દરેક બાળકના માતા-પિતાની એવી એક જ ઈચ્છા હોય છે તેમના બાળકો ઓલરાઉન્ડર બને અને તેમના જીવનના દરેક ક્ષેત્રમાં નામ કમાય અને સફળતા મેળવે, પરંતુ કેટલીકવાર આપણી અપેક્ષાઓ ને કારણે બાળકો પર ખુબ પ્રેસર આવી જાય છે જેના કારણે બાળકો ડિમોટિવ થવા લાગે છે અને ધીમે ધીમે અભ્યાસમાં તેમનો રસ ઓછો થવા લાગે છે.
આ બધું અવલોકન કર્યા પછી દરેક માતા-પિતાનો એક જ પ્રયાસ હોય છે કે કેવી રીતે બાળકો અભ્યાસમાં રસ લે અને અભ્યાસમાં સારા માર્ક્સ મેળવે અને ક્લાસ માં પહેલો નંબર લાવે. જો તમે પણ આવા જ કેટલાક બદલાવ વિચારી રહયા છો તો અહીંયા જણાવેલી ટિપ્સ તમને મદદરૂપ થઈ શકે છે જેના દ્વારા તમે તમારા બાળકને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી શકો છો.
બાળકના ભણતર પર ભાર આપો, ગ્રેડ પર નહીં : જો કે આજના સ્પર્ધાત્મક યુગમાં સારા માર્કસ ઘણી હદ સુધી મહત્વપૂર્ણ છે, પરંતુ બધા બાળકોના માક્ર્સ આવે એવું પણ નથી હોતું. 100 વિધાર્થીઓના ક્લાસમાં એક ને જ પહેલો નંબર આવે છે તેથી, જો તમારું બાળક સારા માર્ક્સ મેળવી શકતું નથી તો સારું છે કે તમે તમારું ધ્યાન તેના ગ્રેડિંગમાંથી હટાવીને તેના ભણતર તરફ વાળો. હંમેશા બાળક સાથે તેના વર્ગમાં શીખવવામાં આવતા વિષયો વિશે ચર્ચા કરતા રહો.
બાળકોની માનસિક સ્થિતિને પણ સમજો : બાળકો પર ક્યારેય વધુ માર્કસ મેળવવા માટે વધારે દબાણ ન કરો. જ્યારે તેમના ઓછા માર્ક્સ આવે ત્યારે તેમના મનોસ્થિતિને સમજો. તેની લાગણીઓને સમજીને તેને ઈમોશનલ ટેકો આપો. તમે પણ સારી રીતે જાણો છો કે બાળકો પણ ક્યારેય નિષ્ફળ થવા માંગતા નથી, તેથી કારણ જાણવાનો પ્રયાસ કરો, તેના ડીમોટીવેશનનું કારણ ન બનો.
સ્ટડી શેડ્યૂલ બનાવો : જ્યારે કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે કરવામાં આવે ત્યારે તે ચોક્કસપણે સારું પરિણામ આપે છે. અભ્યાસ સિવાય તેમના વિષયોનું રિવિઝન શેડ્યૂલ બનાવો અને તેનું પાલન પણ કરાવો. ધ્યાન રાખો કે આ શિડ્યુલમાં અમુક કોઈ રમત સાથે ભણતર જેવી કોઈ એક્ટિવિટીનો સમય પણ રાખવો જોઈએ જેથી બાળકને ભણવાનું બોજ ન લાગે.
ભણવાનું વાતાવરણ બનાવો : બાળકો કોઈપણ એક જ કાર્ય પર થોડા સમય માટે જ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તો ધ્યાન રાખો કે તેમના ભણવાના સમયે ઊંચા અવાજે બોલવું, ટીવી માં ફૂલ અવાજ કરવો અને નાના ભાઈ- બહેનને રમવાથી તેમનું ધ્યાન ભટકે છે, તેથી તમારી ઘરમાં રૂટિન સેટ કરો.કે તેના ભણવાના સમયે તેનું ધ્યાન આમતેમ ભટકે નહીં.
શીખવાની ક્ષમતા પર ધ્યાન આપો : દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ-અલગ હોય છે જેમ કે કોઈ બાળક એકવાર વાંચે તો યાદ રહી જાય, કેટલાક ને 3 વખત વાંચવાથી પણ યાદ નથી રહેતું. તો તમારા બાળકની ક્ષમતાને ઓળખો અને તે મુજબ તેના ભણવાનું ટાઈમટેબલ નક્કી કરો. જેથી તે પ્રેસર વગર ઓછા સમયમાં વધુને વધુ વિષયો શીખી શકે.
જો તમારા બાળકને પણ ભણવામાં રસ નથી તો તમે તેમને આ રીતે ભણવા માટે પ્રોત્સાહિત કરી શકો છો, અમને આશા છે કે આ ટિપ્સ તમને જરૂર મદદ કરશે, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.