રસોડામાં કામ ઘણું હોય છે અને ઘણા લોકોને થકવી નાખનારું પણ છે. કેટલીક મહિલાઓને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ રસોડામાં કેટલો સમય વિતાવે છે. રસોડામાં કામ ઘણું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે થોડી ટિપ્સનો ઉપયોગ કરીને તેને સરળ ના બનાવી શકો.
તમે પણ રસોડાના કેટલાક કામને ઝડપથી અને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માંગતા હોય તો આ કેટલીક ટિપ્સ તમારી મદદ કરશે. અહીંયા જણાવવામાં આવેલી ટિપ્સ તમને શાકભાજી, રોટલી, ભાત બનાવવા અથવા વસ્તુઓ સાફ કરવા અને સ્ટોર કરવા માટે કામમાં આવી શકે છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક ટિપ્સ વિશે.
1. બે અઠવાડિયા સુધી ચાલી શકે તેવો શાકભાજીનો મસાલો : તમે ગૃહિણીની સાથે સાથે ઓફિસ કામ કરો છો અને સવારે વહેલા ઉઠીને રાંધવામાં થોડી તકલીફ પડતી હોય તો તમે શાકભાજીના મસાલાની પેસ્ટ બનાવીને રાખો જે તમારે 2 અઠવાડિયા સુધી ચાલશે.
સામગ્રી : 2 ડુંગળી, 2 ટામેટાં, 4 ઇંચ આદુ અને 12 લસણની કળી. આ બધી સામગ્રીના મોટા ટુકડામાં કરી લો અને મિક્સરમાં નાખીને પીસી લો, ત્યારબાદ એક પેનમાં વધારે તેલ ગરમ કરો અને આ પેસ્ટને 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. મીઠું ઉમેરવાનું નથી. આનો ઉપયોગ કરીને તમે કોઈપણ શાક બનાવી શકો છો.
2. હવે નહિ ફાટે કોફ્તા કે મંચુરિયન બોલ : ઘણી વખત આપણે કોફ્તા કે મંચુરિયન બોલ વગેરે બનાવતા હોઈએ છીએ અને તેને બનાવતી વખતે તે ફૂટે છે. આવી સ્થિતિમાં તમે જે પણ શાક છીણી રહ્યા હોય એટલે કે જેના બોલ કે કોફતા બનાવવાના હોય તેને છીણ્યા પછી તરત જ તેમાં મસાલો ના નાખો.
મસાલાના બદલે તેમાં મીઠું ઉમેરો અને 15 મિનિટ માટે રાખો. આ પછી શાકભાજીમાં પાણી આવી જશે અને જે પાણી હશે તે નિચોવી લો અને પછી કોફતા બનાવો. હવે કોફ્તા કે મંચુરિયન ફૂટશે નહીં અને બજારની જેમ પરફેક્ટ બની જશે.
3. ક્યારેય નહિ ફાટે કઢી : મોટાભાગના લોકો કાઢી કે દહીંની કોઈપણ વાનગી બનાવે તો ફાટી જાય છે. ભલે તે લોકો કઢી ઉકળે પછી મીઠું નાખે તો પણ કઢી ફાટેલી દેખાય છે. આવી સ્થિતિમાં તમારે ગેસ બંધ કર્યા પછી મીઠું નાખવાનું છે. પહેલા કઢીને સારી રીતે પકાવો અને ચણાનો લોટ બફાઈ જાય પછી જ મીઠું નાખો. ગેસ બંધ કર્યાના બે થી ત્રણ મિનિટ પછી પણ એટલું તાપમાન હોય છે કે મીઠું સારી રીતે ઓગળી જાય.
4. પુલાવ કે બિરિયાનીના ક્યારેય ભાત નહિ ચોંટે: જો આપણે કૂકરમાં પુલાવ કે બિરીયાની બનાવતા હોય ત્યારે ઘણી વાર ચોખા ચોંટી જાય છે અને ખીલતા નથી. તો તમારે તેમને બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરવો પડશે. સૌ પ્રથમ કુકરમાં શાકભાજી ફ્રાય કરો, પ
છી ચોખા નાખીને ફ્રાય કરો અને પછી પાણી ઉમેરો. જેટલા ચોખા છે તેના કરતાં અડધો ગ્લાસ વધુ પાણી ઉમેરો અને પછી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. આનાથી તમારો પુલાવ કે બિરિયાની ખીલેલો બનશે.
5. ભાતમાંથી ક્યારેય બળી ગયેલી વાસ નહીં આવે : જો તમારા વાસણ અથવા કૂકરમાં ભાત બળી ગયા છે અને તમને ડર છે રાંધેલા ભાત છે તેમાંથી બળી જવાની દુર્ગંધ આવશે તો તમારે ફક્ત ભાતને એક પ્લેટમાં કાઢી લેવાના છે. જેટલા સફેદ દેખાય છે તે બળેલા નથી. પછી તેને પંખા નીચે મૂકો. આમ કરવાથી ભાતની બળી ગયેલી વાસ માત્ર 2 થી 3 મિનિટમાં દૂર થઈ જશે. આ કામ વાસણ બદલીને કરવું.
6. ગ્રેવીવાળા શાકમાં મીઠું વધારે પડી જાય તો શું કરવું? જો રાંધતી વખતે ગ્રેવીવાળા શાકમાં મીઠું વધારે પડી હે તો ગભરાવાની જરૂર નથી. કાચા બટાકાના 4 થી 5 લાંબા ટુકડા કરીને ગ્રેવીમાં નાખો. જો તમને શાકમાં બટાકા ના જોઈતા હોય તો પછી તમે તેને પછી કાઢી શકો છો. શાકની સાથે જ બટાકાને પાકવા દો. આ શાકમાં મીઠું ઓછું કરવાની સૌથી ઝડપી રીત છે. આ કામમાં ઉપયોગમાં લીધેલા બટાકાનો ઉપયોગ કોઈપણ શાકભાજીમાં કરી શકો છો.
7. વધેલા ભાતને ફ્રેશ કેવી રીતે બનાવવા : જો ભાત વધેલા છે અથવા તે ઠંડા થઈ ગયા છે અને તમારી પાસે કોઈ માઈક્રોવેવ નથી જેમાં ભાતને ગરમ કરી શકાય તો તમે આ ટ્રિક અજમાવી શકો છો. તમે માત્ર ભાતને ઉકળતા પાણીમાં નાખો અને 1 મિનિટ પછી તેને બહાર કાઢીને ચાળી લો.
અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાતને 1 મિનિટથી વધુ પાણીમાં ના રાખો નહીં તો તે વધારે પડતા રંધાઈ જશે. આમ કરવાથી ઠંડા અથવા વધેલા ભાતનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે અને તે બિલકુલ એવા જ દેખાશે જેવા કે તમે હમણાં જ બનાવ્યા છે.
8. દહીં જમવાની સાચી રીત : દહીં બનાવવા જઈ રહયા છો તો ધ્યાન રાખો કે દૂધનું તાપમાન કેટલું છે. દૂધ એટલું ગરમ હોવું જોઈએ કે જ્યારે તમે આંગળી નાખો તો તે હૂંફાળું લાગે. તેને મલાઈ સાથે જ રાખો અને તેમાં 1 ચમચી દહીં ઉમેરો. તમારું દહીં ઘણું ઘટ્ટ જામી જશે.
જો તમને પણ ટિપ્સ પસંદ આવી હોય તો આગળ મોકલો, જેથી કરીને જે લોકો આ માહિતીથી અજાણ છે તે પણ ઘરે જ સારી રીતે ચાસણી બનાવી શકે. આવી જ બીજી જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.