leather jacket cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં દરેકની પ્રિય વસ્તુ જેકેટ છે, જેને તમે દરેક ડ્રેસ સાથે પેરી શકો છો. જો કે ઘણી સ્ત્રીઓ માત્ર જીન્સ અથવા ટોપ પર જ જેકેટ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ લેધર જેકેટમાં મહિલાઓ એટલી સુંદર બધી દેખાય છે કે દરેકનું ધ્યાન તેમના તરફ ખેંચાય છે. જો કે લેધર જેકેટમાં બીજા જેકેટ્સ કરતાં વધુ કાળજી લેવી પડે છે. મહિલાઓ લેધર જેકેટ તો ખરીદે છે પરંતુ તેને સાફ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.

કારણ કે લેધર જેકેટ સાફ કરતી વખતે થયેલી નાની ભૂલો તમારા લેધર જેકેટને ખરાબ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું લેધર જેકેટ સુંદર દેખાય અને 2 વર્ષ પછી પણ નવું દેખાય તો લેધર જેકેટ સાફ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

હળવા સાબુથી સાફ કરો : આમ તો ચામડાના જેકેટને ડ્રાય ક્લીન કરાવવું જોઈએ. પરંતુ જો તમારે ઘરે લેધર જેકેટ સાફ કરવું હોય તો હળવો સાબુ અથવા ડીટરજન્ટ અથવા લેધર સ્ટેન રીમુવરનો ઉપયોગ કરો. કારણ કે જો તમે સ્ટ્રોંગ સાબુ સોલ્યુશનનો ઉપયોગ કરો છો તો તમારા જેકેટને નુકસાન પહોંચાડી શકે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જેકેટનું ફેબ્રિક ખૂબ જ નાજુક હોય છે અને તેને સામાન્ય જેકેટની જેમ સાફ કરી શકાતું નથી. તેથી તમારે હળવા સાબુના દ્રાવણથી લેધર જેકેટ સાફ કરો. પરંતુ ધ્યાન રાખો કે તમારું કપડું વધારે ભીનું પણ ના હોવું જોઈએ.

આ રીતે દૂર કરો ડાઘ : કેટલીકવાર મહિલાઓના જેકેટ પર ડાઘ પડી જાય છે, તેથી તેઓ તેને દૂર કરવા માટે હાઈ વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે. આમ કરવાથી ડાઘ તો સાફ થઈ જાય છે પરંતુ જેકેટનો રંગ ફિક્કો પડી જાય છે અને તેનું ચામડું બગડવા લાગે છે.

તેથી તમારા જેકેટમાંથી ડાઘ દૂર કરવા માટે ફક્ત લેધર સ્ટેન રીમુવરને કાપડ પર નાખો અને પછી ડાઘ સાફ કરો. પરંતુ તમારે મશીનમાં લેધર જેકેટ ધોવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આ વાતનું હંમેશા ધ્યાન રાખો.

બ્રશથી ના કરો સાફ : જો તમે ઘરે જ જેકેટ સાફ લારવા માંગતા હોય તો જેકેટ સાફ કરતી વખતે ક્યારેય બ્રશનો ઉપયોગ ના કરો કારણ કે બ્રશ તમારા જેકેટને નુકસાન પહોંચાડી શકે છે અને જેકેટ ફાટી શકે છે. તેથી જ્યારે પણ જેકેટને સાફ કરો ત્યારે તેને સ્વચ્છ કપડાથી હળવા હાથે ઘસો. આમ કરવાથી તમારું જેકેટ પણ સાફ થશે અને તેને નુકસાન પણ નહીં થાય.

લેધર ક્લીનર સ્પ્રેનો ઉપયોગ કરો : આ બધા ઉપાય સિવાય તમે તમારા લેધર જેકેટને બજારમાં મળતા લેધર ક્લીનર સ્પ્રેથી સાફ કરી શકો છો. તેનાથી તમારું લેધર પણ સાફ થઈ જશે અને તે ખરાબ થવાનો પણ ડર નહિ રહે. આ સિવાય તમે પોલિશથી પણ લેધરના જેકેટને સાફ કરી શકો છો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : જો ચામડાના જેકેટમાં ઘણા બધા ફોલ્ડ થઇ ગયા છે તો તેને વ્યાવસાયિક ચામડાના ક્લીનરથી પોલિશ કરો. જો વરસાદમાં જેકેટ ભીનું થયું છે તો ઘરે આવીને હેંગર પર લટકાવીને સૂકવી દો. ધ્યાન રાખો કે ચામડાનો સામાન ક્યારેય તડકામાં ના રાખવો જોઈએ નહીંતર ચામડા પર કરચલી પડી શકે છે.

લાંબા સમય સુધી ઉપયોગમાં ના લેવાતું લેધરમાં ફૂગ આવી શકે છે. તો જેકેટને આનાથી બચાવવા માટે પહેલા તેને એન્ટીબાયોટિક લિક્વિડથી સાફ કરો અને પછી લેધર પર કન્ડિશનર લગાવો. ધ્યાન રાખો કે તેમાં પાણી ના ભેળવો.

ધ્યાન રાખો કે ચામડાને સૂકવવા માટે ક્યારેય હેર ડ્રાયરનો ઉપયોગ ના કરશો. આ ચામડાને સખ્ત બનાવે છે. ક્યારેક શિયાળા સિવાય પણ જેકેટને બહાર કાઢો અને તેને હવા લાગવા દો. ચામડાને ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં ના લપેટવું જોઈએ નહિ તો ત્વચાને નુકસાન થઈ શકે છે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને જરૂરિયાત લોકો સુધી પહોંચાડો. આવી જ બીજી જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા