jabalpur viral video
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જબલપુરમાં નર્મદા નદીના પાણી પર ચાલતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો આ વૃદ્ધ મહિલાની પૂજા કરતા પણ જોવા મળે છે. સાથે જ કેટલાક લોકો એવું પણ કહે છે કે પાણીમાં હોવા છતાં આ મહિલાના કપડા ભીના થતા નથી.

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતી મહિલાનો વીડિયો બધાને પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના પગ પાણીમાં ડૂબેલા છે. લોકો પણ તે સ્ત્રીને ‘નર્મદા દેવી’ માનીને પૂજા કરવા લાગ્યા છે.

લોકો સ્ત્રીનો પીછો કરે છે : જ્યારથી વૃદ્ધ મહિલાનો આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી લોકો આ મહિલાને ફોલો કરવા લાગી ગયા છે. આ વિસ્તારમાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે. ઘણા લોકો આ સ્ત્રીની પૂજા કરે છે અને ઘણા લોકો તેને ‘નર્મદા દેવી’ના નામથી બોલાવે છે. જ્યારે પોલીસને આ અંગેની જાણ થઈ, ત્યારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.

જ્યારે પોલીસે મહિલાની પૂછપરછ કરી તો મહિલાએ પોતાનું નામ જ્યોતિબાઈ જણાવ્યું હતું. તે જ સમયે, જ્યારે પોલીસે તેના વિશે વધુ માહિતી મેળવી તો જાણવા મળ્યું કે તે વર્ષ 2022 થી તેના ઘરેથી ગુમ થઇ હતી.

તેમના પુત્રએ ગુમ થયેલા અહેવાલમાં એમ પણ લખ્યું હતું કે તેની માતાની માનસિક સ્થિતિ સારી નથી. જ્યોતિએ પોતાના આ વાયરલ વીડિયો વિશે કહ્યું છે કે તે જ્યાં ઉભી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હતું. આવી સ્થિતિમાં લોકોને લાગ્યું કે હું પાણી પર ચાલી રહી છું.

તમારું આ વિડિઓ વિશે શું કહેવું છે? વિડિઓ જોઈને નર્મદા માતા માની લેવું કેટલી અંધશ્રદ્ધા છે? જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ જાણકરી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા