રસોડામાં ઘણા બધા મસાલાનો ઉપયોગ થાય છે, એમાં એક છે આદુ, જેનો ઉપયોગ કરીને શાકનો વગેરેનો સ્વાદ લાજવાબ આવે છે અને જો તેનો ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારેતે તે વસ્તુનો સ્વાદ બગડી પણ શકે છે.
ખાસ કરીને તેનો ઉપયોગ ગ્રેવીવાળું શાક અને આદુવાળી ચામાં વધારે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આદુ અને તેના પાઉડરથી રસોઈ સિવાય ઘરના ઘણા કામોને સરળ બનાવી શકાય છે. આ આર્ટીકલમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે ઘરના ઘણાં કામને સરળ બનાવી શકો છો.
બાથરૂમ સિંક જંતુઓની સમસ્યાને દૂર કરો : આદુના ઉપયોગથી તમે બાથરૂમના સિંકના જંતુઓ પણ ભાગી જશે અને તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં. આદુના પાવડરનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો, તો ચાલો જાણીયે શું કરવાનું છે.
આ માટે એક લીટર પાણીમાં બે ચમચી આદુનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં એક ચમચી વિનેગર અથવા એક ચમચી ખાવાનો સોડા ઉમેરીને ફરી મિક્સ કરો. પછી, આ મિશ્રણને સિંક પર સ્પ્રે કરીને લગભગ 20 મિનિટ છોડી દો. 20 મિનિટ પછી સિંકને પાણીથી ધોઈ લો. તમારે આ કામ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવાનું છે.
.
છોડની સંભાળ રાખવા માટે : આજકાલ, બજારમાં છોડ માટે એક નહીં પરંતુ ઘણા જંતુનાશક સ્પ્રે મળે છે. પરંતુ કેટલીકવાર આ કેમિકલ્સ સ્પ્રેથી જંતુઓ ભાગતા નથી અને તે જ સમયે છોડ પણ મરી જાય છે અને તેનો વિકાસ પણ અટકી જાય છે.
આવી સ્થિતિમાં તમે છોડને કોઈપણ જંતુઓથી દૂર રાખવા માટે આદુના પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક મગ પાણીમાં બે ચમચી આદુ પાવડર અને એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરીને બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેને છોડ પર સ્પ્રે કરતા રહો.
રસોડામાં ઉપયોગ કરો : આદુ રસોઈ બનાવવામાં નહીં, પરંતુ રસોડાના સિંક અથવા ડસ્ટબીનમાં રહેલા જંતુઓને દૂર કરવા માટેનો એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય હોઈ શકે છે. તેનો ઉપયોગ કરીને, તમે થોડીવારમાં જંતુઓને ભગાડી શકો છો. આ માટે સૌથી પહેલા એક લીટર પાણીમાં એક ચમચી આદુનો પાઉડર અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે આ પાણીને ગેસ પર મૂકીને થોડીવાર ગરમ કરો. જ્યારે પાણી ઠંડું થઈ જાય ત્યારે સ્પ્રે બોટલમાં ભરો અને તેને રસોડાના સિંક, ડસ્ટબિન, રસોડાના કબાટ વગેરે પર સારી રીતે સ્પ્રે કરો. તેનાથી રસોડામાં રહેલા કીડાઓની સમસ્યા સરળતાથી દૂર થઈ જશે.
જંતુઓને બાથરૂમની ગટરથી દૂર રાખો : બાથરૂમમાં જંતુઓ મોટે ભાગે ગટરની આજુબાજુ જોવા મળે છે. કેટલીકવાર જંતુઓ ગટરમાંથી બહાર આવે છે અને ઘરના બીજા ભાગોમાં ફેલાય છે, જે તમારા માટે ઘણી મુશ્કેલી પેદા કરી શકે છે.
આવી સ્થિતિમાં, ગટરમાંથી જંતુઓ દૂર કરવા માટે, તમે આદુ, ખાવાનો સોડા અને પાણીનું મિશ્રણ તૈયાર કરી શકો છો અને તે જગ્યાએ છંટકાવ કરી શકો છો. અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ આમ કરવાથી જંતુઓ ક્યારેય દેખાશે નહીં.
જો તમને આ જાણકારી પસંદ આવી હોય અને આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ, આહાર સબંધિત માહિતી મળતી રહેશે.