરવો હોય ત્યારે તમે તેને આ બોક્સમાંથી કાઢીને પછી ફરીથી તેને કાગળના ટુવાલમાં પેક કર્યા પછી ફરીથી સ્ટોર કરી શકો છો.

ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે : જો તમે મેથીના પાનને એક વર્ષ માટે સ્ટોર કરવા માંગતા હોય તો તમારે તેને સ્ટોર કરવાની રીત બદલવી પડશે તો મેથીના પાંદડાને આટલા લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તમારે પહેલા તેને 3 થી 4 વખત સ્વચ્છ પાણીથી ધોઈ કાઢવા જોઈએ.

તેનાથી મેથીના પાનમાં ફસાયેલી ધૂળ અને માટી નીકળી જશે. હવે આ પાંદડામાંથી પાણીને બરાબર સુકાઈ જવા દો. આ પછી તેને જીણી સમારી લો. એ વાત ધ્યાનમાં રાખો કે જો તમે મેથીના પાનને એક વર્ષ માટે સ્ટોર કરવાન છો તો તેની દાંડી કાઢી લો.

આ પછી જીણા સમારેલા પાંદડાને ઝીપલોક પ્લાસ્ટિક બેગમાં મૂકો અને બેગ બંધ કરીને ફ્રીઝરમાં રાખો. હવે આ રીતે સંગ્રહિત મેથીના પાનને ફ્રીઝરમાંથી ત્યારે જ બહાર કાઢો જયારે તમારે તેનો ઉપયોગ કરવો હોય. તેથી જરૂર મુજબ મેથીના પાનના જથ્થાને અલગ અલગ ઝિપલોક બેગમાં સ્ટોર કરો.

સૂકવીને સ્ટોર કરો : મેથીના પાનને સૂકવીને પણ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. પરંતુ આ રીતે સ્ટોર કરવામાં આવેલી મેથીના પાનનો સ્વાદ અમુક અંશે બદલાઈ જાય છે, પરંતુ તે બગડતી નથી. આ માટે મેથીના પાનને સૂકવવા માટે સૌપ્રથમ તેને 3 થી 4 વાર સારા પાણીથી ધોઈ લો જેથી પાંદડામાં રહેલી માટી અને ધૂળ સાફ થઇ જાય.

આ પછી પાંદડાને સુકાવવા માટે તમે પાંદડાઓને સુતરાઉ કપડાથી ઢાંકીને તડકામાં રાખી શકો છો. આ પાંદડા ફક્ત 2 દિવસમાં જ સુકાઈ જશે અને પછી તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં મૂકી દો. આ પાનનો ઉપયોગ તમે કોઈપણ શાક કે પરાઠામાં બનાવવામાં કરી શકો છો.

હવે જયારે પણ તમે મેથીના પાનને સ્ટોર કરવા જય રહ્યા હોય તો આ ટિપ્સને જરૂર ધ્યાનમાં રાખો. અને જો આ જાણકારી તમને ગમી હોય તો આવી જ વધારે જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા