આજે તમે આ જાણીને તમે બજારમાંથી મસાલા ખરીદવાનું બંધ કરી દેશો, જાણો કેમ ના ખરીદવા જોઈએ

masala powder in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક મહિલા રસોડામાં રસોઈ કરતી વખતે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરે છે. આ મસાલા ખાવાનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. જૂના જમાનામાં મહિલાઓ ઘરે જ આખા મસાલા લાવીને પીસતી હતી.

આમાં તેમનો ઘણો સમય અને મહેનત ખર્ચ થતો હતો, પરંતુ આજના સમયમાં દરેક ગૃહિણી પાસે પૂરતો સમય નથી હોતો, આવી સ્થિતિમાં મહિલાઓ બજારમાંથી મસાલો ખરીદવાનું વધારે પસંદ કરે છે.

તેઓ માને છે કે આખા મસાલા લાવીને ઘરે પીસવામાં વધારે સમય લાગી શકે છે અને આ બધી જંજટમાં અત્યારની કોઈ મહિલા પડવા માંગતી નથી. કદાચ તમે પણ એ જ કરો અને તમને તે વધારે અનુકૂળ લાગે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી અલગ છે.

બજારમાંથી મસાલા પાઉડર ખરીદવાથી તમારું કામ તો સરળ થઈ શકે છે, પરંતુ તેની સામે ઘણું નુકસાન પણ છે. એક-બે નહીં પરંતુ ઘણા કારણો છે, જેના કારણે બજારમાંથી મસાલા ખરીદવાને સારું માનવામાં નથી આવતું. તો આજે આ લેખમાં અમે તમને આવા જ કેટલાક કારણો વિશે જણાવીશું.

ભેળસેળની વધારે સંભાવના : જ્યારે તમે બજારમાંથી મસાલો ખરીદો છો તો બની શકે કે તેમાં અનેક પ્રકારની ભેળસેળ થઈ હોય અને આવું ઘણી વખત ઘણા લોકોની સાથે બન્યું છે જ્યારે બજારમાં મળતા મસાલાનું પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં ભેળસેળ જોવા મળી.

આ રીતે તમે પૈસા ખર્ચીને પણ ભેળસેળવાળો મસાલો ખરીદીને ઘરે લાવો છો, જે પછી તમારા સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. બીજી તરફ જો તમે આખો મસાલો ખરીદીને ઘરે લાવો છો તો તેને સાફ કરી શકાય છે અને મસાલામાંથી કોઈપણ પ્રકારની ભેળસેળથી બચી શકાય છે.

સ્વાદમાં તફાવત હોય છે : તમે કદાચ નોંધ્યું હશે કે બજારમાં મળતા મસાલાઓમાં ઘરે બનાવેલા મસાલા જેવી સુગંધ અને સ્વાદ હોતો નથી. તમે જે મસાલા બજારમાંથી ખરીદો છો તેમાં સુગંધ હોય છે પણ ઓછી હોય છે, જયારે ઘરના મસાલામાં એક અલગ જ સુગંધ હોય છે. જેના કારણે વાનગીનો સ્વાદ પણ વધે છે.

મોંઘા પડે છે પીસેલા મસાલા : જો તમે બજારમાં કે મોલમાં જાઓ ત્યારે આખા મસાલા અને પીસેલા મસાલાના ભાવની સરખામણી કરશો તો તમને ખબર પડશે કે આખા મસાલા કરતાં પીસેલા મસાલા થોડા મોંઘા હોય છે.

આ સિવાય બજારમાં લાવેલા મસાલાનો સ્વાદ એટલો નથી હોતો, જેના કારણે તમારે રસોઈ કરતી વખતે વધારે ઉપયોગ કરવો પડે છે. જેના કારણે આ મસાલા ઝડપથી ખતમ થઈ જાય છે અને તમારે તેને ફરીથી ખરીદવા પણ પડે છે. જો આ રીતે જોવામાં આવે તો પીસેલા મસાલા ખરીદવું એ ઘરના બજેટ પર બેવડી માર પડે છે.

જલ્દી ખરાબ થઇ જાય છે : જો કે બજારમાં મળતા મસાલાના પેકેટ પર તેમની એક્સપાયરી ડેટ લખેલી હોય છે પરંતુ તેમ છતાં ઘણીવાર તે સમય પહેલા બગડી જાય છે. વાસ્તવમાં જ્યારે તમે બજારમાંથી લાવીને મસાલાને કન્ટેનરમાં મૂકો છો ત્યારે તે ઘણો ભેજને આકર્ષિત કરે છે જેના કારણે તેનો સ્વાદ ઓછો થઇ જાય છે. ઘણીવાર આ કારણે પણ મસાલા જલ્દી ખરાબ થઇ જાય છે.

આ સિવાય પણ બજારમાં મળતા મસાલા પાવડરના પેકેટ ખરીદતા પહેલા જ બે-ત્રણ મહિના પતી ગયા હોય છે. આનો અર્થ એ છે કે જો તમે જાન્યુઆરીમાં પેક કરેલા મસાલાને માર્ચમાં ખરીદતા હોય તો તે પેકેટના પહેલેથી જ ત્રણ મહિના વીતી ગયા છે, જે તેના સ્વાદમાં મોટો ફરક પાડે છે.

આ માટે તમે ઘરેલુ મસાલાને થોડી માત્રામાં તાજા પીસીને તેનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે ભોજનનો રંગ અને સ્વાદ બંને લાજવાબ હોય છે. જો તમને પણ આ જાણકરી ગમી જ હશેઅને આવી જ રસોઈ સબંધીત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.