આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ મસાલા ઉત્તપમ. આપને એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન મસાલો બનાવીશું અને ઉત્તપમ બનાવીશું જેને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરી શકો છો.
- સામગ્રી
- એક ચમચી ચણાની દાળ
- એક ચમચી અડદની દાળ
- એક ચમચી રાઈ
- એક ચમચી છીણેલું આદુ
- બે સમારેલા લીલા મરચા
- ૧/૪ ચમચી હળદળ
- ૭-૮ લીમડાના પાન
- એક મોટી ડુંગળીના મોટાં સમારેલા ટુકડાં
- લીલા વટાણા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૨ મોટાં બાફેલાં બટાકા
- કોથમીર
મસાલો સ્પ્રેડ કરવા માટે:
- ૪૫૦ ગ્રામ ઈડલી નું બેટર( ડોસા નું બેટર)
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણી સમારેલી ડુંગળી
- ટામેટાના ટુકડા
- કોથમીર
મસાલા ઉત્તપમ બનાવવાની રીત :
એક પેન મા બે ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ અને અડદ ની દાળ એડ કરી દો. જ્યાં સુધી દાળ નો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને સાંતળી લો. દાળ નો કલર બદલાય એટલે તેમાં રાઈ, આદુનું છીણ, અને લીલા મરચા એડ કરો.હવે તેમાં લીમડાના પાન, સમારેલી ડુંગળી, લીલા વટાણા, મીઠી, કોથમીર અને બાફેલાં બટાકા નાખી સારી રીતે મેશ કરી મિક્સ કરી લો. બરાબર મસાલો મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી મસાલો ઠંડો થવા દો.
એક બાઉલમાં ઈડલી નું બેટર અથવા તો ઢોસા નું બેટર લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લો. બેટર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બેટર પાતળું નાં થઈ જાય. તમારું બેટર થોડું થીક હોવું હોય એવું બનાવવુ.
હવે એક પેન માં એક ચમચી તેલ લઇ બ્રશ વડે પેન મા તેલ છૂટું કરી દો. થોડું તેલ ગરમ થાય એટલે એક કપડા વડે પેન મા રહેલા તેલ ને લૂછી લો. હવે એક મોટા ચમચા વડે થોડું બેટર લઈ પેન મા વચ્ચે એડ કરો.
હવે ધીમો ગેસ કરી બનાવેલ મસાલા ને તેમાં એડ કરી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, અને કોથમીર એડ કરી બેટર સાથે મસાલાને પ્રેસ કરી લો. હવે ઢાંકણું ઢાંકી ૪-૫ મીનીટ માટે ઉત્તપમ ને થવા દો.
૪-૫ મીનીટ પછી ઢાંકણું ખોલી ઉત્તપમ પર થોડું તેલ સ્પ્રેડ કરી બીજી બાજુ ફેરવી દો. બીજી બાજુ ઉત્તપમ ને ફેરવ્યા પછી ઢાંકણું ઢાંકી થોડી વાર થવા દો. ૩-૪ મીનીટ પછી બીજી બાજુ પણ ઉત્તપમ તૈયાર થઈ ગયો હસે. તો અહિયાં તમારો મસાલા સ્ટાઈલ ઉત્તપમ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ ઉત્તપમ ને નારીયેળ ની ચટણી સાથે સર્વ કરો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.