mag ni dal na dosa
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ સવારની ભાગદોડમાં એકદમ ફટાફટ બની જતો પ્રોટીન અને વિટામિનથી ભરપૂર મગની દાળનો નવો નાસ્તો. નાનાથી લઈને મોટા લોકો આ નાસ્તો સરળતાથી ખાઈ શકે છે. તો ચાલો જોઈએ કે આ મગની દાળનો નવો નાસ્તો કેવી રીતે બનાવવો.

સામગ્રી

ઢોસા બેટર માટે

  • 1 કપ મગ
  • ½ કપ ઝીણા ચોખા
  • ½ કપ સમારેલી કોથમીર
  • 4-5 લીલા મરચા
  • 5-6 લીમડાના પાન
  • 1 ઇંચ આદુ
  • 6-7 બાફેલા પાલકના પાન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ પાણી
  • 2 ચમચી ઝીણો રવો
  • જરૂર પ્રમાણે પાણી
  • તેલ

મગના ઢોસા બનાવવા માટે

  • 2 ચમચા બેટર
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ચાટ મસાલો
  • ¼ ચમચી સંચળ
  • સમારેલી ડુંગળી
  • સમારેલા ગાજર ના પીસ
  • સમારેલા કેપ્સીકમ
  • કોથમીર
  • પનીર

મગના ઢોસા બનાવવાની રીત

સૌ પ્રથમ મગ અને ચોખાને ધોઈને 4 થી 5 કલાક માટે થોડા ગરમ પાણીમાં પલાળી રાખો. 4 થી 5 કલાક પછી તેમાંથી પાણી કાઢી લો. હવે મિક્સર જારમાં પલાળેલા મગ-ચોખાનું મિશ્રણ, કોથમીર, લીલા મરચાં, લીમડાના પાન, આદુ, બાફેલા પાલકના પાન, મીઠું અને પાણી ઉમેરો.

તેને ગ્રાઈન્ડ કરી સ્મૂધ પેસ્ટ (બેટર) બનાવી લો. બેટરને મિક્સિંગ બાઉલમાં લો, તેમાં રવો ઉમેરો અને 10-15 મિનિટ માટે બેટરને મૂકી રાખો. જો બેટર જાડું હોય તો થોડું પાણી ઉમેરો. નોન સ્ટિક તવાને ગેર પર રાખી ગરમ કરો. તવા પર એક અડધી ચમચી તેલ એડ કરી કપડાં વડે લૂછી લો.

ગેસ ધીમો કરી ચમચાની મદદથી તવા પર બેટર પાથળી દો. ઢોસાને પાતળો અને ગોળ બનાવવું માટે એક દિશામાં ગોળ બેટરને ફેલાવો. 2 મિનિટ પછી જ્યારે ઢોસાની ઉપરની સપાટી સુકાઈ જાય તો તેના પર થોડું તેલ સ્પ્રેડ કરો. પછી તેના પર સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને કોથમીર ઉમેરો.

એક બાઉલમાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને સંચળ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ઢોસા પર મસાલો ઉમેરો. તેના પર ખમણીની મદદથી ઢોસા પર પનીર ખમણી લો. ઢોસા ક્રિસ્પી થઈ જાય એટલે તેને ફોલ્ડ કરીને ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

નોંધ લેવી: ચોખાનું પ્રમાણ મગ કરતાં અડધું લેવું. મગ-ચોખાનું સ્મૂથ બેટર બનાવવું. ઢોસાને ફેલાવતી વખતે ધ્યાન રાખવું. જ્યારે તમે તવા પર ઢોસા ફેલાવો ત્યારે તેનું તાપમાન ઘટાડવું.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા