Mesur
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે દક્ષિણની ઇડલી-સંબર ખાધિ હશે અને રાંધેલી હશે, પરંતુ શું તમે મૈસુર પાક ઘરે બનાવ્યો છે? તમારો જવાબ નાજ હશે. તો જાણો તેની રેસિપી શું છે…

સામગ્રી

  • 1 કપ ખાંડ લેવી
  • 1 કપ ચણાનો લોટ લેવો
  • 3 કપ ઘી લેવું
  • 2 ટેબલસ્પૂન દૂધ લેવું
  • 5 નંગ એલચી લેવી

 Mesur

રીત

એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તેણે તાપ ઉપર મૂકવું. હવે ઊકળે એટલે તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી નાંખીને મેલ કાઢવો. જયારે તમારી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર ગરમ રાખવી. હવે ચણાના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. જ્યારે શેકાય એટલે તેમાં ચાસણી નાંખી 1 ચમચો દૂધ છાંટવું. ખૂબ હલાવતાં રહેવું. હવે ઘીને સારું ગરમ કરી, તેની ધાર કરવી. લોટ છૂટો પડવા આવે, ઘી છૂટું પડે અને ઊભરો આવે એટલે એલચીનો ભૂકો નાંખી,તેણે તરત જ સ્ટીલની ચાળણીમાં મેસૂર ઠારી દેવુંચાળણી તપેલી ઉપર મૂકવી, જેથી ઘી તેમાં નીતરી મેસૂરનો સરસ જાળી પડશે. કટકા પાડવા આંકા કરી રાખવા. સખત થયા પછી તેના એકસરખા કટકા પડશે નહિ.