lila vatana idli recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઈડલી સાઉથ ઇન્ડિયનની લોકપ્રિય વાનગી છે, સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ઈડલી ચોખામાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ લેખમાં અમે તમને જણાવીશું કે લીલા વટાણાની ઈડલી મોલ્ડ વગર કેવી રીતે બનાવી શકાય.

જો તમને તેલ વગરનો નાસ્તો ખાવાનું પસંદ હોય તો તમે તમારા નાસ્તામાં આ રેસિપી બનાવી શકો છો. આ એક ખૂબ જ સરળ નાસ્તો છે જે થોડી સામગ્રી સાથે ઝડપથી તૈયાર કરી શકાય છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ…

બેટર બનાવવા માટે સામગ્રી :

  • લીલા વટાણા – 1 કપ
  • લીલા મરચા – 2
  • થોડી કોથમીર
  • સોજી – 1 કપ
  • દહીં – 1/2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • Eno – 1 સેચેટ
  • તેલ – 2 tsp
  • રાઈના દાણા – 1 ચમચી
  • પલાળેલી અડદની દાળ – 1 ચમચી

ચટણી માટે સામગ્રી :

  • શેકેલી મગફળી – 100 ગ્રામ
  • લીલા મરચા – 1
  • લસણની કળી – 2 થી 3
  • સ્વાદ પ્રમાણે મીઠું

ઈડલી બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મિક્સર જાર લો અને તેમાં લીલા વટાણા, કોથમીર, લીલા મરચા અને થોડું પાણી ઉમેઈને પીસી લો અને પેસ્ટ બનાવો. લીલા વટાણાની પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લો.

હવે તેમાં સોજી દહીં અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને બેટર બનાવી લો. પછી બેટરને 10 થી 12 મિનિટ ઢાંકીને બાજુ પર રાખો જેથી સોજી સારી રીતે ફૂલી જાય.

એક તડકા પેનમાં બે ચમચી તેલ નાખીને બરાબર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીને બરાબર ચટકવા દોકો. પછી તેમાં એક ચમચી પલાળેલી અડદની દાળ નાખીને સાંતળી લો. તડકા બનીને તૈયાર છે.

ઈડલી રાંધવા માટે હવે ગેસ પર એક તપેલીમાં 1 લીટર પાણી નાંખો અને સ્ટેન્ડ મૂકી તેને ઢાંકી દો અને પાણી ગરમ કરવા માટે રાખો. હવે બેટરમાં બનાવેલા તડકાને ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં એક પેકેટ ઈનો અને લગભગ 1 ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

હવે ઘરમાં રાખેલી કોઈપણ નાની વાટકી, થાળી કે ઈડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરો, પછી તેમાં એક ચમચી બેટર નાખીને સેટ કરો. પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી, ઈડલીને ઢાંકીને મધ્યમ તાપ પર 10 થી 12 મિનિટ સુધી રાંધો. લાંબો સમય રાંધો.

ઈડલી બની જાય એટલે ઈડલીને બહાર કાઢીને તેને ઠંડી થવા માટે રાખો અને તે જ રીતે આખા બેટરની ઈડલી બનાવો. ઠંડુ થયા પછી ઈડલીને છરી વડે કાપીને બાઉલ અથવા મોલ્ડમાંથી બહાર કાઢી લો.

હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં શેકેલી મગફળી, લીલા મરચાં, લસણની કળી, સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી ઉમેરીને ચટણીને પીસી લો. ચટણીને પીસી લીધા પછી તેને એક બાઉલમાં કાઢી લો અને પછી તેમાં રાઈ, લીલા મરચાં, મીઠા લીમડાનો તડકો કરીને ઉમેરો.

તો લીલા વટાણાની ઈડલી અને સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. હવે ચટણી સાથે ઈડલીનો આનંદ લો. ધ્યાન રાખો કે બેટર બનાવતી વખતે વધારે પાણીનો ઉપયોગ ન કરો, કારણ કે જો બેટર પાતળું હશે તો ઈડલી સારી નહીં બને. જો ઘરમાં ઈડલીનું સ્ટેન્ડ હોય તો તેમાં ઈડલી બનાવો અથવા તમે તેને આ રીતે નાના બાઉલ કે પ્લેટમાં પણ બનાવી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા