khasta kachori recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બજારમાં જયારે ક્રિસ્પી કચોરી જોઈએ ત્યારે તરત જ ખાવાનું મન થઇ જાય છે. બજારમાં ક્રિસ્પી કચોરીનો સ્વાદ ચોક્કસથી જ સરસ લાગે છે અને આ મસાલેદાર અને તીખી કચોરીને ઘરે બનાવવી આપણે ખૂબ જ અઘરું કામ લાગે છે.

હકીકતમાં, દરેક મહિલાની સમસ્યા એ છે કે ઘરે બનાવેલી કચોરી ક્રિસ્પી થતી નથી અને ઘણા લોકો વધારે મૈદાનો ઉપયોગ કરી લે છે. આવી સ્થિતિમાં તેમને જે સ્વાદ મળવો જોઈએ તે મળતો નથી. તો જો તમને પણ આ સમસ્યા હોય તો શા માટે મૈદાની જગ્યાએ ઘઉંના લોટની ક્રિસ્પી કચોરી ના બનાવી શકાય?

સામગ્રી : 1/2 કપ ચણાની દાળ, 1.5 કપ ઘઉંનો લોટ, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1/2 ચમચી ચાટ મસાલા પાવડર, સ્વાદ મુજબ મીઠું અને
તળવા માટે તેલ.

કચોરી બનાવવાની રીત : સૌથી પહેલા ચણાની દાળને ધોઈ લીધા પછી તેને પલાળીને રાખો. તમે તેને આખી રાત માટે પલાળીને રાખી શકો છો, પરંતુ જો તમને ઉતાવર છે અને ઝડપથી કરવા માંગો છો તો તેને ગરમ પાણીમાં 1.5 કલાક પલાળી રાખો.

હવે એક પેન લો. તેમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો અને પછી ચણાની દાળ નાખીને રોસ્ટ કરો તેને 5 મિનિટ માટે ફ્રાય કરો. તેને ત્યાં સુધી સેકવાનું છે જ્યાં સુધી તેનું પાણી સુકાઈ ના જાય. પરંતુ તે બળી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું.

હવે તેના ઉપર તમે સ્વાદ મુજબ મીઠું નાખો અને પછી તેમાં અડધી ચમચી ધાણા પાવડર નાખો. મસાલા અને મીઠું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો અને પછી તેને બ્લેન્ડ કરો.

તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે બ્લેન્ડ કરતી વખતે તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તમારે તેને સૂકું જ બ્લેન્ડ કરવાનું છે. હવે આ પાવડરમાં લાલ મરચું પાવડર અને ચાટ મસાલા પાવડર ઉમેરો અને જો તમે ઈચ્છો તો તેમાં આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો.

આમાં તમારે ડુંગળી વગેરેનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. તમે ફક્ત આ સ્ટફિંગ સાથે જ કચોરી બનાવો. હવે ઘઉંના લોટને મીઠું ઉમેરીને કણક ગૂંથો. ધ્યાન રાખો કે તેમાં તેલ નાખવાનું નથી. તે પછી તમે તેને 15 મિનિટ માટે આ રીતે જ રાખો.

જો તમને તે ખૂબ જ ક્રિસ્પી જોઈતું હોય તો તેમાં 1 ચમચી ઘી ઉમેરી શકાય અને લોટની સાથે થોડો મૈદો પણ ઉમેરી શકાય. હવે તમારે ગુલ્લાં બનાવીને તેમાં મસાલો ભરવાનો છે અને પછી તેને રોલ કરીને તળી લેવાની છે. ધ્યાન રાખો કે તે બહુ પાતળું ના થવું જોઈએ અને તેને ગેસની હાઈ ફ્લેમ પર તળી લો.

વણતી વખતે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તે બરાબર થશે નહિ તો દાળ બહાર આવી શકે છે, તેથી તેને બધી બાજુથી સરખી રીતે વણો. તો તૈયાર છે કચોરી. હવે તમારી પસંદગીની ચટણી સાથે તેને સર્વ કરો.

જો તમને આ કચોરી બનાવવાની રીત સરસ લાગી હોય તો, આવી જ અવનવી વાનગી વિશે ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, રેસિપી અને હોમ્સ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા