ચોમાસાના ઝરમર વરસાદમાં બનાવો ક્રિસ્પી કારેલા પકોડા, જાણો સરળ રેસિપી

ઝરમર વરસાદ ચાલુ હોય અને ઘરે પકોડા ના બને… આવું ન બને જ નહીં… પકોડા વિના ચોમાસું બિલકુલ અધૂરું છે. આ સિઝન એવી છે કે ચા સાથે પકોડાનું કોમ્બિનેશન મળી જાય તો આનંદ બમણો થઇ જાય છે. આ વાનગીની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે દેશી છે અને આપણા પ્રાચીન ઈતિહાસનો પણ એક ભાગ રહી છે.

પકોડા એ ભારતીય ઘરોમાં ખૂબ લોકપ્રિય નાસ્તો છે. ચા સાથે ગરમ પકોડા આપણી સાંજ સુખદ બનાવે છે. તેથી જ આપણે બધા બટાકા, ડુંગળી કે પનીર પકોડા બનાવીને ખાઈએ છીએ, પરંતુ શું તમે કારેલા પકોડા બનાવ્યા છે કે ક્યારેય વિચાર્યું છે. જો નહીં, તો એક વાર અચૂક ટ્રાય કરો. જો કે, તમે વિચારતા હશો કે શું કોઈ કારેલાના ભજિયા બનાવે છે?

પરંતુ તમને જણાવી દઈએ કે કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ જો તેના પકોડાનો સ્વાદ એવો હોય છે કે તે તમારા મનને ખુશ કરશે અને તમને તેને વારંવાર બનાવવાનું ગમશે. તો રાહ શેની જોઈ રહ્યા છીએ, ચાલો જાણીએ કરેલા ના પકોડા બનાવવાની રીત.

સામગ્રી

  • કારેલા – 5
  • ચણાનો લોટ – 1 કપ
  • ચોખાનો લોટ – અડધો
  • મીઠું – સ્વાદ મુજબ
  • હળદર પાવડર – અડધી ચમચી
  • ગરમ મસાલો – 1/2 ચમચી
  • લીલા મરચા – 4 (સમારેલા)
  • હીંગ – 1 ચપટી
  • સરસવનું તેલ – ભજિયા તળવા માટે

કારેલાના પકોડા બનાવવાની રીત

સૌથી પહેલા કારેલાને ધોઈને ઉપરની છાલ ઉતારી લો. પછી વચ્ચોવચ ચીરો કરો અને દાણા કાઢી લો. દાણા કાઢી લીધા પછી ગોળ ગોળ કટકા કરી લો અને મીઠું નાખો અને અડધા કલાક માટે બાજુ પર રાખો.

હવે એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ ચાળી લો. બધા મસાલા જેવા કે 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર , 1/2 ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

આ જરૂર વાંચો: એકદમ ક્રિસ્પી, તેલ ના રહે એવાં બ્રેડ પકોડા બનાવાની રીત 

ચણાના લોટમાં થોડું-થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો અને સ્મૂધ જાડી પેસ્ટ બનાવો. ધ્યાન રાખો કે કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ અને તેમાં બધા મસાલા સારી રીતે મિક્સ કરો.

આ દરમિયાન એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખો. જ્યારે તેલ ગરમ થવા લાગે ત્યારે ચણાના લોટમાં સમારેલા કારેલાને ડુબાળીને એક પછી એક તેલમાં નાખો. હવે સતત હલાવતા રહો, કારેલા પકોડાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. જ્યારે તે સારી રીતે તળી જાય ત્યારે તેને પ્લેટમાં કાઢીને ઉપર ચાટ મસાલો છાંટીને પીરસો.

જો તમે પણ આવી ચોમાસાની સ્પેશિયલ વાનગીઓ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ રેસિપી અને કિચન ટિપ્સ દરરોજ જાણવા મળશે.