Lasaniya sev mamra
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપને બનાવિશુ લસનિયા સેવ મમરા. જે બાલાજી ના આવે છે એવા જ લસણીયા સેવ મમરા તમે ઘરે પણ બનાવી શકો છો અને તમે એકવાર બનાવશો તો તમને વારંવાર લસણીયા સેવ મમરા બનાવવાનું મન થાશે તે જો આપણે લસણીયા સેવ મમરા કેવી રીતે બનાવવા અને કેવી રીતે સ્ટોર કરી શકાય અએ તમને બતાવીશુ. 

સામગ્રી:

  • 150 ગ્રામ મમરા અને 100 ગ્રામ સેવ
  • 1/2 ટેબલ સ્પૂન હિંગ
  • સ્વાદ અનુસાર મીઠુ
  • 1/2 ટેબલ સ્પુન હળદર
  • 1 ટેબલ સ્પુન મરચૂ 
  • 1 ટેબલ સ્પુન લસન નો પાઉડર
  • 1 ટેબલ સ્પુન ચાટ મસાલો
  • 1 ટેબલ સ્પુન આમચૂર પાઉડર

બનાવાની રીત:

સૌ પ્રથમ એક કડાઇ લો અને ગેસ પર ગરમ કરવા મુકો. તેમા એક ટેબલ સ્પુન તેલ નાખો. પછી 1/2 ટેબલ સ્પૂન હિંગ નાખો. હવે એમા ગેસ બંદ કરીને સ્વાદ અનુસાર મીઠુ ઍડ કરવાનુ છે. (ગેસ બંદ કરવાનુ કારણ એ છે કે તમારો મશાલો બરી ના જાય). તેમા હવે 1/2 ટેબલ સ્પુન હળદર અને 1 ટેબલ સ્પુન મરચૂ ઍડ કરો. 1 ટેબલ સ્પુન લસન નો પાઉડર ઍડ કરો (તમારી જોડે લસણ નો પાઉડર ના હોય તો લસણ ની પેસ્ટ પન લઇ શકો છો).

 

હવે તેમા 3 કપ મમરા ઍડ કર્યા છે, હવે બરાબર હલાવી મીક્સ કરી પછી ગેસ ચાલુ કરી દઇસુ. અને સારી રીતે સેકી લેવાનુ છે. હવે એમા 1 ટેબલ સ્પુન ચાટ મસાલો અને 1 ટેબલ સ્પુન આમચૂર પાઉડર ઍડ કરીશુ.  1 કપ સેવ નાખીને બધુ મિક્સ કરી લો. તમારા સેવ મમરા તૈયાર થઇ ગયા છે બાલાજી જેવા જ.

Lasaniya sev mamra

હવે સેવ મમરા ને એક બાઉલમાં લઈ લો. તમે આને એક ફીટ બોક્સ મા પેક કરીને લામ્બો સમય સુધી રાખી શકો છો. મમરા એકદમ સરસ બનસે અને તમે બાળકોને પણ ટીફીન આપી શકશો અને સવારમાં નાસ્તામાં પણ લઇ શકશો મિત્રો તમે જરૂર થી એક વાર ઘરે બનાવજૂ અને લસણીયા સેવ મમરા બનાવાની રીત કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં બતાવજો.