long life tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે પણ જીવનભર તંદુરસ્ત અને નિરોગી રહેવા માંગો છો તો આ 15 જુના દેશી નિયમો અપનાવી જોવો. જયારે પણ ઘરની બહાર જવાનું થાય ત્યારે હંમેશાં નાકમાં ગાયનું ઘી, વેસેલીન, કે કોપરેલ આંગળીમાં લઈને બંને નસકોરામાં લગાવી લેવું. આમ કરવાથી બહારની દૂષિત હવા, બહાર નું પ્રદુષણ, બહાર હવામાં ફરતા રજકણો તમારા નાક વડે ફેફસાંમાં જતા અટકે છે.

દરરોજ સવારે, બપોરે અને સાંજે જમ્યા પછી થોડા સમય બાદ હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા. અઠવાડિયામાં એક વખત લોટ એટલે કે અનાજ વગરનો ખોરાક લેવો જોઇએ જેવો કે મગની દાળ, ખીચડી, ભાત અથવા તો મગ ના લોટ ની વસ્તુઓ શાકભાજીમાં સૂપ, ફળો વગેરે લેવા જેનાથી આંતરડાની સફાઈ અને પાચન ક્રિયામાં ખૂબ સુધારો થાય છે.

જયારે શિયાળાની ઋતુ આવે ત્યારે બાળકોને સવારે નાસ્તામાં દૂધ સાથે અડધી ચમચી ગાયનું ઘી તથા અડધી ચમચી ચોખ્ખું મધ મિક્સ કરીને આપવું. દહીંમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીરું આ બધામાંથી કોઈ પણ એક વસ્તુ મિક્સ કરીને ખાવું જોઈએ. દહીંને ક્યારેય પણ એકલું ન ખાવું જોઈએ. દરેક લોકોએ એ વાતનું ધ્યાન રાખવું કે દહીંને રાત્રે ન ખાવું જોઈએ.

પીવાના પાણીને હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં પીવાના પાણીમાં સુંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાંખીને ઉકાળી અને તેને ઠંડુ કરી ગાળીને પીવું જોઈએ.

હંમેશા ઋતુ પ્રમાણે જ ફળ ખાવા જોઈએ એટલે કે જે ઋતુ માં જે ફળ આવે તેજ ફળ ખાવા જોઈએ. ઋતુ વિરુદ્ધ ફળોનું સેવન ન કરવું જોઈએ. જયારે પણ જમીને ઉભા થાઓ છો ત્યારે તરત જ પાણી પીવાનું ન રાખવું, પરંતુ જમ્યા પછી અડધા કલાક પછી નવશેકું ગરમ પાણી પીવું જોઈએ.

જયારે પણ ખાટા ફળો ખાઓ છો ત્યારે તેમાં ચંચળ અથવા સિંધાલૂણનો પાવડર નાખીને ખાવું જોઈએ. ધ્યાન રાખો કે ફળો સાથે દૂધ ક્યારેય પણ ન ખાવું જોઈએ. ખોરાકમાં વધુ પડતું લાલ, લીલું મરચું, ખાટા જેમ કે લીંબુ અને આમલી, ખારા જેવું કે મીઠું, સોડા તથા તળેલા પદાર્થો નો ઉપયોગ ટાળવો જોઇએ. વધુ પડતી કોઈ પણ વસ્તુ શરીરને નુકસાન પહોંચાડે છે.

નાના બાળકોને જયારે શરદી ખાંસીની તકલીફ થાય ત્યારે આદુ અને તુલસીના રસને મધ સાથે આપવો. તમે અજમા તથા લસણની પોટલી બનાવીને તેને નાક પાસે સુંઘવા આપી શકો છો. વધુ પડતી ઠંડી તથા ગળી-ખાટી વસ્તુ ખોરાકમાં ન લેવી જોઈએ.

શિયાળા મળતી લીલી શાકભાજી નો ભલપુર માં ઉપયોગ કરવો જોઈએ. લસણ, આદુ, મૂળા તેમજ લીલી હળદર, ફુદીનો વગેરે નો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત લીલી શાકભાજીનું સેવન કરવું.

15 દિવસમાં એક જ વાર તીખું- તળેલું વગેરે ખાવાનું રાખવું જોઈએ.બની શકે તો મહિનામાં એકજ વાર તીખું- તળેલું ખાવું. હંમેશા ગરમ જ ખોરાક ખાવાનું રાખવું. એક વાર ઠંડો થઈ ગયેલી વસ્તુને ગરમ કરીને ક્યારેય પણ ન ખાવો. દરરોજ સાંજે બની શકે તો આંઠ વાગ્યા પહેલા અથવા તો મોડામાં મોડા નવ વાગ્યા પહેલા ખાઈ લેવું જોઈએ.

જે દિવસે બપોરે અથવા તો સાંજે જમવામાં મીઠાઈ હોય તો તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો જોઈએ અથવા તો મગ દાળ, ખીચડી, પુલાવ વગેરે જેવું વગરનું હળવું ભોજન લેવું જોઈએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા