khajur no halvo banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે પલાળેલા શીંગદાણા અને ખજુર નો હલવો બનાવીશું. ફક્ત એક ચમચી ઘી અને બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યા વગર હલવો બનાવીશું અને આ હલવો ખૂબ જ પૌષ્ટિક બને છે. ચાલો જાણીએ હલવો બનાવવાની રીત.

સામગ્રી

  • 1 કપ સીંગદાણા
  • 1 કપ ખજૂર
  • અડધી ચમચી ખસખસ
  • અડધી ચમચી ઈલાયચી

હલવો બનાવવાની રીત

હલવો બનાવવા માટે એક કપ સીંગદાણા ને આખી રાત પાણીમાં પલાળી રાખો. કાચી શીંગ ને 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળીને રાખશો તો બધું પિત્ત નીકળી જશે અને શીંગ એકદમ સોફ્ટ થઈ જશે. આ પછી શીંગમાંથી પાણીને નિતારી લો. હવે 1 કપ ખજૂર લો. ખજૂરને પાણીથી બરાબર ધોઈને તેના ઠળિયા કાઢી લો.

અહીંયા દેશી ખજૂર લીધી છે પણ તમે ઈરાની સોફ્ટ ખજૂર આવે છે તેનો પણ હલવો બનાવી શકો છો. ખજૂર એકદમ સોફ્ટ હોય તો એને તમે બારીક સમારી લેશો તો પણ ચાલશે. આ સાથે, અડધી ચમચી ઈલાયચી અને થોડી ખસખસ લો.

સૌથી પહેલા શીંગદાણાને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો. પાણી નાખ્યા વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એજ રીતે, જો તમે દેશી ખજૂર લીધી છે તો એને પણ મિક્સર માં ક્રશ કરી લો.

એક નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવા મુકો. સૌથી પહેલા ખજૂરને ચાર થી પાંચ મિનિટ માટે શેકી લો. હવે તેમાં સીંગદાણા ની પેસ્ટ ઉમેરો. હવે ફરીથી 5 મિનિટ સુધી સીંગદાણા અને ખજૂર ને શેકી લો.

હવે ખસખસ અને ઈલાયચી પાઉડર ઉમેરો અને પાંચ મિનિટ સુધી હલાવતા રહો. પાંચ મિનિટ પછી ગેસ ને બંદ કરી દો. તો તૈયાર છે ઈમ્યુનીટી અને એનર્જી વધારે એવો હલવો. આ હલવાને તેમે 8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.

ફાયદા: રોજ સવારે બ્રેકફાસ્ટમાં એક ચમચી હલવો ખાશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. પલાળેલા સીંગદાણામાંથી તમને દૂધ અને ઈંડા કરતા પણ વધારે પ્રોટીન મળે છે.

100 ગ્રામ સીંગદાણામાંથી લગભગ 26 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. ખજૂરમાં રહેલા મિનરલ્સ ને કારણે હાડકા પણ મજબૂત બને છે. ખજૂર માં રહેલું ગ્લુકોજ તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે એટલે થાક પણ નહિ લાગે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબૂક પેજને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા