lila marcha
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

લીલા મરચા જે આપણે આપણા રોજીંદા જીવનમાં ખુબજ ઉપયોગ માં લઈએ છીએ. જો ભોજન સાથે લીલા મરચાના રાખ્યા હોય તો ક્યાંક ને ક્યાંક કમી જેવું લાગે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં લીલા મરચાનો ઉપયોગ ભોજનમાં ખૂબ કરવામાં આવે છે. ભારતીય લીલા મરચાં એક ઔષધિ સમાન છે. જેમાં શરીરના ઘણા રોગોને ખતમ કરવાની શક્તિ રહેલી છે.

લીલા મરચાંમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલા હોય છે એટલા માટે તેને નિયમિત રીતે પોતાના ખોરાકમાં લીલા મરચાંનો સમાવેશ કરવો જોઈએ. લીલા મરચાં ઘણા પ્રકારના પોષક તત્વો જેવા કે વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. હવે જોઈશું લીલા મરચાના સેવનથી થતા ફાયદાઓ વિશે.

1) કેન્સરથી રાહત: લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરની ઇમ્યુનિટી વધારે છે અને કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. એટલા માટે લીલા મરચાં ખાવાથી કેન્સર થી રાહત મળે છે અને જે લોકોને કેન્સર છે તેમને પણ તેમાં ફાયદો થાય છે.

2) શરીરમાં આયર્નનું પ્રમાણ વધારે: મહિલાઓને હંમેશાં આયર્નની કમી થઈ જાય છે પરંતુ જો તમે લીલા મરચા રોજ ખાશો તો તમારી આ કમી પૂરી થઈ જશે એટલે કે એનિમિયાની પરિસ્થિતિમાં તમને લીલા મરચા થી ખૂબ જ ફાયદો થશે.

3) ડાયાબિટીસમાં ફાયદો: ડાયાબીટીસ માટે લીલા મરચા ઘણા ફાયદાકારક છે. ડાયાબીટીસના દર્દીઓ જો નિયમિત રીતે મર્યાદિત પ્રમાણમાં સેવન કરે તો તેમને સુગર લેવલ કંટ્રોલ રાખવામાં મદદ મળે છે. બે લીલા મરચા દાંડી સાથે એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળીને રાખો અને સવારે ખાલી પેટ મરચાને કાઢીને તે પાણીને પી લો. આ રીતે એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. જો ફાયદો ના થાય તો આ પ્રયોગ ચાર અઠવાડિયા સુધી કરો.

4) ફેફસાના કેન્સરમાં ફાયદાકારક: લીલા મરચા નું સેવન કરવાથી કેન્સરનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે. આ વાતનું ધ્યાન ધુમ્રપાન કરવા વાળા ને વધારે રાખવું જોઈએ કારણ કે આ દરરોજ પોતાના ફેફડાનો થોડો હિસ્સો હવામાં ઉડાવી નાખે છે તેથી તે લોકો માટે લીલા મરચા ખૂબ જ ફાયદાકારક છે.

5) પુરુષ માટે ફાયદાકારક: પુરુષોએ લીલા મરચા ખાવા જોઈએ કારણ કે તેમને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો રહે છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે લીલા મરચા ખાવાથી પ્રોસ્ટેટની સમસ્યા પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે.

6) પાચનતંત્રમાં સુધારો થાય: લીલા મરચાં ખાવાથી ઝડપથી જમવાનું પચી જાય છે. મરચામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે એટલા માટે તે કબજિયાત દૂર કરવામાં પણ ઉપયોગી છે.

7) સ્કિન માટે ફાયદાકારક: લીલા મરચામાં ખૂબ વધારે વિટામિન જોવા મળે છે, જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને જો તમે તીખું ખાઓ છો તો તમારી ત્વચામાં નિખાર આવી જશે પરંતુ એટલું પણ તીખું ન ખાવું કે જેથી તમને નુકસાન થાય. લીલા મરચાને મર્યાદિત પ્રમાણમાં ખાવાથી તમારી ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે.

8) બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે: લીલા મરચામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે સંક્રમણને દૂર રાખે છે એટલા માટે લીલા મરચાં ખાવાથી તમને સંક્રમણના કારણે થનારા ત્વચાના રોગ પરેશાન નહીં કરી શકે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં ક્યાંકને ક્યાંક ઘરના આંગણે લીંબુ મરચા બાંધવાની પ્રથા ને આપણે માનીએ છીએ.

9) બ્લડપ્રેશર માટે ઉપયોગી: બ્લડપ્રેશરને નિયંત્રીત કરવામાં લીલા મરચા ફાયદાકારક હોય છે. ડાયાબિટીસ થવાની સ્થિતિમાં લીલા મરચા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનો ગુણધર્મ ધરાવે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા