ઉનાળામાં જો આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો આ મેંગો આઈસક્રીમ જરૂર ટ્રાય કરજો

mango ice cream recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ગરમી માં જો આઈસ્ક્રીમ મળી જાય તો મજા જ આવી જાય છે અને મોંમાં પાણી પણ આવી જાય છે. આજે અમે લઈને આવ્યા છીએ એકદમ સોફ્ટ મેંગો આઈસ્ક્રીમ. જો એકવાર બનાવશો તો વારંવાર આજ આઈસ્ક્રીમ બનાવશો. તો ચાલો જોઈએ.

  • મેંગો આઈસક્રીમ સામગ્રી :
  • 2-3 વાટકી તાજો બનાવેલો કેરી નો રસ
  • અડધી વાટકી ખાંડ
  • અડધી વાટકી ફ્રેશ મલાઈ
  • પા વાટકી મિલ્ક પાઉડર
  • પા ચમચી જીએમએસ પાઉડર
  • પા વાટકી બદામ પિસ્તાની કતરણ
  • થોડી કાપેલી કેરી
  • 1 વાટકી દૂધ

મેંગો આઈસક્રીમ બનાવવાની રીત :

સૌ પ્રથમ કેરીના રસને ગાળી લો. દૂધમાં ,મિલ્ક પાઉડર અને ખાંડ નાખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થઇ જાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાઉડર , દૂધ, મલાઈ નાખી મિક્સરમાં બરાબર મિશ્રણ કરો.

હવે આ મિશ્રણને આઈસ્ક્રીમ પોટમાં નાખો અને એક કે દોઢ કલાક માટે ફ્રીઝરમાં મુકો. હવે ફરીરહી બહાર કાઢો અને મિક્સરમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઈસ્ક્રીમ પોટમાં નાખ ઓછામાં ઓછું ત્રણ – ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે કતરણ સજાવી અને કેરીના કાપેલા ટુકડાથી ગાર્નિશ કરો. તો તૈયાર છે મેંગો આઈસ્ક્રીમ.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.