જ્યારે આપણા રસોડામાં સૌથી મોંઘી સામગ્રીની વાત આવે ત્યારે કેસરનું નામ પહેલા લેવામાં આવે છે. તેને કોઈપણ ખોરાકમાં ઉમેરવાથી સ્વાદમાં અનેકગણો વધારો થઇ જાય છે. તેની સુગંધ અને સ્વાદને કારણે આજે પણ લોકો આ સામાગ્રી મોંઘી હોવા છતાં કેસરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
આટલું જ નહીં કેસરમાં વિટામિન્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ વગેરે હોય છે. લોકો કેસરનો ઉપયોગ બિરયાનીથી લઈને ખીર અને ઘણી બધી મીઠાઈઓમાં ઉમેરવાનું પસંદ કરે છે.
જો કે કેસર આપણા રસોડાનો ખૂબ જ સુગંધિત મસાલો છે અને તે ખૂબ જ દોરા જેવું દેખાય છે અને નાજુક હોય છે. ઉદાહરણ તરીકે જો તમે રસોડામાં રસોઇ બનાવતી વખતે કેસરનો ઉપયોગ ખોટી રીતે કરો છો તો કેસરની સુગંધ ઓછી થઇ છે અને ખોટી રસોઈને કારણે તેના પોષક તત્વો પણ નાશ પામે છે.
એટલા માટે જ્યારે પણ તમે કેસરનો ઉપયોગ કોઈ પણ વાનગીમાં કરી રહ્યા હોય ત્યારે તમારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે જાણવું જરૂરી છે. તો આજે આ લેખમાં અમે તમને રસોઈમાં કેસરનો ઉપયોગ કરવાની સાચી રીતો વિશે જણાવી રહ્યા છીએ.
કેસરમાંથી મળતા ફાયદા : કેસર તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે અને તે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી કિંમતી મસાલાઓમાંનું એક છે. તે એક દોરાની જેમ પાતળું દેખાય છે. એવું માનવામાં આવે છે કે કેસરનો ઉદ્દભવ ગ્રીસમાં થયો છે પરંતુ તે મુખ્યત્વે ભારત, ઈરાન, મોરોક્કોમાં ઉગે છે.
કેસરમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ સહિત ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. આયુર્વેદમાં પણ કેસરનો ઉપયોગ ફાયદાકારક ગણાવ્યો છે. કેસર પોટેશિયમથી ભરેલું હોય છે અને આમ તે લોહીને પાતળું કરે છે જે ધમનીઓમાંથી અવરોધ દૂર કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
કહેવાય છે કે જો કેસરનો યોગ્ય માત્રામાં અને સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને મોસમી બીમારીઓ પર કાબુ મેળવી શકાય છે.
કેસરને પલાળીને કરો ઉપયોગ : જો તમે કેસરનો ઉપયોગ સરળ રીતે કરવા ઈચ્છો છો તો સૌથી સારો રસ્તો એ છે કે તેને પલાળીને ઉપયોગમાં લો. વાસ્તવમાં જયારે પણ તમે રસોઈ બનાવતી વખતે આમ જ ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો કરો છો તો ગરમીને કારણે મસાલાનો સ્વાદ નષ્ટ થઇ જશે.
તેથી રસોઈમાં કેસરને સીધું ઉમરવાને બદલે તેને પલાળી રાખો અને પછી તેનો ઉપયોગ કરો. તમે તેને પાણી અથવા દૂધમાં પલાળી પણ શકો છો. તે પછી તમે તેને થોડી વાર આ રીતે પલળવા દો, પરંતુ તેને આખી રાત પલાળીને ના રાખો નહીં તો તે તેનો સ્વાદ ગુમાવે છે.
કેસરનો પાવડર બનાવો : કેસરને પીસીને પાવડર બનાવીને પણ વાપરી શકાય છે, આ માટે તમે એક નાના મિક્સર જારમાં કેસરના મોટા દોરાને નાખીને પીસી લો. જ્યારે તે હળવું પીસવા લાગે તો તેમાં એક ચપટી ખાંડ નાખો. તે ઘર્ષક તરીકે કામ કરે છે અને તે કેસરને બારીક પાવડરમાં ફેરવે છે.
જો કે તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ મીઠું પણ ઉમેરી શકો છો. જો કે તે તમારી વાનગી પર આધાર રાખે છે. કેસર પીસાઈ જાય એટલે તેમાં બે ચમચી ગરમ પાણી ઉમેરો. હવે તમે આ મિશ્રણને તમે કોઈપણ વાનગીમાં ઉમેરી શકો છો. ખાસ કરીને આ રીતે કેસર ઉમેરવાથી બિરયાનીમાં એક અલગ જ સ્વાદ આવે છે .
કેસરનો સીધો ઉપયોગ કરવો : જો તમે એવી કોઈ વાનગી બનાવી રહયા હોય જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી રહેલું છે અને તેને રાંધવામાં થોડો સમય લાગે છે તો તમે આવી વાનગીમાં કેસરને સીધું પણ ઉમેરી શકો છો.
જ્યારે પણ તમે આવી કોઈ વાનગીમાં સીધું કેસર ઉમેરી રહ્યા હોય ત્યારે તેને શરૂઆતમાં અથવા અંતમાં ઉમેરશો નહીં. જેથી કરીને તમારી વાનગીમાં કેસરની પૂરતી સુગંધ અને સ્વાદ આવી શકે .
જો તમને આ કેસરનો ઉપયોગ કરવાની સાચી રીત ગમી હોય તો આવી જ બીજી અવનવી રસોઈ ટિપ્સ, વાનગીઓ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.