જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો તેમના આહારમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરે છે. મેથી આમાંથી એક છે. તેમાં ડાયોસજેનિન અને હાઇડ્રોક્સી આઇસોલ્યુસિન હોય છે જે ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ સાથે મેથીમાં ફાયટો કેમિકલ્સ, આલ્કલોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ જેવા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. સામાન્ય રીતે લોકો વજન ઘટાડવા માટે તેમના રોજિંદા આહારમાં મેથીના દાણાનું સેવન કરે છે.
જો કે મેથીનું સેવન કરતી વખતે તેને કેટલું લેવું અને કેવી રીતે લેવું એ પણ જરૂરી છે. નહિંતર તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. તો આજે આ લેખમાં વજન ઘટાડવા માટે મેથીના દાણાનું સેવન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જાણીશું.
પાણીમાં પલાળીને સેવન કરો : જ્યારે તમે વજન ઘટાડવા માટે મેથીના દાણાનું સેવન કરો છો ત્યારે તેને પાણીમાં પલાળીને લેવું સારું માનવામાં આવે છે. આ માટે એક ચમચી મેથીને પાણીમાં પલાળીને રાખો અને બીજા દિવસે સવારે તે પાણી પી લો અને ભીની મેથીને ચાવીને ખાઓ. જો તમને મેથીને ચાવવામાં સમસ્યા હોય તો તમે તેની પેસ્ટ બનાવીને વાનગીમાં ઉમેરી શકો છો.
પાવડર બનાવશો નહીં : કેટલાક લોકો વજન ઘટાડવા માટે મેથીના દાણાનો પાવડર બનાવીને સેવન કરે છે. જો કે મેથીનો પાવડર બનાવીને ખાવાથી તમારું વજન તો ઘટે છે પરંતુ વ્યક્તિને ગેસ પણ થઈ શકે છે. એટલા માટે પાવડર ન બનાવો. ઉપરાંત મેથીના દાણા ક્યારેય કાચા ન ખાવા જોઈએ.
કેટલું લેવું તેનું ધ્યાન રાખો : એ વાત સાચી છે કે મેથીના દાણા વજન ઘટાડી શકે છે. પરંતુ તેમ છતાં તમારે તેનું સેવન કરતી વખતે માત્રાનું પણ ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં એક ચમચીથી વધુ મેથીના દાણાનું સેવન ન કરવું જોઈએ. આનાથી વધુ મેથી નુકસાનકારક સાબિત થઇ શકે છે.
સાચી રીતે સેવન કરો : કેટલાક લોકો મેથીના દાણા દરરોજ અને સતત ખાતા રહે છે. પરંતુ તમારે આમ ના કરવું જોઈએ. તમે તેને 21 દિવસ સુધી સતત લો અને પછી લગભગ 15 દિવસનો વિરામ જરૂર લો. તે પછી ફરીથી સેવન કરી શકો છો.
આ ભૂલો ના કરો : મેથીના દાણાનું સેવન કરતી વખતે કેટલાક લોકો તેને ગરમ અથવા ઉકળતા પાણીમાં નાખીને તેની ચા બનાવીને પીવે છે. પરંતુ આવું કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, જ્યારે પણ તમે મેથીનું સેવન કરો ત્યારે ચા કે કોફી જેવા કોઈપણ કેફીનયુક્ત પીણા સાથે સેવન ન કરો.
ડૉક્ટરની સલાહ લો : જેમ કે મેથીનું સેવન સ્વાસ્થ્ય માટે અને વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં, તેનું સેવન શરૂ કરતા પહેલા તમારે એકવાર આહાર નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
ઉદાહરણ તરીકે, લો બ્લડ સુગર ધરાવતા લોકો માટે મેથીના દાણાનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. બીજી તરફ, જો તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા (બીમારી) કારણે કેટલીક દવાઓ લઈ રહ્યા છો તો મેથીના દાણાનું સેવન કરતા પહેલા ડૉક્ટર સાથે વાત જરૂર કરવી જોઈએ.
તો હવે તમે પણ મેથીના દાણાનું સેવન કરતી વખતે આ નાની-નાની ટિપ્સ ફોલો કરો અને આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ઉપયોગી સાબિત થશે. આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથ જોડાયેલા રહો.